આજના મુખ્ય સમાચાર. – વિનોદ મેઘાણી.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આજના મુખ્ય સમાચારો*
*dete*
0️⃣3️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*3.25 કરોડ રૂપિયા રોકડા ઝડપાયા*
*કોરોડોની રકમનો મુદ્દો નગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો*
પ્રાપ્ત માહિતી મુજબ, ખંભાત શહેરમાં આવેલા ખારો પાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશ પટેલના ઘરમાં મોટી માત્રામાં ભારતીય ચલણની ચલણી નોટો હોવાની બાતમી આણંદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળી હતી. જે આધારે તાપસ કરી પોલીસના એસઓજી ગ્રુપના અધિકારીઓ અને જવાનોએ પંચોની હાજરીમાં ખંભાતના કુમાર ફળિયામાં રહેતા રાજેશ નગીનભાઈ પટેલના ઘરે છાપો માર્યો હતો. ઘરમાં તાપસ દરમિયાન રૂમમાં રાખેલી તિજોરીમાંથી મોટી માત્રામાં ભારતીય ચલણની નોટોના બંડલો મળી આવ્યા હતા
*********
*રાહુલ રાજ મોલમાં સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધા પર રેડ*
સુરતના ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલમાં પોલીસની મિસિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ચારથી પાંચ સ્પામાં રેડ કરીને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલી યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી.આ યુવતીઓને પશ્ચિમ બંગાળથી લગ્ન કરાવવાની લાલચ આપીને લાવવામાં આવતી હતી. યુવતીઓને ત્યાંથી મોટા સપના દેખાડીને સુરતમાં મોલમાં અનૈતિક કામ કરાવવામાં આવતું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
*********
*800 રૂપિયાના ઈન્જેક્શનની 5400માં કાળા બજારી, રેમડેસિવિરની અછત* *સર્જાતા સરકાર ભાવ નક્કી કરે તેવી માંગ*
સરકારે એક જ ભાવ નક્કી કરવો જોઈએ, જેથી ગરીબ દર્દીઓ લૂંટાય નહીં
રાજ્યમાં ફરી કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. એવામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થઇ રહ્યું છે. ત્યારે રાજ્યના ચાર મહાનગરો સહિતના વિસ્તારો કોરોનાના ભરડામાં આવી રહ્યાં છે. ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે.રેમડેસિવિર ઇન્જેક્શન રિટેઇલ કેમિસ્ટ સુધી પહોંચતા જ નથી
*********
*ભાજપની વધુ એક યાદી કરી જાહેર*
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખે મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરી છે. જે અંતર્ગત મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાને રાજ્યના દક્ષિણ ઝોન અને કર્ણાવતી મહાનગર અને પ્રદેશ કાર્યાલયની જવાબદારી સોંપાઈ છે. જ્યારે ભાર્ગવ ભટ્ટને મધ્ય ઝોન તેમજ રજનીભાઈ પટેલને કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોન, વિનોદ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે.
*********
*દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ ફરી બંધ*
*તેજસ એક્સપ્રેસ એક મહિના માટે સસ્પેન્ડ*
કોરોનાના કેસો વધવા લાગ્યાં છે. જેના કારણે લોકલ લોકડાઉનમાં પણ ઝડપ આવી છે. આ વચ્ચે દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન Tejas Express ઉપર બ્રેક લાગી છે. IRCTC એ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદની વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસનું સંચાલન 2 એપ્રિલ સુધી રોકવાનો નિર્ણય કર્યો છે. આવનારા એક મહિના સુધી આ ટ્રેનનું સંચાલન નથી કરવામાં આવ્યું છે.
*********
*દર્દીઓને અપાતા ટિફિન કચરામાં મળ્યા*
સુરતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે બીજી તરફ નવી સિવિલના કોવિડ વોર્ડમાં ચાલતી લાલીયાવાડીની પોલ ખોલતી ઘટના બની છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પરિજનો દ્વારા લાવવામાં આવેલ ટિફિન કચરામાં મળ્યા છે. નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં રેઢિયાર કારભારનો આ નમૂનો છે.
*********
*ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ કેમ્પેઈન શરૂ*
ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ કેમ્પેઈન શરૂ કરી દીધું છે. જો કે ગાંધીનગર મનપામાં ભાજપ અને કોંગ્રેસનો એક સમાન વર્ચસ્વ હોવાનું ઈતિહાસ સાક્ષી પૂરે છે, ત્યારે ચૂંટણીને લઈને ભાજપે કમર કસી છે. ભાજપ આ વખતે તેમના કાર્યકર્તાઓને ચૂંટણીની વ્યુરચનામાં ચાર ‘v’ પર ફોક્સ કરવાનું કહ્યું છે. આ ચાર ‘v’ એટલે વિશ્વાસ, વાતાવરણ, વ્યુહરચના અને વ્યવસ્થા. કોરોનાકાળમાં થયેલી 6 મનપાની ચૂંટણીમાં મતદાન ખૂબ ઓછુ રહ્યું હતું, ત્યારે ગાંધીનગર મનપામાં તેનું પુનરાવર્તન ના થાય એ માટે મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચાડવા માટે જરૂરી તમામ વ્યવસ્થા અત્યારથી જ પુરી પાડવા સૂચના આપવામાં આવી છે.
*******
*BAPSના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજે લીધી કોરોનાની રસી*
કોરોના વાઈરસ સામે લડવા માટે સમગ્ર દેશ સહિત રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા તેજ બનાવાઈ છે. ત્યારે BAPSના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ કોરોના વાઈરસની રસી લીધી છે. બે દિવસ પહેલા તેમને રસી લીધી હતી અને રસી લીધા બાદ હાલમાં તેમનું સ્વાસ્થ્ય એકદમ સારૂ છે. લોકોને ડર્યા વગર તેમને રસી લેવાનો સંદેશો તેમને પાઠવ્યો છે. હાલમાં મહંત સ્વામી મહારાજ મહેમદાબાદના નેનપુરમાં નિવાસ કરી રહ્યા છે.
********
*આજે નીતિન પટેલ વડોદરાની મુલાકાતે*
રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાઈરસના દૈનિક કેસ 2000ને પાર નોંધાઈ રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસ ચિંતાજનક સ્થિતિએ વધી રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડોદરાની મુલાકાત લેશે અને કોરોનાની સ્થિતિ અંગેની સમિક્ષા કરશે.
********
*સર્કીટ હાઉસના રસોઈયા તુકારામનું કોરોનાથી મોત*
ગાંધીનગર સર્કીટ હાઉસના રસોઈયા તુકારામનું કોરોનાથી મોત નિપજતા ખળભળાટ ફેલાઈ ગયો છે. રસોઈયા તુકારામનું કોરોનાથી સિવિલમાં મોત થયું હોવાની વિગતો બહાર આવી છે. મળતી માહિતિ પ્રમાણે ગાંધીનગર સર્કિટ હાઉસના 15 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. રસોઈયા તુકારામ વર્ષોથી સર્કિટ હાઉસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ રસોઈયા તરીકે કામ કરતા હતા
********
*ત્રણ ગણા ભાવે ઈન્જેક્શનની ઉઘાડી લૂંટ*
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની તંગી સર્જાઈ છે. હોસ્પિટલોમાં એક ઈન્જેક્શનના રૂપિયા 5400 વસુલવામાં આવે છે જોકે શહેરના મેડિકલ સ્ટોરમાં એક ઈન્જેક્શનની કિંમત 1700 રૂપિયા નક્કી કરાઈ છે. જોકે શહેરની વિવિધ મેડિકલ સ્ટોરમાં પણ પુરતા પ્રમાણમાં સ્ટોકની કમી સર્જાતા કેમિસ્ટ એસોસિએશને પુરતો સ્ટોક તેમને મળી રહે તે દિશામાં માગ કરી છે.
********
*પાટીલનું નિવેદન, BJPનો તમામ કાર્યકર જનતા માટે ખડેપગે*
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિવેદન આપ્યું છે કે રાજ્યની જનતા માટે ભાજપનો કાર્યકર ખડેપગે ઉભેો છે. કોરોનાના કારણે દેશ અને દુનિયામાં હાહાકાર છે તે વચ્ચે સમૃદ્ધ દેશોનો મૃત્યુનો આકડો ધ્રુજી જવાય એવો છે
ભારતમાં અને ગુજરાતમાં કોરોના પર જીત મેળવવા માટે તંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે. લોકડાઉનમાં પણ ભાજપનાં કાર્યકર્તાઓ ઘરે નથી બેઠા. વેકસીન માટે ભાજપ દ્વારા 4500 સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને વેકસીનેશન સેન્ટર પર વેક્સિન અપાઈ રહી છે. કુલ વસ્તીના 17% રસીકરણ થયું છે. વય મર્યાદા પ્રમાણે 82 % રસીકરણ થયુ છે
*********
*અડાજણના BAPS મંદિરમાં કોરોનાનો પ્રવેશ, ભક્તો માટે પ્રવેશ બંધ*
સુરતના Surat અડાજણ વિસ્તારના BAPS મંદિરના 15 સાધુને કોરોના થતા, મંદિરના અન્ય સ્વામી સહીત ભક્તોમાં કોરોનાનો ભય પ્રસરી જવા પામ્યો છે. અડાજણના સ્વામિનારાયરણ મંદિરના 15 સાધુના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર હરકતમાં આવ્યુ છે.સુરતના અડાજણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરને ભક્તો માટે હાલ બંધ કરી દેવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ કર્યો છે.
*******
*કુખ્યાત નિખીલ દોંગા આખરે નૈનિતાલથી ઝડપાયો*
આખરે વોન્ટેડ ભૂમાફિયા નિખીલ દોંગા પોલીસ સકંજામાં સપડાઇ ચૂક્યો છે. ભૂમાફિયા ફરાર થયાના માત્ર 48 કલાકમાં પશ્ચિમ કચ્છ અને રાજકોટ ગ્રામ્ય પોલીસે નિખીલ દોંગાને દબોચી લીધો છે
********
*આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું સાત કામોનું ગેરેન્ટી કાર્ડ*
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા ભાજપ અને કોંગ્રેસના મતોનું વિભાજન થઈ જવાનું છે. ત્યારે કોર્પોરેશનની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ સાત કામોનું ગેરંટી વાળુ કાર્ડ જાહેર કરી મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો હતો ઉપરાંત કોર્પોરેશનના 11 વોર્ડ દીઠ પ્રભારીઓની પણ નિમણુંક કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ગેરેન્ટી કાર્ડમાં ગાંધીનગરના મતદારોને રીઝવવા માટે અનેક દાવાઓ પણ કરવામાં આવ્યા છે.
*******
*પ્રતાપનગર 2 મેમુ ટ્રેન અનિશ્ચિત મુદ્દત માટે બંધ*
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ અઢી મહિના પહેલા વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. જે પૈકી કેવડિયા-પ્રતાપનગરની 2 મેમુ ટ્રેનોને પેસેન્જર ન મળતા અનિશ્ચિત મુદ્દત માટે કેન્સલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેન નંબર કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી અને અમદાવાદ-કેવડિયા જનશતાબ્દીને દરેક સોમવારે રદ્દ કરી દેવામાં આવી છે. અઢી મહિના વીતવા છતાં ટ્રેનોને પ્રવાસીઓ મળતા નથી
*******
*મહિલા પાસેથી બે શખસોએ 3.52 લાખ રૂપિયા પડાવ્યા*
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં સલૂનની દુકાન ધરાવતા માતા-પુત્રીને વિશ્વાસમાં લઇ દીકરીને બોલિવુડમાં અને સીરિયલમાં રોલ આપવાના બહાને અલગ-અલગ બહાને 3.52 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ગોરવા પોલીસે આ મામલે બે શખસો વિરુદ્ધ છેતરપિંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, બે શખસોએ સીરિયલમાં કામ કરવા માટે બોગસ લેટર પણ આપ્યો હતો.મહિલાએ કહ્યું: તમારી દીકરી ખુબ સુંદર છે, જેથી તમે તેને ફિલ્મોમાં કામ કરાવો
*********
*ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નિયત સમયે લેવાશે, વાયરલ થયેલો* *પરિપત્ર ખોટો હોવાની શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા*
કોરોના સંક્રમણ વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરબદલ કરવામાં આવ્યો હોવાનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં શિક્ષણ બોર્ડના લેટર પર બોર્ડની પરીક્ષા જુન મહિનામાં યોજાશે તેવો પરિપત્ર ફરતો થયો હતો. બીજી તરફ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરિપત્ર ખોટો હોવાનો દાવો કર્યો છે. પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર નહીં
*********
*અમદાવાદ એરપોર્ટ પરનો ફ્રી પીકઅપ-ડ્રોપનો સમય 5 મિનિટથી વધારીને 10 મિનિટ કર્યો*
અમદાવાદ એરપોર્ટ પર 1 એપ્રિલથી ફ્રી પિકઅપ-ડ્રોપનો ગાળો 10 મિનિટથી ઘટાડીને 5 મિનિટ કરવામાં આવ્યો હતો. જેને પગલે ખરેખર 5 મિનિટમાં સમાન ઉતારીને બહાર જઇ શકાય કે નહીં એ અંગેનું રિયાલિટી ચેક કર્યું હતું. આ રિયાલિટી ચેકમાં સામે આવ્યું હતું કે 500 મીટરના રોડ પર 1 સ્પીડબ્રેકર, 3 વળાંક પિક-અપ ડ્રોપ પોઈન્ટ પરનો ટ્રાફિક અને મુસાફરનો સામાન વગેરે અવરોધરૂપ બની શકે છે. ઇકો હોય કે ઓડી, કોઈપણ વાહન માટે આટલા સમયમાં બહાર નીકળવું અસંભવ હોવાનું સામે આવ્યું હતું. આ અહેવાલ પ્રકાશિત થયાના 24 કલાકમાં જ અદાણી ગ્રુપે ફ્રી પિકઅપ-ડ્રોપનો ગાળો ફરી વધારીને 10 મિનિટનો કર્યો છે. જે આજ મધરાતથી લાગુ થઈ જશે
********
*વટવામાં દારૂ વેચાતો વીડિયો વાઈરલ, લોકો ટોળે વળી પોટલી પીતા દેખાયા*
અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ વિસ્તરમાં દારૂ-જુગારની જગ્યાના વીડિયો વાયરલ થયાં છે. જેમાં માધુપુરા, દરિયાપુર બાદ હવે વટવા અને વટવા જીઆઈડીસીની આસપાસનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દારૂ વેંચતા અને પીતા લોકો દેખાઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા હવે ઉચ્ચ પોલીસ અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ ગુનેગારો સાથે જો કોઈ પોલીસકર્મીનું કનેકશન કે સબંધ નીકળશે તો તેની સામે પણ અલગ કાર્યવાહી કરવામાં આવશે.
*********
*વેક્સિન લીધી હોવાનું સર્ટિ.બતાવે તેને 10 ટકા ડિસ્કાઉન્ટ*
હાલ રાજ્ય તથા દેશના અનેક ભાગોમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળો નોંધાયો છે. જેને લઇને હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સતર્ક બન્યા છે અને કોરોનાને નાથવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. એક તરફ સરકાર દ્વારા કોરોનાની વેક્સિન વધુ લોકો સુધી પહોંચાડવા માટે વય મર્યાદા ઘટાડીને 45 વર્ષ કે, તેથી વધુ કરી દેવામાં આવી છે અને બીજી તરફ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે, ત્યારે વડોદરાના વેપારી દ્વારા વેક્સિનેસનને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી છે.
*********
*ગુજરાતનું એક અનોખુ મંદિર*
ગુજરાતમાં ભગવાનના મંદિર તમે જોયા હશે. પણ અમરેલી જિલ્લામાં આવેલ માનવ મંદિરમાં નવ વર્ષથી મનોરોગી માનવીની સેવા અર્ચના થાય છે. આ મંદિરના મહંત જણાવે છે કે મનોરોગીને પ્રેમ કરો મટી જશે. આ માનવ મંદિર સમગ્ર જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર બન્યુ છે.
*દર મહિને આશ્રમનો ખર્ચ સાડા ત્રણ લાખનો થાય છે*
અત્યાર સુધીમાં 85 મહિલાઓ સાજી થઈ સમાજ વચ્ચે પૂર્ણ જીવન સ્થાપી છે. અમરેલીના મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશી દર મહિનેઆ આશ્રમની મુલાકાતે પહોંચી મહિલાઓને તપાસી દવા આપી 5 વર્ષથી માનવ મંદિરની માનવી સેવા પુરી પાડી છે. અહીં દર મહિને આશ્રમનો ખર્ચ સાડા ત્રણ લાખનો થાય છે. પરંતુ અસ્તિત્વની કૃપા અને સેવાભાવી દાતાઓ દ્વારા મોટાભાગનો ખર્ચ ઉપાડે છે. મહત્વની વાતએ છે અહીં અલગ અલગ રાજ્ય પ્રદેશની મહિલાઓ પણ છે. સાથે કેટલીક મહિલાઓ એવી છે જે સાજી થઈ ગઈ છે. પરંતુ તેમનો પરિવાર સ્વીકારવા તૈયાર નથી. પરંતુ આ ગુજરાતનું એક એવું માનવ મંદિર કે જ્યાં માનવીની સેવા અર્ચના કરાય છે. જયારે આ ભગીરથ સેવાની સૌવ કોઈ બિરદાવી રહ્યાં છે
********
*ગઢડા ગોપીનાથજી મંદિરના ઘનશ્યામ વલ્લભસ્વામીને તડીપારની નોટિસ*
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યાવલ્લભસ્વામીને બોટાદ ડેપ્યુટી કલેકટરે ૬ જિલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ આપી છે.ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામવલ્લભસ્વામીને બોટાદ ડેપ્યુટી કલેકટરે ૬ જિલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ આપી છે. ૩૦૭ જેવા ગુન્હા અને અલગ અલગ ગુન્હામાં મદદગારી કરવા બદલ તડીપારની નોટીસ ફટકારવામાં આવી છે
*******
*ગુજરાતની સરહદો સીલ: પ્રવેશ માટે આરટી-પીસીઆર નેગેટિવ ફરજિયાત*
અમદાવાદ: એપ્રિલથી ગુજરાતની રાજસ્થાન- મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સરદહો સીલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ મુસાફરોને ટેસ્ટ કરીને જ રાજ્યમાં એન્ટ્રી આપવામાં આવશે. ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને સરકારે આ નિર્ણય કર્યો છે. બનાસકાંઠાને જોડતી રાજસ્થાનની ચાર બોર્ડર પર ફરજિયાત ટેસ્ટ કર્યા બાદ રિઝલ્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી અપાશે.
********
*મહાનગરપાલિકાના કમિશનર સામે ઍક્શન લેવાની માંગ*
મુંબઈ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ દુર્ઘટનાની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિ નિયુક્ત કરવાની માગણી કરી હતી ભાડુપ વેસ્ટના ડ્રીમ્સ મૉલમાં આગની ઘટનાની ન્યાયતંત્રીય તપાસ કરાવવાની માગણી મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી. સ્થાયી સમિતિના સભ્યોએ હાલના મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલ અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશી સામે પગલા લેવાની પણ માગણી કરી હતી.
*******
*મુંબઈનું ‌ આખું હીરા બજાર સુરત શિફ્ટ થશે?*
મુંબઈ માર્કેટમાં વાઇરલ થયેલા મેસેજ બાદ બીડીબીને આ બાબતે પૂછતા તેમનું કહેવું છે કે આખું માર્કેટ નહીં પણ પચીસેક ટકા થઈ શકે. જોકે એમાં કોઈને નુકસાન નહીં થાયબાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ભારત ડાયમન્ડ બુર્સ બીડીબીમાં આવેલા મુંબઈના હીરાબજારના વેપારીઓ હવે સુરતમાં સુરત ડાયમન્ડ બુર્સ ખાતે સ્થળાતર કરશે એવી હવા બીકેસીના બીડીબીમાં થોડા વખતથી ચાલી રહી હતી. જોકે જો વેપારીઓ સુરત જાય તો તેમને કેટલી તકલીફ પડી શકે એ બાબતને ઉજાગર કરતો એક મેસેજ માર્કેટમાં બહુ જ વાઇરલ થયો હતો.
********
*હમશકલ ટ્‍‍‍વિન્સ બહેનો હમશકલ જોડિયા ભાઈઓને પરણી*
નવી દિલ્હી અમેરિકાના વર્જિનિયામાં બ્રિટની ડિયેન અને બ્રિયાના ડિયેન જોડિયા હમશકલ બહેનો છે. એ બહેનો જોડિયા હમશકલ ભાઈઓ જોશ સ્લેયર્સ અને જેરેમી સ્લેયર્સને પરણી છે. બન્ને દંપતીની ઉંમર ૩૩ વર્ષની આસપાસ છે. ચારેય જણ એક જ ઘરમાં રહે છે. ગયા વર્ષે બ્રિટની અને બ્રિયાના બન્ને ગર્ભવતી થઈ હતી.
********
*પાકિસ્તાનમાં સિંધી પત્રકાર અજય લાલવાણીની ગોળી મારી હત્યા*
નવી દિલ્હી અજય લાલવાની એક સ્થાનિક ન્યુઝ ચૅનલ અને ઉર્દૂ ભાષાના સમાચાર પત્ર ડેઈલી પુચાનોના રિપોર્ટર હતા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ પત્રકાર અજય લાલવાનીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અજય લાલવાની વાળ કપાવી રહ્યો હતો તે સમયે બે બાઈક અને એક ગાડીમાં આવેલા હુમલા ખોરોએ આડેધડ ગોળીઓ ચલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો
*******
*વડોદરા કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર દૂર કરે*
વડોદરા: મેયરની ઓફિસ બહાર આવેદનપત્ર ચોંટાડયું ભ્રષ્ટાચારની પોલ ખોલવા કોર્ટના દ્વાર ખખડાવશે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેર ભાજપ સંગઠન દ્વારા વિરોધ પક્ષ કોંગ્રેસને માન્યતા નહીં આપવાનો નિર્ણય લેવાયો તેમાં શહેર ભાજપે વડોદરામાં વિરોધ પક્ષનો ભ્રષ્યાચાર ઉજાગર થતો રહ્યો છે, તેવું નિવેદનમાં ટાંકતા કોંગ્રેસે કોર્પોરેશન ખાતે મોરચા સ્વરૃપે જઇ ઘેરાબંધી કરી હતી. ‘ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર દૂર કરો’ તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા
*********
*સુરતની ટેક્સટાઇલ માર્કેટો શનિ-રવિવારે બંધ રાખવા આદેશ*
સુરતમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધતા આગામી શનિવાર અને રવિવારે પણ શહેરની તમામ ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવાનો મ્યુનિ.એ નિર્ણય કર્યો છે. તંત્રએ ફોસ્ટાને જાણ કરીને વીક એન્ડમાં માર્કેટ બંધ રાખવાની સુચના આપી છે.સુરતનું ઓળખ એવા કપડા બજારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.
*??thaend??*

TejGujarati