ફાગણ આયો, હો ફાગણ આયો રંગરંગીલો, હે રંગરંગીલો ફાગણ આયો, ફાગણ આયો, હો ફાગણ આયો. – પૂજન મજમુદાર.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ફાગણ આયો, હો ફાગણ આયો
રંગરંગીલો, હે રંગરંગીલો ફાગણ આયો,
ફાગણ આયો, હો ફાગણ આયો

લાવ એક વાત તારા કાનમાં કહી દઉં
આખું આ આભ તારા નામે કરી દઉં
હૈયાનાં રંગ તારા, આભમાં છવાયાં ને
મારી ધરતી પર તારા પ્રેમનો છાંયો,
ફાગણ આયો, હો ફાગણ આયો

લાલ પીળા રંગનો છે આવ્યો જમાનો
લીલા કેસરિયાનો છે ખુલ્યો ખજાનો
એક હાથમાં હાથ તારો બીજામાં છે રંગ
રંગી તુજને આજ મેં તો રાગ કસુંબલ ગાયો,
ફાગણ આયો, હો ફાગણ આયો

પૂજન મજમુદાર ૨૬/૦૩/૨૦૨૧

TejGujarati