*વિશ્વ ઉમિયાધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું જ ભારતનું મોટું પ્રવાસન ધામ બનશેઃ નીતિનભાઈ પટેલ*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

– વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નવનિર્મિત મધ્યસ્થ કાર્યલયનો શુભારંભ થયો.

– ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે કાર્યલયનો શુભારંભ.

જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયાધામ અમદાવાદના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ તા. 29/03/21ને ધુળેટીના શુભ દિને ગુજરાતના આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ્ હસ્તે, રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી તેમજ સંસ્થાના દાતાશ્રીઓ,હોદ્દેદારશ્રીઓ, સમયદાતાશ્રીઓ એવમ્ સંગઠનના સ્વયંસેવક મિત્રોની ઉપસ્થિતિમાં વિધિવત સંપન્ન થયો. આ શુભ અવસરે જગત જનની મા ઉમિયાના કૃપાપાત્ર બની શ્રી પરેશભાઈ પટેલે રૂપિયા 1 કરોડનું માતબાર દાન આપી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટિનિયમ દાતા ટ્રસ્ટી બન્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મધ્યસ્થ કાર્યલય શુભ પ્રસંગે વાત કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે વિશ્વનું સૌથી ઊંચું જગત જનની મા ઉમિયાનું ધામ વિશ્વ ઉમિયાધામ મંદિર ગુજરાત અને ભારતનું અગ્રગણ્ય પ્રવાસન ક્ષેત્ર બનશે. વધુમાં તેમણે કહ્યું કે વિશ્વ ઉમિયાધામ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેવું ભારતનું મોટું પ્રવાસન ધામ બનશે. અહીં વિશ્વભરના લાખો લોકો મા ઉમિયાના દર્શનાર્થે આવશે. વિશ્વઉમિયાધામ પરિષર વિશ્વના પ્રવાસીઓ માટે પણ મહત્વનું ફરવાનું સ્થળ બનશે. ન માત્ર પ્રવાસન સ્થળ પરંતુ વિશ્વઉમિયાધામએ પાટીદાર સમાજની એકતાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર બનશે.

આપ સૌ મીડિયા મિત્રોને આપના ન્યુઝ પેપરમાં પ્રેસનોટ પ્રકાસિત કરવા વિનંતી.

આપ સૌનો આભારી*
*ધવલ માકડિયા*
*કન્વીનરશ્રી, મીડિયા કમીટી*
*વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન*
*મો.9428158109*

TejGujarati