ગુજરાત સરકાર લાવી લવ જેહાદનો કડક કાયદો. 5 વર્ષ સુધીની સજા અને 2 લાખ સુધીના દંડની જોગવાઈ. જો કોઇ સંગઠનો આ કાર્યમાં સામેલ હોય તો દરેકને 10 વર્ષની કેદ ઉપરાંત દરેકને 5 – 5 લાખનો દંડ.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ બિલ રજૂ કર્યુ છે. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. જેથી સરકારે આખરે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કર્યું છે. બિલ રજૂ કરતાં તેમણે કહયું કે મારા જીવનમાં સૌથી મહત્વનુ બિલ રજૂ કરવાની મને તક મળી છે. તેમણે કહ્યું કે હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટતા સમાન માને છે. દીકરીઓને કસાઈ ના હાથે ન જવા દેવાય. જેહાદીઓ ના હાથે હિન્દૂ દીકરી ન જાય તે માટે આ કડક કાયદો લાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે દીકરીઓને હેરાન કરનારને સરકાર ક્યારે છોડશે નહીં. લવ જે આજ પછી યુવતીઓનો આતંકી પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોય છે માટે વિધાનસભામાં ૧૦ કલાકની ચર્ચા પછી લવજેહાદનો કાયદો થયો પસાર

TejGujarati