ગુજરાત ની પ્રખ્યાત પિઝા ચેઈન કંપની પોમોઝ પિઝા ( પાટણ બ્રાન્ચ) નું પ્રમોશન

બિઝનેસ

ગુજરાત ની પ્રખ્યાત પિઝા ચેઈન કંપની પોમોઝ પિઝા ( પાટણ બ્રાન્ચ) ના પ્રમોશન માટે ગઈકાલ તા.૨૪/૩/૨૦૨૧ ના રોજ ગુજરાતી તથા હિંદી ફિલ્મ ના પ્રસિદ્ધ કલાકાર દબંગ ફેમ અમિત ધવન અને ક્રાઇમ પેટ્રોલ અને ગુજરાતી ફિલ્મ ની પ્રસિદ્ધ કલાકાર નિરાલી જોશી સ્પેશિયલ પાટણ ની મુલાકાત માટે આવ્યા હતા ..

પોમોઝ પિઝા પાટણ બ્રાન્ચ ના પ્રમોશન સાથે સાથે તેઓ એ પોમોઝ કંપની ના માલિક શ્રી રીતેષભાઈ વ્યાસ , નીરવભાઈ વ્યાસ , નવદીપભાઈ , ફાલ્ગુનભાઈ સાથે આપણા ગુજરાત જ નહીં પરંતુ ભારત ની ઐતિહાસિક વાવ એટલે કે આપણી રાણકી વાવ ( કે જેને આપણી ભારતીય બેંક એ ૨૦૧૮ માં નવી બહાર પડેલી ૧૦૦ રૂપિયા ની ચલની નોટ પર દર્શાવામાં આવી છે.) તેવી પ્રસિદ્ધ રાણકી વાવ ની મુલાકાત પણ લીધી હતી .

સાથે સાથે બ્રહ્મહ સેવી અને પોમોઝ પીઝા કંપની ના માલિક શ્રી રીતેષભાઈ વ્યાસ ના જણાવ્યા અનુસાર આવા કોરોના કાળ જેવા કપરા સમય માં પણ આપણા બ્રાહ્મણસમાજ ના લોકો અને પરપ્રાંતીય લોકો પણ પોમોઝ પિઝા ચેઇન માં સહભાગી બને અને જીવનમાં આગળ આવે તેવો પ્રયત્ન કરી રહ્યા છે

TejGujarati