આજના મુખ્ય સમાચારો*
*dete*
2️⃣8️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*આજે શુભ યોગમાં હોળિકા દહન થશે*
આજે સાંજે હોળિકા દહન સમયે ભદ્રા રહેશે નહીં ફાગણ મહિનાની પૂર્ણિમા છે. રાતે હોળિકા દહન કરવામાં આવશે. તે પછી બીજા દિવસે એટલે 29 માર્ચના રોજ ધૂળેટી રમવામાં આવશે. આ વર્ષે હોળિકા દહન સમયે ભદ્રા રહેશે નહીં. ભદ્રા બપોરે લગભગ 1.35 સુધી જ રહેશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ પણ રહેશે. સાંજે 6 વાગ્યા સુધી ઉત્તરા ભદ્રાપદ નક્ષત્ર અને તે પછી હસ્ત નક્ષત્ર રહેશે. આ નક્ષત્ર હોવાથી મિત્ર અને માનસ નામના શુભ યોગ પણ બની રહ્યા છે.દર મહિનાની પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી જોઇએ અથવા વાંચવી જોઇએ
*********
*અંબાજી, મંદિરમાં ભક્તો ફાગણી પુનમે દર્શનનો લ્હાવો મેળવી શકશે*
અંબાજીમાં માં અંબાના ચાચરચોકમાં ધુળેટીના દિવસે ફૂલો દ્વારા હોળી ધુળેટી યોજાય છે. જોકે, દર વર્ષની જેમ આ વખતે હોળી નહીં ખેલાય. કોરોના મહામારીને ધ્યાને લઇ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ ફુલહોડ હોળી બંધ રાખવામાં આવી છે. જોકે, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો માના દર્શન કરી શકશે.
********
*ગુજરાતમાં ખેડૂત આંદોલનના મંડાણ*
26મી માર્ચે અમદાવાદમાં સંયુક્ત કિસાન મોરચાના આગેવાનો ભેગા થયા હતા અને ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનને વેગ આપવા ચર્ચા કરી રહ્યા હતા. ખેડૂત આગેવાનો દ્વારા આગામી સમયમાં રાકેશ ટિકૈત ગુજરાત આવે અને ખેડૂત આંદોલનને વાચા આપે તે અંગે પણ ચર્ચા થઈ રહી હતી. તે દરમિયાન અચાનક જ પોલીસે સ્થળ પર પહોંચીને ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી. જેના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
********
*બંગાળમાં હિંસા વચ્ચે રેકોર્ડ બ્રેક 79.79% અને આસામમાં 72.30% વોટિંગ*
આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં સાંજના 5 વાગ્યા સુધીમાં ક્રમશ: 71.62 ટકા અને 77.99 ટકા મતદાન નોંધાયુ છે. આ જાણકારી ચૂંટણી પંચ તરફથી આપવામાં આવી છે.પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. પહેલા તબક્કાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે અને અંદાજે સરેરાશ 70% મતદાન થયું છે. બંગાળની 30 વિધાનસભા બેઠકો માટે તો આસામની 47 બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ હતી.
**********
*ગ્રાહક પરેશાન, બેંક નાકામ*
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આવી 40 બેંકોની સૂચિ બનાવી છે જે ગ્રાહકોને પરેશાન કરતા SMS રોકવામાં નિષ્ફળ ગઈ છે. આ બેંકોમાં એસબીઆઇ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે. TRAYએ કહ્યું કે આ બેંકોએ ગ્રાહકોને હેરાન કરનારા મેસેજો બચાવવા માટે કોઈ વિશેષ પગલાં ભરી રહી નથી. આ માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે.
*******
*પાટણ યુનિવર્સીટી ફરી વિવાદમાં*
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ફરી એક વાર વિવાદમાં આવી છે. કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમા સપ્લીમેન્ટરી કોરી મૂકી અધ્યાપક દ્વારા સપ્લીમેન્ટરી લખાવી હોવાનો આક્ષેપ કરાયો હતો.જો કે આ સપ્લીમેન્ટરી કઇ સાલની પરીક્ષાની છે તે અંગે સ્પષ્ટ માહિતી કોઇની પાસે નથી. આ વીડિયો જુનો હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે. જો કે જીએસટીવી આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. આ સપ્લીમેન્ટરી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
*********
*ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી, 23 ઉમેદવારોના નામ જાહેર*
એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તો આ વખતે 8 મહાનગરોની ચૂંટણીમાં આપની એન્ટ્રી બાદ હવે ગાંધીનગરમાં પણ આમઆદમી પાર્ટીની એન્ટ્રી થવા જય રહી છે.
********
*ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે 18 એપ્રિલે મતદાન થશે*
રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારની સેન્સ લેવાની પ્રકિયા હાથ ઘરવામાં આવી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 23 જેટલા ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી હતી. જો કે સુરતની જેમ ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીનો જાદુ ચાલશે કે નહી તે જોવું રહ્યું.
********
*ઉદયપુર બાંદ્રા એક્સપ્રેસમાં બ્રેક જામ દુર્ઘટના ટળી*
વાપીથી ટ્રેન નીકળી ગયા બાદ આગળનું સ્ટોપનું સિગ્નલ કરી ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. વાપી સ્ટેશન માસ્ટર, RPF અને ટેક્નિકલ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રેનને ચેક કરવામાં આવી હતી. જેમાં ટ્રેનના એક કોચના બ્રેક લાઈનર જામ થવાના કારણે ટ્રેનની નીચેથી ધુમાળો નીકળતા જોવા મળ્યો હતો. જેને લઈને રેલવેના ટેક્નિકલ સ્ટાફે તાત્કાલિક ટેક્નિકલ ફોલ્ટ દૂર કરી ટ્રેનને ચેક કરી સુરક્ષિત રીતે યાત્રીઓ સાથે ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
********
*ફરિયાદનું નિરાકરણ આંગળીના ટેરવે, મેયર ડેશ બોર્ડ શરૂ કરાશે*
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો.પ્રદીપ ડવે ગુજરાતમાં પ્રથમ પ્રયોગ કર્યો છે. જેમાં મુખ્યમંત્રીની જેમ લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મનપા કચેરીમાં મેયર ડેશ બોર્ડની રચના કરવામાં આવશે. રાજકોટ મનપાની અમુક સેવાઓ હવે લોકો ઘરે બેઠા જ આંગળીના ટેરવે ઉકેલી શકશે. એટલું જ નહીં લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેશ બોર્ડના જેતે કમિટીના સભ્યો ઉકેલ લાવશે.
*********
*સુરતની અતુલ બેકરીના માલિકે કાર અડફેટે 3 મોપેડ ઉલાળતા એકનું મોત* *વેકરિયાના નેતાઓ સાથેના સંબંધથી ભીનું સંકેલાવાની ચર્ચા*
સુરત વેસુ વિસ્તારમાં બેફામ રીતે ગાડી હંકારતા અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ બે થી ત્રણ મોપેડને અડફેટમાં લેતા એક મહિલાનું મોત નિપજયું હતું. તેમજ અન્ય ઘાયલ થયા હતાં. અક્સમાત બાદ અતુલ વેકરીયાએ પોતે ગાડી ન ચલાવતો હોવાની વાતો વહેતી કરી હતી. જો કે આજે તે નશાની હાલતમાં હતો કે કેમ તે અંગેની તપાસ પણ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. જો કે, અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ખૂબ જ ગાઢ સંબંધો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે નજીકના સંબંધ હોવાથી સમગ્ર કેસમાં ભીનું સંકેલાઇ જાય તેવી ચર્ચા શરૂ થઈ છે.
********
*શંકરસિંહ વાઘેલાએ ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક કરી*
કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે ધીરે ધીરે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે. જે અંતર્ગત આગામી ચાર અને પાંચ તારીખે ખેડૂત આંદોલનના આંદોલનકારી નેતા રાકેશ ટીકેત બનાસકાંઠામાં અંબા માતાજીના દર્શન કરી ગુજરાતમાં પણ આંદોલનની શરૂઆત કરવાના છે. જે આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાલનપુર આવ્યા હતા અને સ્થાનિક ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.
********
*540 માછીમારોને પાકિસ્તાનમાંથી મુક્ત કરાવો*
દરિયામાં માછીમારી કરતી વખતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ આસપાસથી પાકિસ્તાન મરીન દ્વારા ઝડપાયેલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ માછીમારોને છોડવાની વારંવારની રજૂઆતો પાકિસ્તાનની સરકારને કરવામાં આવે છે ત્યારે આજે રાજકોટમાં સાંસદ મોકરિયાએ પાકિસ્તાનની જેલમાં કેદ થયેલા ગુજરાતના માછીમારોને જેલ માંથી મુક્ત કરાવવા અંગે PM મોદીને પત્ર લખ્યો છે. જેમાં મોકરિયાએ માછીમારોનું મુક્તિ માંગ કરતા લખ્યું છે કે,540 માછીમારોને પાકિસ્તાનમાંથી મુક્ત કરાવો,1200 કરોડની કિંમતની બોટો પાકિસ્તાનમાં સડે છે.
*******
*ગેરકાયદે કુટણખાનું ઝડપાયું*
નરોડા વિસ્તારમાં ગેલેક્ષી સિનેમાની પાસે આવેલા નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં અલગ જગ્યાએથી યુવતીઓ લાવીને દેહ વેપાર કરતા રેકેટ પર પોલીસે દરોડો પડ્યો હતો. જ્યાં સ્પાના નામે ચાલતા અનૈતિક ધામમાં એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે. હાલ યુવતીઓને શોષણ કરવા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.એક મહિલા અને એક પુરુષની અટકાયત
********
*14 એપ્રીલ 2021થી મહુવા-સુરત ટ્રેન દૈનિક કરવા નિર્ણય*
દર બુધવારે ચાલતી મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેન આગામી 14 એપ્રીલ 2021થી દૈનિક દોડશે.મહુવા-સુરત ટ્રેન દૈનિક થતા આસપાસના શહેરોમાં વ્યવસાય સાથે સંકળાયેલ નવ જીલ્લાના યાત્રીઓને સિદ્ધો લાભ મળશે.ગઈ 3જી માર્ચે મોટા લીલીયા આવેલ વેસ્ટર્ન રેલવેના જીએમને કરવામાં આવેલ રજૂઆતને લક્ષમાં લેવાતા અઠવાડીયામાં એક દિવસ ચાલતી મહુવા-સુરત સુપર ફાસ્ટ ટ્રેન આગામી 14 એપ્રિલ થી દૈનિક ચલાવવા અંગે રેલ્વે મંત્રાલય તરફથી મંજુરી આપવામા આવેલ છે.
*******
*છોટાઉદેપુર: બોડેલીમાં કોરોના રસીકરણ કેન્દ્રની છત તૂટી*
છોટાઉદેપુર: ગુજરાતભરની અનેક શાળાઓમાં વૅક્સિન આપવામાં આવી રહી છે. બોડેલી તાલુકાના નાના અમાદરા પાસેના ગાંધીનગર પ્રાથમિક શાળામાં વૅક્સિનેશન કાર્યક્રમ દરમિયાન અચાનક ઓરડાની છત તૂટી પડી હતી. છતની નીચે સાત લાભાર્થી તથા વૅક્સિન આપનાર નર્સિંગ સ્ટાફ દબાયો હતો. બોડેલી તાલુકાના નાના અમાદરા પાસેના ગાંધીનગર પ્રાથમિક શાળામાં હાલ વૅક્સિનેશન કાર્યક્રમ ચાલુ છે. કોરોના રસીકરણનો રાખવામાં આવેલા કેમ્પમાં વૅક્સિનેશન ચાલુ હતું, ત્યારે અચાનક એક ઓરડાની છત તૂટી પડી હતી. આ સમયે રૂમમાં ૭ લાભાર્થીઓ વૅક્સિન લેવા આવ્યા હતા, તે તમામ છતની નીચે દબાયા હતા. તો સાથે જ વૅક્સિન આપનાર નર્સિંગ સ્ટાફ પણ છતની નીચે દબાઈ ગયો હતો. જોકે આ ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તમામને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, છત ફાઈબરની હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી.
********
*ડાકોરમાં લાલજી મહારાજની શોભાયાત્રામાં ચાર સામે ફરિયાદ*
અમદાવાદ: ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પોલીસ અને અધિકારીઓની હાજરીમાં જ ભાજપ અને કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ કોરોના ગાઇડ લાઇનનો ખૂલ્લેઆમ ભંગ કરતા હતા, પરંતુ તેમની સામે માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ભંગના ગુના નોંધવામાં આવ્યા નહોતા, પરંતુ યાત્રાધામ ડાકોરમાં એકાદશી નિમિત્તે શ્રી રણછોડરાય લાલજી મહારાજની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં કોવિડની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરતા ચાર ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી
*??thaend??*