સર્વ કલ્યાણ ફાઉન્ડેશન અનંત નેશનલ યુનિવર્સિટી અને ચેન્જમેકર કલબ દ્વારા જાણ્યા પીર પ્રાથમિક શાળામાં સ્કૂલ ટ્રાન્સફોર્મેશન રંગશાળા નો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

કોરોના કાળમાં સ્કૂલો તદ્દન બંધ હતી અને હવે જ્યારે સ્કૂલો ખુલી છે ત્યારે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ નું મન લાગે તે માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો. આ નવતર પ્રયોગ અંતર્ગત જાણ્યાપીર પ્રાથમિક શાળા નવા વિંઝોલ ખાતે સ્કૂલ ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું. જાણ્યાપીર પ્રાથમિક શાળા એક સરકારી સ્કુલ છે જેમાં ધોરણ ૧ થી લઈને ધોરણ સાત સુધીના લગભગ 550 વિદ્યાર્થીઓ ભણે છે અને આ વિદ્યાર્થીઓને ભણવામાં રુચિ રે એ માટે સર્વ કલ્યાણ ફાઉન્ડેશન, અનંત યુનિવર્સિટી અને ચેન્જ મેકર્સ ક્લબ દ્વારા સ્કૂલમાં રંગ કરવામાં આવ્યો હતો અને નવો રૂપ આપવામાં આવ્યો. સ્કૂલ ટ્રાન્સફોર્મેશન અંતર્ગત વોલેંતર દ્વારા સ્કૂલની દીવાલોને રંગવામાં અને દોરવામાં આવી. આ સ્કૂલની દિવાલો ઉપર વિદ્યાર્થીઓને સારા લાગે અને તેમના ભણતરમાં ઉપયોગી થઇ શકે એવા મ્યુરલસ દોરવામાં આવ્યા. શાળાના આચાર્ય એવા કુસુમબેન અને શિક્ષક નીરતભાઈ જોષીએ આ સ્કૂલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટમાં સર્વ કલ્યાણ ફાઉન્ડેશન, અનંત યુનિવર્સિટી અને ચેન્જ મેકર ક્લબને ખૂબ જ સહયોગ આપ્યો. સ્કૂલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ અને વોલુંતર એ સ્કૂલની તમામે તમામ દીવાલો અને ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ જોઈને ઉત્સુક થઈ જાય એવા ચિત્રો દોર્યા અને રંગ ભર્યા. લગભગ ૧૦૦ થી વધુ મ્યુરલ આખા સ્કૂલમાં દોરવામાં અને રંગ ભરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નું પાલન પણ કરવામાં આવ્યું અને બધાને માસ્ક પહેર્યુ હતું અને કોરોનાની ગાઈડ લાઈન નું પાલન પણ કરવામાં આવ્યું હતું. આ સ્કૂલ ટ્રાન્સફોર્મેશન નું નામ રંગ શાળા આપવામાં આવ્યું હતું અને આ એક એવી પહેલ છે કે જેની અંદર સરકારી સ્કુલોની અંદર વિદ્યાર્થીઓની હાજરી વધે તે માટેના પ્રયોગ અંતર્ગત બધી દિવાલો ઉપર એવા ચિત્રો દોરવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓ તેને થી આકર્ષાય અને તે સ્કૂલે આવે. વિદ્યાર્થીઓના પાઠ્યક્રમમાં જે ભણાવવામાં આવે છે તેની ઉપર થી ઘણા બધા ચિત્રો દોરવામાં આવ્યા કે જે એમના ભણવામાં ઉપયોગી થઇ શકે અને આ પ્રવૃત્તિઓ કરવા માટે બધાએ પોતાનું યોગદાન સ્વૈચ્છિક રીતે આપેલું હતું. સર્વ કલ્યાણ ફાઉન્ડેશન અનંત યુનિવર્સિટી અને ચેન્જ મેકર્સ ક્લબના લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો એ સાથે મળીને આ પ્રોજેક્ટ રંગ શાળા માં પોતાનો સહયોગ આપ્યો હતો. શાળાના શિક્ષક શ્રી નીરતભાઈ જોશીએ આ પ્રોજેક્ટમાં ખાસ રુચિ ધરાવી હતી અને આ પ્રોજેક્ટને સફળ કરવા માટે તમામ પ્રયાસો કરેલા હતા. જાનીયાપીર પ્રાથમિક શાળાને નવું રૂપ આપવા માટે તમામ લોકોએ પોતાના સ્વખર્ચે આ પ્રોજેક્ટ ને પાર પાડ્યા હતા. આ પ્રોજેક્ટમાં સર્વ કલ્યાણ ફાઉન્ડેશનના શરદ પંચાલ અને પૂજન પટેલ, અનંત નેશનલ યુનિવર્સિટી અને ચેન્જ મેકર્સ કલબના અંજીકા ગર્ગ, હેતલ અને જ્વેલ પટેલ એ પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું હતું. વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્વયંસેવકો એ આઠ કલાક જેટલું યોગદાન આપીને આખી શાળાને એક નવું રૂપ આપ્યું હતું અને આ સ્કૂલ ટ્રાન્સફોર્મેશન નો પ્રોજેક્ટ રંગ શાળાને પાર પાડયું હતું.

TejGujarati