કોરોનાની કરુણ કથા. – હજુ પણ ચેતો.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

અમદાવાદમાં રહેતા તાપસ સાહુ અને શ્વેતા મહેતા સાહુ તેમના પ્રથમ સંતાનની વાટ જોઈ રહ્યા હતા !

૩૫ વરસની શ્વેતા ખેતીવાડી ખાતામાં એકાઉન્ટન્ટની ફરજ બજાવે છે અને તાપસ ઈન્ડિયન એર ફોર્સમાં પાઈલોટની ફરજ બજાવે છે !

તાજેતરમાં શ્વેતાએ ગળામાં દુ:ખાવો થવાની ફરિયાદ કરી તો તેને ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું બંધ કરાવી તાપસ માટલી ખરીદ કરી આવ્યો !

ત્રણેક દિવસમાં શ્વેતાનું ગળું દુ:ખતું બંધ થયું પણ તેને સખત ડાયરિયા થતાં તાપસ શ્વેતાને તા. ૨૩ માર્ચના રોજ આર્મી હોસ્પિટલ પર લઈ ગયો !

ત્યાં Covid -19ની તપાસ કરવામાં આવી તો શ્વેતાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો !
બીજા દિવસે શ્વેતાને Ventilated કરવી પડી !

વેન્ટીલેટર સહિત શ્વેતાને SVP હોસ્પિટલ પર લઈ જવામાં આવી ત્યાં ડોકટરોએ શ્વેતાના ગર્ભાશયમાંથી બાળકને કાઢી નાંખવાનું નિદાન કર્યું !

પત્નીને બચાવી લેવા તાપસે તેમ કરવાની તૈયાર પણ બતાવી !

પુત્રી જન્મી તે શ્વેતાની ગોદમાં જવાના બદલે ઈન્ક્યુબેટરમાં ગઈ અને માત્ર બે કલાક જીવીને મૃત્યુ પામી !

પુત્રીની દફન વિધી પતાવી તાપસ શ્વેતા બચી જાય તેની પ્રાર્થના કરતો રહ્યો પરતું તેની પ્રાર્થના વ્યર્થ નિવડી !

તા.૨૯ માર્ચના રોજ તાપસે પત્ની શ્વેતા પણ ગુમાવી દીધી, એક સપ્તાહમાં કરોના વાયરસે તાપસનો ગૃહ સંસાર વેરવિખેર કરી નાંખ્યો !

કરોના વાયરસ કેટલો ખતરનાક છે અને તેનાથી સૌએ સલામત રહેવાની કેટલી જરુર છે તે સમજાવવાના આશયથી જ આ દુ:ખદ બીનાની પોસ્ટ મુકી છે !

ઈશ્વર શ્વેતાના આત્માની દિવ્ય શાંતિ બક્ષે અને તાપસને અસહનિય
દુ: ખ સહન કરવાની શક્તિ આપે તે જ અભ્યર્થા !
????????????

TejGujarati