પ્રેમ કહાની ……….
??????તારા એ આંખના ઉલાળે…!
પ્રેમકહાણી તેજ વહેતી થઇ ગઈ ….!
જોને ,નજરથી નજર મળીને જાણે ….
અધરો પર સ્પર્શની લાલી રંગાઈ ગઈ …!
મુલાકાત ખીલે છે રાતનાં શમણે ….
આંખ સ્નેહના જળથી પાણી પાણી થઇ ગઈ …!
ખેંચાણ તારા સહેવાસનું ઝીલું દર્પણે …
તાવીઝ બાંધવાની વાત પુરાણી થઇ ગઈ …!
હૃદય ભીંજવીને ઝાકળ થયો તું જાણે …
સ્મિતની અદા જોને મારકણી થઇ ગઈ ….!!
-બીના પટેલ ?