આજના મુખ્ય સમાચારો. – વિનોદ મેઘાણી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

આજના મુખ્ય સમાચારો*

*dete*
0️⃣2️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*સરકાર લાવી લવ જેહાદનો કડક કાયદો*
*5 વર્ષ સુધીની સજા અને 2 લાખ સુધીના દંડની જોગવાઈ*
ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ બિલ રજૂ કર્યુ છે. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. જેથી સરકારે આખરે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કર્યું છે. બિલ રજૂ કરતાં તેમણે કહયું કે મારા જીવનમાં સૌથી મહત્વનુ બિલ રજૂ કરવાની મને તક મળી છે. તેમણે કહ્યું કે હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટતા સમાન માને છે. દીકરીઓને કસાઈ ના હાથે ન જવા દેવાય. જેહાદીઓ ના હાથે હિન્દૂ દીકરી ન જાય તે માટે આ કડક કાયદો લાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે દીકરીઓને હેરાન કરનારને સરકાર ક્યારે છોડશે નહીં.
*********
*ઈમરાન ખેડાવાલાએ બિલ ફાડ્યું, પછી માફી માંગી*
આ સુધારા વિધેયકને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું. બિલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ ઈમરાન ખેડાવાલાએ ગૃહમાં દિલીગીરી વ્યક્ત કરતાં કહ્યું મારા સમાજને ટાર્ગેટ બનાવવામાં આવતો હતો જે યોગ્ય ન હતું. પરેશ ધાનાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે હું નખશીખ હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. પરંતુ મુઠ્ઠી ભર લોકો અયોધ્યામાં તમે માથું નમાવો તો જ હિન્દુ હોવાનું સર્ટીફિકેટ વહેંચવા નીકળ્યા છે. અમને તેનો વિરોધ છે.
*********
*પરિસ્થિતિ કફોડી, ઘર ચલાવવા અમદાવાદના સ્કૂલવાન ચાલકોએ 200 સ્કૂલવાન વેચી*
એક વર્ષથી સમગ્ર દુનિયામાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે અનેક નોકરી-ધંધા ભાંગી પડ્યા છે. કોરોનાને કારણે રાજ્યમાં પણ સ્કૂલો માંડ શરૂ થઈ હતી ત્યાં ફરી બંધ કરવાનો વારો આવ્યો છે. આમ એક વર્ષથી સ્કૂલો બંધ હોવાથી સ્કૂલ વર્ધીના વાહન ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. વાહન ચાલકો છેલ્લા 1 વર્ષથી બેરોજગાર છે. આ વ્યવસાયમાં 25 થી 70ના વયજૂથના અનેક લોકો જોડાયેલા છે. તેઓને હાલ ઘર ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે. જેથી તેમણે સરકાર પાસે મદદ માંગી છે.
*******
*આઈસ ગોલાની આડમાં દેશી દારૂનું વેચાણ*
જૂનાગઢના ભેંસાણ તાલુકાના ભાટ ગામમાં બરફ ગોલા વેચવા આવેલા એક શખ્સ પાસેથી મહિલાઓએ દેશી દારૂ પકડી પોલીસને કરવાની થતી કામગીરી કરી હતી. મહિલાઓએ બરફ ગોલા વેંચવાની આડમાં દેશી દારૂ વેંચાતો હોવાની ફરિયાદ કરી આ મામલે પોલીસ કડક કાર્યવાહી કરે એવી માંગણી કરી હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તો બીજી તરફ પોલીસ કાર્યવાહી પણ શરૂ થઈ હોવાનું જાણવા મળેલ છે.
*********
*ચોટીલામાં રોપ-વે પ્રવાસનને વેગ આપશે*
સુરેન્દ્રનગર જીલ્લામાં ચામુંડા માતાજીનો ડુંગર અને મંદિર અતિ પ્રાચીન છે. દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ મુંડ વિનાશિની ચામુંડા કહેવાયા. ચોટીલા ડુંગર પર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર પર ચઢવા પગથીયા નહોતા તો પણ શ્રધ્ધાળુઓ આસ્થાભેર માતાજીના દર્શન કરવા આવતા હતા.
********
*ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 233 ફોર્મ ભરાયા*
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગઈકાલે મોડા મોડા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આજે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ગાંધીનગર કલેકટર કચેરીએ ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા જેમાં ઉમેદવારોને સ્થળ પરજ પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા.જેમાં સૌથી વધુ વોર્ડ નંબર 6 માં 26 અને સૌથી ઓછા વોર્ડ નંબર 7 માં 14 ઉમેદારોએ ફોર્મ ભર્યા હતા.
********
*સી.આર.પાટીલના પૂતળાદહન સ્વરૂપે બેનર સળગાવ્યું*
નવસારી શહેરમાં આમ આદમી પાર્ટીએ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે પાલિકાની ચૂંટણીમાં મરણીયો પ્રયાસ કર્યો હતો. પણ તેમને સફળતા મળી ન હતી. સાથે વિવિધ મુદ્દાઓ પર આવેદન સહિત અનેક કાર્યક્રમો આપી રહી છે. ત્યારે સુરત મનપાનું બજેટ ઓફલાઈન ચલાવવાના વિરોધમાં વિરોધ પક્ષના નેતા તેમજ આપ કાર્યકતાઓ પર પોલીસ સાર્જન્ટ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું હતું તેના વિરોધમાં નવસારીમાં પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીએ સાંસદ સી.આર. પાટીલના પૂતળાદહનના કાર્યક્રમનું આયોજન તો કર્યું પણ ગ્રામ્ય પોલીસ ધરપકડ કરશે તેને લઈને પાટીલના બેનર સળગાવીને મન મનાવ્યું હતું
********
*પોલીસને 10 લાખના ઈનામની જાહેરાત*
વલસાડ જિલ્લાના ઉમરગામના બિલ્ડર જીતુ પટેલના અપહરણ કેસના ડિટેક્શનની ચર્ચા વિધાનસભામાં થઈ હતી. વલસાડ પોલીસે અપહરણકારોને એકપણ રૂપિયો આપ્યા વગર ભોગ બનનારને મુક્ત કરાવી આરોપીઓને ઝડપી પાડવા બાદલ વિધાનસભામાં તમામ ધારાસભ્યોએ વલસાડ પોલીસની સુંદર કામગીરીને વધાવી લીધી હતી. જે માટે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્ય મંત્રીએ વલસાડ પોલીસને રૂ.10 લાખના ઈનામની જાહેરાત કરી છે. ગૃહના સ્પીકરે વલસાડ એસપીની પીઠ થાબથબાવી આ સંપૂર્ણ ઓપરેશન ઉપર ફિલ્મ બનાવવા પણ સજેશન આપ્યું હતું. વલસાડ જિલ્લાના ઉમરગામમાં બિલ્ડરનું અપહરણ કરી 30 કરોડની ખંડણી માગવાના કેસમાં પોલીસે સરાહનિય કામગીરી કરી હતી
*********
*પોરબંદર-રાજકોટ વચ્ચે 4 એપ્રિલથી દરરોજ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન દોડતી થશે*
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને માંગને પહોંચી વળવા પોરબંદર-રાજકોટ-પોરબંદર વિશેષ એક્સપ્રેસ ટ્રેન (09574/09573) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 04 એપ્રિલ, 2021 થી દરરોજ દોડશે. આ વિશેષ ટ્રેનનું ભાડુ મેઇલ / એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વેટ ટિકિટ જેટલું હશે.
ટ્રેન નંબર 09574/09573 પોરબંદર – રાજકોટ – પોરબંદર દૈનિક અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન નંબર 09573 રાજકોટ-પોરબંદર દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ રાજકોટથી દરરોજ સવારે 07.00 વાગ્યે ઉપડશે અને 11.35 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન આગળની સૂચના સુધી 04 એપ્રિલ 2021 થી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09574 પોરબંદર-રાજકોટ દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ પોરબંદરથી 14.30 વાગ્યે ઉપડશે અને 18.40 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 04 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે.
આ ટ્રેન રાણાવાવ, વાંસજળીયા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર અને ગોંડલ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. એન્જિનિયરિંગના કામને કારણે ભક્તિનગર સ્ટેશનનું સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ્દ કરવામાં આવ્યું છે.
**********
*સેન્ટ્રલ મોલના 17 કર્મચારીઓ કોરોના પોઝિટિવ*
મોલ બંધ કરાયો સુરતમાં કોરોનાના કેસ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે. પીપલોદ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં 17 કેસ કોરોના પોઝિટિવ આવતા મોલને બંધ કરાયો છે. આ અંગે સેન્ટ્રલ મોલના મેનેજર નિકુંજભાઈએ કહ્યું કે, ગઈકાલે તમામ કર્મચારીઓનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 17 પોઝિટિવ આવતાં મોલને નોટિસ અપાઈ છે. 10 દિવસ બંધ રાખી તમામ સુવિધા ઉભી કર્યા બાદ મોલને ફરીથી શરૂ કરીશું.
*********
*યુનિવર્સિટીના કૌભાંડમાં સંડોવાયેલા કુલપતિ ને છોડવામાં નહીં આવેઃ મુખ્યમંત્રી*
ઉત્તર ગુજરાત ઉત્તરવહીકૌભાંડ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલાવાની માહિતી બહાર આવી છે. રાજ્ય સરકારે એની ગંભીરતા લીધી છે. પંકજ કુમાર જેવા સિનિયર અધિકારીને તાત્કાલિક તપાસ અને રિપોર્ટ આપવા માટે સૂચના આપવામાં આવી છે. કોઇપણ ચમરબંધીને સરકાર છોડશે નહીં. શિક્ષણ એક પવિત્ર વસ્તુ છે. જે કોઇએ પણ આમાં ગરબડ કરી હશે, રિપોર્ટના અંતે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરાશે, પછી એ વાઇસ-ચાન્સેલર હોય કે કોઇ સેનેટ સભ્ય હશે, કોઇ પ્રાધ્યાપક હશે કે કોઇ અન્ય માણસ હશે, કોઇપણ રાજકીય પક્ષનો હશે, કોઇને પણ સરકાર છોડશે નહીં.
*********
*સુરત કોર્ટમાં વેકસીનેશન ટેસ્ટનું આયોજન હાથ ધરાયુ*
સુરત 45 વર્ષથી વધુ વયના વકીલોને વેકસીનેશનનો પ્રથમ ડોઝ લેવા ટોકન નંબર મેળવવા બાર એસો.નો અનુરોધ કોર્ટ બિલ્ડીંગના દશમા માળે કોન્ફરન્સ હોલમાં રસીકરણ હાથ ધરાશેસુરત કોર્ટમાં ફીઝીકલ કાર્યવાહી શરૃ થયાના એક મહીનો પણ પુરો નથી થયો ત્યાં કોરાના સંક્રમણના કેસોમાં વધારો નોંધાતા વેકસીનેશનના પ્રથમ ડોઝ તથા કોરાના પોઝીટીવના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે.ચેક રીટર્ન કેસોની ખાસ અદાલતનો સમગ્ર સ્ટાફનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તે કોર્ટ હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી છે.
*******
*કોલેજોમાં પ્રવેશ માટે ૧૫ ટકા બેઠકો નેશનલ કવોટાંથી ભરાશે*
અમદાવાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપથી કોલેજોમાં પ્રવેશ માટે હવે ૧૫ ટકા બેઠકો નેશનલ કોટાથી ભરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વ્યાવસાયિક તબીબી શેક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં હાલ સો ટકા ગુજરાતી વિદ્યાર્થીઓને જ મેરીટના ધોરણે આ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે.પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હવે મેડિકલ કોલેજની તમામ શાખાઓમાં જે રીતે 15% નેશનલ કોટા થી પ્રવેશ અપાય છે. તે જ રીતે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોમા ૧૫ ટકા બેઠકો પર નેશનલ કોટાથી ભરવાનો નિયમ લાગુ કર્યો છે
*********
*નિર્ણય મોકૂફ: પગાર કાપવાનો નિયમ લાગુ થશે નહીં*
નવી દિલ્હી આ પરિવર્તન મોકૂફ રાખવા પાછળનું કારણ રાજ્યોની અધૂરી તૈયારી તેમજ વર્તમાન પરિસ્થિતિ છે. કોરોના વાયરસ રોગચાળા વચ્ચે લોકોને રોકડની જરૂર હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર સૂચના જારી કરવામાં આવી નથી.કેન્દ્ર સરકાર દ્વારા પહેલી એપ્રિલથી પગારના બંધારણમાં પરિવર્તન મુલતવી રાખવામાં આવ્યું છે.
*********
*અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ સિટીના રંગે રંગાયું*
અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. એલઇડી થીમ આધારિત લાઇટિંગથી સમગ્ર રેલવે સ્ટેશન રેશનીથી ઝળહળી રહ્યું છે. વાર-તહેવાર કે કોઇ પ્રસંગે જે પ્રકારનું લાઇટિંગ કરવું હશે તે હવે શક્ય બનશે. અમદાવાદ શહેરના તમામ જોવાલાયક સ્થળોના ચિત્રો પણ રેલવે સ્ટેશનની દિવાલો પર મંત્રમુગ્ધ કરી મુકે તે રીતે અંકિત કરી દેવાયા છે. સુવિધાની દ્રષ્ટિએ પણ તમામ સવલતો ઉપલબ્ધ કરાવાઇ છે
*********
*મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો*
અમદાવાદ પાવર ઓફ એટર્ની પર મામલતદારની સહી કરાવવા માટે ઓપરેટરે લાંચની માંગણી કરી હતી સાગબારા મામલતદાર કચેરીનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પાવર ઓફ એટર્નીના કાગળ તૈયાર કરી તેના પર મામલતદારની સહી કરાવવાના બદલામાં ૨૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
*********
*અતુલ વેકરીયા સામે સેશન્સ ટ્રાયેબલ ગુનાની કલમ ઉમેરવા મંજુરી*
સુરત વેસુમાં સાપરાધ મનુષ્ય વધ થતા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના ગુનાની કલમનો ઉમેરવાના રિપોર્ટને કોર્ટે મંજુર કરતા અતુલ બેકરીના સંચાલકની ફરી ધરપકડ થશે સુરતવેસુમાં એસયુવી હેઠળ યુવતીના મોતની ઘટના અતુલ વેકરીયા સામે સેશન્સ ટ્રાયેબલ ગુનાની કલમનો ઉમેરો કરવા કોર્ટની મંજુરીવેસુ વિસ્તારના ચકચારી હીટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા અતુલ બેકરીના આરોપી માલિક અતુલ વેકરીયા વિરુધ્ધ સાપરાધ મનુષ્ય વધ તથા ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનાની કલમનો ઉમેરો કરતાં રિપોર્ટને કોર્ટે મંજુરી આપતાં આરોપી વિરુધ્ધ સેશન્સ ટ્રાયેબલ ગુનાની કલમ ઉમેરાતા ટ્રાયલ કોર્ટે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગતો સાંપડી છે
********
*વિરાર-ભરુચ સહિત અનરીઝર્વ મેમુ ટ્રેન શરૃ કરવા નિર્ણય*
સુરત, પશ્ચિમ રેલવેએ દક્ષિણ ગુજરાતથી બોરીવલીને સાંકળતી 6 દૈનિક સ્પેશિયલ અનારક્ષિત મેમુ તા. 6 ઠ્ઠીથી શરૃ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે રાજકોટ પોરબંદર વચ્ચે દૈનિક આરક્ષિત મેમુ ટ્રેન તા.4 એપ્રિલથી શરૃ કરવામાં આવશે.પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે વધુને વધુ અનારક્ષિત મેમુ ટ્રેનો શરૃ કરવા જઇ રહી છે.
********
*વિપક્ષની ત્રણ દરખાસ્ત શાસકોએ બહુમતીના જોરે ફગાવી*
સુરત મહાનગર પાલિકા કમિશ્નર દ્વારા પ્રજા સમક્ષ મુકાયેલા વર્ષ ૨૦૨૧-૨૨ ના ૬૬૦૫ કરોડના ડ્રાફટ બજેટને આજે પાલિકાની ઓનલાઇન સામાન્ય સભામાં બહુમતિથી મંજુરી પર મહોર મારી હતી. વિપક્ષી નેતા દ્વારા રજુ થયેલી ત્રણ દરખાસ્તોને બહુમતિના જોરે શાસકપક્ષે ફગાવી દીધી હતી.સુરત મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૧-૨૨ના ડ્રાફટ બજેટ પર ચર્ચા માટે યોજાયેલી ઓનલાઇન બજેટ સભાનો વિપક્ષે આરંભમાં જ વિરોધ કર્યો હતો.
*********
*માર્કેટ સાથે સંકળાયેલા 3.50 લાખ કારીગરો પૈકી 30 ટકા વતન રવાના*
સુરત,કાપડ બજારમાંના કટીંગ-ફોલ્ડીગ, પાર્સલ પેકિંગ અને ડિસ્પેચીગના કામકાજ સાથે સંકળાયેલો કારીગર મજૂર વર્ગ હોળી-ધૂળેટી પૂર્વે બહુ મોટી સંખ્યામાં પોતાના વતન ગયો છે. માર્કેટ સાથે અંદાજે 3.50 લાખ કારીગરો સંકળાયેલાં છે, જેમાંથી એક લાખથી વધુ કારીગરો સુરત છોડી ચૂક્યાં છે.સુરતમાં કોરોના સંક્રમણ વધ્યા પછી, ખાસ કરીને માર્કેટ વિસ્તારમાં પ્રશાસન દ્વારા કડકાઈથી ગાઇડ લાઇનનો અમલ શરૃ થયા પછી કારીગર અને મજૂર વર્ગમાં એક પ્રકારનો ડર ફરી વ્યાપી ગયો હતો અને તેને કારણે તેઓ વતન જવાનું શરૃ કર્યું હતું એમ પાર્સલ કોન્ટ્રાક્ટર ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું.
********
*ગૃહ પ્રધાન સામેના આક્ષેપોની તપાસ કરશે હાઇકોર્ટના નિવૃત્ત જજ*
મુંબઈ: ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે કરેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતી આચરવાના આક્ષેપોની તપાસ નિવૃત્ત જજ દ્વારા કરવાનો મહાવિકાસ આઘાડીએ નિર્ણય લીધાના એક અઠવાડિયા બાદ રાજ્ય સરકારે હાઇકોર્ટના નિવૃત્ત જજ કૈલાશ ઉત્તમચંદ ચાંદિવાલની આ પ્રકરણે તપાસ કરાવવા માટે નિમણૂક કરી હતી.
*??thaend??*

TejGujarati