કાલિદાસ એકમાત્ર વિશ્વ સાહિત્યના સર્જક હશે કે જેમના જીવન પર જ અસંખ્ય કથાઓ હશે. – દેવલ શાસ્ત્રી

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

કાલિદાસ એકમાત્ર વિશ્વ સાહિત્યના સર્જક હશે કે જેમના જીવન પર જ અસંખ્ય કથાઓ હશે. વિક્રમ રાજાની પુત્રીને જ્ઞાની હોવાનું અભિમાન હતું. આ અભિમાનથી નારાજ ગુરૂ એ તેના લગ્ન એક મૂરખ ગાય સાચવનાર સાથે કરાવ્યા. રાજકુમારીને મુરખ વ્યક્તિ વિશે ખબર પડતાં ઠપકો આપ્યો અને એ મૂરખ કાલીમાતાની ઉપાસના કરી વિદ્વાન બન્યો, કાલિદાસ બન્યો….એક કથા મુજબ તો બ્રાહ્મણ બાળક કાલિદાસ ગોપાલકો સાથે મોટો થયો. જે ડાળીએ બેસે એને જ કાપે તેવો….રાજાની દિકરી સાથે મંત્રી એ કપટ કરીને લગ્ન કરાવ્યું. મૂર્ખ વ્યક્તિ તો ખબર પડી જ જાય અને રાજકુમારી એ સવાલ કર્યો કે, અસ્તિ કશ્વિત્ વાગ્વિશેષ: તારી ભાષામાં કોઈ ખાસ વાત છે? મતલબ કે દુનિયાદારીની સમજદારી છે?… કાલિદાસને લાગી આવતા મા કાલીની આરાધના કરીને અસ્તિ શબ્દથી કુમારસંભવ, કશ્વિત્થી મેઘદૂત અને વાગ્થી રઘુવંશ કાવ્યો રચ્યાં. એક વાર્તા મુજબ, મૂરખ કાલિદાસ પત્નીના ઠપકાઓથી ત્રાસીને કાલીમાતાના મંદિરમાં દરવાજો બંધ કરીને બેસી ગયાં. કાલીમાતા પરત આવતા તેમણે પૂછ્યું કે અંદર કોણ છે, તો કાલિદાસે સામો પ્રશ્ન પૂછ્યો કે બહાર કોણ છે? બહારથી કાલીમાતાએ કહ્યું કે હું તો સ્વયં કાલી છું, પણ તું કોણ છે?…અંદરથી જવાબ આપ્યો કે હું કાલિદાસ છું… મા આ જવાબ સાંભળી ખૂશ થયા અને કાલિદાસને વિદ્વાન બનાવ્યાં. કાલીમાતાના બે ભક્તોએ સાહિત્ય અને ધર્મ પરાયણતા સાથે આધુનિકતામાં અનેરું સ્થાન મેળવ્યું છે. એક સ્વયં કાલિદાસ અને બીજા રામકૃષ્ણ પરમહંસમના પ્રિય શિષ્ય એવા કાલીભક્ત સ્વામી વિવેકાનંદ… કાલિદાસ અને વિવેકાનંદ આધુનિકતાના પ્રણેતા હોવું એ એક યોગાનુયોગ છે. Deval Shastri?

TejGujarati