ફાગણ. – વિજયસિંહ ચાવડા.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ફાગણ

ફાટ ફાટ ફાગણનાં ફુટ્યાં છે ફૂલ

આ ફાગણ ફોર્યો અંગે અંગમાં

કેસુડા રંગે રંગાઈ જઈએ હવે

વાસંતી વાયરાનાં સંગમાં.

મોકળા મને તમે આવો તો આમ

મન મૂકી રમીએ ગલાલ

મોકો મળે તો વળી પૂછી લઈએ

પેલો અનુત્તર રહેલો સવાલ

આભલામાં આલેખી ટહૂકાનું ગાન

કંઈક અદકેરું છલકે ઉમંગમાં

ડાળીએથી કુંપળનું ફુટેલું રૂપ

જાણે નવોઢાએ સજ્યા શણગાર

કુણેરા પાન પાન નજરાતું નામ

એમાં ઘુંટી આંખલડી મોઝાર

આપીને પામવાનો એ જ આનંદ ખરો

ભલે હારી જવાતું આ જંગમાં.

– વિજયસિંહ ચાવડા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •