આજના મુખ્ય સમાચાર. – વિનોદ મેઘાણી.*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આજના મુખ્ય સમાચારો*

2️⃣2️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*લોકડાઉન: નહીં થાય નહીં થાય નહીં થાય : CM રૂપાણી*
*લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી*
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ફરી એકવાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા આ આકરા પગલાં રોજિંદા જીવનમાં થોડી અગવડ ઊભી કરશે. જનતાને થોડું બંધિયાર મહેસૂસ થશે. પરંતુ, આ કરવું જરૂરી હતું. તેમણે ઉમેર્યું હતું કે જાહેર-જનતાને કોરોનામાં ઓછામાં ઓછી તકલીફ પડે, લોકોને હેરાન ન થવું પડે, ધંધા-રોજગાર પર અસર ન પડે એની ચિંતા આ સરકારે કરી છે અને આગળ પણ કરતી રહેવાની છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અગાઉ કોરોનાની લહેર દેશ સહિત ગુજરાતમાં હતી ત્યારે પણ આપણે આવા નિયંત્રણો લગાવવા પડ્યા હતા અને તે વખતે ગુજરાતની જનતાએ પૂરો સહકાર પણ આપ્યો જ હતો.
******
*માનવતા ની મહેક ડો. કેતન પટેલ*
દાહોદ નજીક આવેલ રાજસ્થાનના સરહદી વિસ્તારના સરેરાશ 40 વર્ષની વય ધરાવતા ગરીબ દંપતીની સારવારનું સંપૂર્ણ પેકેજ તબીબે માફ કરી માનવતા ભર્યો અભિગમ દર્શાવ્યો છે. લગ્નના 20 વર્ષ બાદ નિ:સંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થઈ હતી. જેની તમામ સારવાર તબીબ કેતન પટેલે માફ કરી હતી સારવારનું સંપૂર્ણ પેકેજ તબીબે માફ કરી માનવતાભર્યો અભિગમ દર્શાવ્યો છે.
*******
*નકલી ટેક્ષ પાવતીના કૌભાંડનો પર્દાફાશ*
પાલનપુરઆરટીઓ વિભાગ દ્વારા નકલી ટેક્ષ પાવતીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતી માલવાહક ટ્રકોને ખોટી ટેક્ષ પાવતી આપી સરકારના નામે નાણાં ઉઘરાવવામાં આવતા હતા સમગ્ર તપાસ અત્યારે પાલનપુર સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ચલાવી રહ્યા છે.
********
*દેશનું અનોખું રેલ્વે સ્ટેશન*
ટ્રેનમાં ગુજરાતમાંથી બેસવાનું અને ટિકિટ મહારાષ્ટ્રમાંથી લેવી પડે છે
નવાપુર રેલ્વે સ્ટેશન છે. રોડ માર્ગે આ રેલ્વે સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર છે. આને કારણે તેનો એક ભાગ ગુજરાતમાં અને એક ભાગ મહારાષ્ટ્રમાં છે. તે સુરત-ભુસાવલ લાઇન પર છે. જે દેશનું એક એવું રેલ્વે સ્ટેશન છે જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે. અડધું સ્ટેશન મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવે છે અને અડધું સ્ટેશન ગુજરાતના તાપી જિલ્લામાં આવે છે. આ સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રના વિભાજન પહેલા બનાવવામાં આવ્યું હતું અને વિભાજન પછી પણ આ સ્ટેશનમાં કોઈ ફેરફાર થયો ન હતો અને પરિણામએ આવ્યું કે હવે તે બંને રાજ્યોમાં સમાવેલું છે.
********
*ધારાસભ્ય ગોવિંદ પટેલનો બફાટ*
ભાજપના નેતાઓ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના કરેલા ભંગ મુદ્દે મીડિયાના સવાલ પર રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલનું નિવેદન સામે આવ્યું હતું. ચૂંટણીમાં નેતા-કાર્યકર્તાઓએ માસ્ક ન પહેરવા મુદ્દે ઉડાઉ જવાબ આપ્યો હતો કે, મહેનત-કાળી મજૂરી કરનારને કોરોના નથી થતો. ચૂંટણીમાં BJP નેતા-કાર્યકર્તાઓએ મજૂરી કરી હતી. BJPના નેતાઓએ કાળી મજૂરી કરી હોવાથી સંક્રમિત નથી થયા. ત્યારે આ ફાલતું બફાટ અને પ્રજાને સલાહ આપવાને બદલે આવા નેતાઓએ પહેલા નિયમો પાળવા જોઇએ.
*********
*ભાજપના કાઉન્સિલર ડી.કે.પટેલ સસ્પેન્ડ*
અમરેલી-સાવરકુંડલા ભાજપના કાઉન્સિલર ડી. કે. પટેલ ફરી વિવાદમાં સપડાયા છે. વિધવા મહિલા સાથે ડી. કે. પટેલે છેડતી કરી હોવાની ફરિયાદ થઇ છે. છેડતી અંગે વિધવા મહિલાએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તાજેતરની ચૂંટણીમાં ડી.કે.પટેલ ભાજપના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા છે. મહિલા પાસે બિભસ્ત માંગણી અંગે ડી.કે.પટેલનો ઓડિયો પણ વાઇરલ થયો છે. પ્રદેશ ભાજપની સૂચનાથી અમરેલી ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ ડી.કે.પટેલને સસ્પેન્ડ કર્યા છે.
******
*ધોરાજીમાં પાણીનો કકળાટ*
ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆતમાં ચેકડેમ અને નદી નાળાઓમાં પાણી ખાલીખમ થઈ ગયા છે. ચેકડેમ અને નદીના પાણી આધારિત ઉનાળુ પાકને પિયત આપતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
********
*અમદાવાદ અને સુરત કોંગ્રેસ શહેર પ્રમુખની નિમણુંક*
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંત પટેલે રાજીનામું આપ્યું છે. તો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ પણ રાજીનામું આપ્યું છે. નવા પ્રમુખની નિમણુંક ન થાય ત્યાં સુધી અમદાવાદમાં ચેતન રાવલને જવાબદારી સોંપાઈ છે. જયારે સુરતમાં નવા પ્રમુખ ન બને ત્યાં સુધી નૈષધ દેસાઈ જવાબદારી સંભાળશે.
*******
*શેલ્બી હોસ્પિટલમાં મેડિક્લેઇમ પાસ કરાવવા જતા ભાંડો ફૂટ્યો*
અમદાવાદ શહેરની શેલ્બી હોસ્પિટલમાં બીમારી વગર કોરોના પેશન્ટ બતાવીને મેડિક્લેઇમ પાસ કરાવવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલમાં કામ કરતા એક્ઝિક્યુટીવ અને મેડિક્લેઇમ વિભાગના આસિસ્ટન્ટ મેનેજરે વીમાની રકમ મેળવવા આ કાવતરું રચ્યું હતું અને કોરોના દર્દીની ડમી ફાઇલ બનાવી હતી. જો કે મેડીક્લેઇમ કંપનીની ઊંડી તપાસમાં ભાંડો ફૂટ્યો હતો.
********
*ડાકોર રણછોડરાયજીનું મંદિર 3 દિવસ રહેશે બંધ*
*આગામી તા. 27થી 29-3-21 સુધી હોળી મહોત્સવ પૂનમ દરમ્યાન પ્રવેશ પર પ્રતિબંધ*
ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં ચાલુ વર્ષે ફાગણી પૂનમ અને ધૂળેટીના દિવસે દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જો કે બંધ બારણે તમામ ધાર્મિક વિધિ અને મહોત્સવ સહિત સેવા પૂજન કાર્યક્રમો યોજાશે. નડિયાદ કલેક્ટર કચેરીએ થયેલી હોળી પૂનમની બંદોબસ્ત વ્યવસ્થા માટેની મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. આ દિવસોમાં દર્શન સમયમાં ફેરફાર કરીને સામાન્ય દિવસ મુજબનો જ નકકી કરવામાં આવ્યો છે. દર્શનાર્થી શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે.
********
*વલસાડમાં તિથલ બીચ કરાયો બંધ*
વલસાડમાં કોરોનાના કહેર વચ્ચે વલસાડનો તિથલનો દરિયાકિનારો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને સહેલાણીઓએ પરત ફરવું પડ્યું હતું. જિલ્લા બહારથી આવતા તમામ પર્યટકોને ચેકપોસ્ટ પર રોકી દેવામાં આવે છે. આવનાર તહેવારોને લઈને તિથલ બીચ હવે બંધ રહેશે. જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરના આદેશનું કડક રીતે પાલન કરવામાં આવ્યું.
********
*સુરતમાં અઠવા પેટ્રોલ પંપ પર 4 કર્મચારી પોઝિટિવ*
સુરતમાં અઠવા પેટ્રોલ પંપ પર 4 કર્મચારી પોઝિટિવ આવ્યા બાદ ફરીથી પેટ્રોલ પંપ શરૂ કરી દેવાતા વિવાદ ઉભો થયો છે. લોકોના ઘરમાં પોઝિટિવ આવે તો મહાનગર પાલિકા તંત્ર પેનલ લગાવીને ફરજિયાત 14 દિવસ કોરોંટાઈન કરે છે.પરંતુ પેટ્રોલ પંપમાં આ નિયમોનું પાલન કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નિવડયું છે. મહાનગરપાલિકાની આવી બેવડી નીતિ ને કારણે સુરતમાં સંક્રમણ વધવાની ભીતિ છે.
********
*હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે, ધૂળેટી નહીં રમી શકાય*
કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ ગુજરાત સરકારે રવિવાર તારીખ 20મી માર્ચે પણ ગુજરાત ભરમાં આવેલા 2500થી વધુ કેન્દ્રોમાં કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે રવિવારે રસી-વેક્સિન આપવાની કામગીરી બંધ રાખવામાં આવે છે.
********
*30થી વધુ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ*
સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં એક સાથે 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવતા સ્કૂલ અને છાત્રાલયના 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. 39 કેસ પોઝીટીવ નોધાતા આરોગ્ય વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે.
********
*રિક્ષાચાલક વધુ ભાડુ વસૂલે તો કરો કોલ*
રાજ્યમાં જીવલેણ અને ઘાતક કોરોનાની પરિસ્થિતિ વકરતાં શહેરમાં બીઆરટીએસ અને એએમટીએસની સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. આ સંજોગોમાં રિક્ષા ભાડાંની લૂંટ ચલાવાતાં ટ્રાફિક પોલીસે 1095 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વધુ ભાડાં લેવાય તો આ નંબર પર ફોન કરવા અપીલ કરાઈ છે.
*******
*લોકડાઉન નહીં થાય, કામદારો સુરત ન છોડે: પાટીલ*
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે રાજ્યમાં કોઇપણ પ્રકારનું લોકડાઉન નહીં આવે. જેથી કામદારો સુરત છોડી ક્યાંય પણ જાય નહીં. સુરત શહેર સુરક્ષિત છે જેથી કોઇએ પણ કોઇપણ પ્રકારની અફવાઓથી ભરમાયા વિના શાંતિથી રહેવા માટે અપીલ કરી હતી. રવિવાર અને સોમવારે હીરા બજાર અને હીરાના યુનિટો પણ બંધ રાખવા માટે પાલિકાએ આદેશ કર્યો છે. બજારો બંધ રહેવાના કારણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેટલાક લોકો કામદારોને ગેરમાર્ગે દોરી વતન મોકલવાના પણ પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
*********
*5 રૂપિયામાં ભરપેટ ખાવાની સ્કીમ*
બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દિધો છે. પાર્ટીએ તેને સોનાર બાંગ્લા સંકલ્પ પત્ર નામ આપ્યું છે. સરકારી નોકરીમાં મહિલાઓને 33% અનામત, માછીમારોને દર વર્ષે 6 હજાર રૂપિયા, કેજીથી પીજી સુધી મહિલાઓનો અભ્યા ફ્રી કરવા અને ઉત્તર બંગાળ, જંગલ મહાલ અને સુંદરવમાં ત્રણ નવા એઈમ્સ ખોલવાની વાત કરવામાં આવી છે. તો આ જગ્યાઓ પર દરેક પરિવારમાંથી એક સભ્યને રોજગારીનો વાયદો પણ કરાયો છે.
*******
*ગૃહ મંત્રીનું લક્ષ્ય 100 કરોડ હતુ, તો બાકીના મંત્રીઓનું કેટલું હતુ?*
એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ ભાજપે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રવિવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલાતને લક્ષ્ય બનાવવાના આરોપ લાગ્યા છે, તેથી સવાલ એ ઉભો થાય છે કે શું દેશમુખ આ વસૂલી પોતાના માટે કરી રહ્યા હતા કે NCP માટે અથવા ઉદ્ધવ સરકાર માટે? જો ગૃહમંત્રીનું લક્ષ્ય 100 કરોડ હતું, તો બાકીના મંત્રીઓનું કેટલું હતું? જો મુંબઈથી 100 કરોડ વસૂલવાના હતા, તો બાકીના અન્ય મોટા શહેરો માટે કેટલી રકમ નક્કી કરવામાં આવી હતી?
********
*પ્લેન હવામાં કલાક ચક્કર લગાવ્યા મુસાફરો રડવા લાગ્યા*
અમદાવાદથી પ્લેન જેસલેમર માટે રવાના થયું. જેસલમેર એરપોર્ટ લેન્ડિંગનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો, પાઈલટે બીજો પ્રયાસ કર્યો તે પણ નિષ્ફળ, ત્રીજો પ્રયાસ કર્યો તે પણ નિષ્ફળ. પ્લેને એક કલાક હવામાં ચક્કર લગાવ્યા. પ્લેનમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા, રોકક્કડ થવા લાગી, ભગવાનને પ્રાર્થના થવા લાગી. પ્લેનને ફરી અવદાવાદ લઈ જવાયું અને ત્યાં લેન્ડ કરાયું. આ બનાવ શનિવાર બપોર પછીનો છે.
********
*મહીસાગર નદી પર 308 કરોડના ખર્ચે સરોવર બનશે*
અમદાવાદ રાજ્ય સરકારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામ નજીક મહી નદીમાં આશીર્વાદ સમાન આડબંધ(વિયરના નિર્માણની સિંચાઇ વિભાગની દરખાસ્તને 5 માર્ચે મંજૂરી આપી દીધી છે. અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બહુવિધ લાભો આપનારા પોઇચા વિયરના નિર્માણની સૂચિત દરખાસ્તને 30 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. આ વિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદાર તેમના ક્ષેત્રને આ પ્રકારના આયોજનનો લાભ મળે તે માટે પ્રયત્નશીલ હતાં, જેમના પ્રયાસને આ મંજૂરીથી સફળતા મળી છે
*******
*લૉકડાઉન કર્યા પછી અનલોક કરવું અઘરું છે: સૂત્ર*
ગાંધીનગરરાજ્યમાં કોરોનાના કેસ વધતા અને અન્ય કેટલાક રાજયોમાં અમુક વિસ્તારોમાં લૉકડાઉન આવતા ગુજરાતમાં પણ લૉકડાઉન આવશે તેવી વાતથી લોકોના મન ઉચા થઇ ગયા છે. આવી સ્થિતિમાં સચિવાલયના ટોચના સૂત્રોએ એવું કહ્યું હતું કે, લૉકડાઉનની કોઇ શકયતા નથી, 1500 કેસ છે, 15 હજાર કેસ થાય તો પણ લૉકડાઉન નહીં આવે,કારણ કે, લૉકડાઉન કર્યા પછી અનલોક કરવું અઘરું છે
********
*દરરોજ 2 કરોડ રૂપિયા ગાંધીનગર પહોંચે છેઃ લલિત વસોયા*
ગાંધીનગરરાજ્યમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાના અને રોજના બે કરોડ રૂપિયા ગાંધીનગર પહોંચતા હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા હતા. વસોયાએ કહ્યું કે, નદી પરના પુલ, ડેમ પાસે ખનીજ ચોરીથી સરકારી મિલકતોને નુકસાન થાય છે અને સરકાર કોઇ પગલા લેતી નથી. વસોયાએ પુરાવા પણ વિધાનસભામાં રજૂ કર્યા હતા.ડેમ સેફ્ટી પેનલનો રિપોર્ટ રજૂ કર્યો વસોયાએ કહ્યું કે, ભાદર ડેમના નિરીક્ષણ બાદ ગેરરીતીનો લેખિત રીપોર્ટ છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે રેતી ચોરીને કારણે કરોડોના ખર્ચે બનેલા ભાદર-2 ડેમને નુકસાન થઇ રહ્યું છે.
********
*દર્પણ શાહની ધરપકડ થતા બિલ્ડર લોબીમાં ચકચાર*
વડોદરામાં એક જ મકાન બીજાને વેચી ગ્રાહક સાથે રૂપિયા 10.51 લાખની છેતરપિંડી કરનાર વાઘોડિયા રોડ ખાતે આવેલા સુખધામ રેસિડેન્સીના બિલ્ડર અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ અગ્રણી સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. ભાજપ અગ્રણી દર્પણ શાહે આ અગાઉ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ થયા છે, ત્યારે 15 લોકોએ ડીસીપીને રજૂઆત કરી હતી
********
*ચોટીલા નેશનલ હાઇવે પર ચકચારી લૂંટના આરોપીઓ ઝડપાયા*
રાજકોટના બે આરોપી તથા ટીપ આપનાર થાનગઢનો એક આરોપી એમ ત્રણેયને લૂંટના ગુનામાં રોકડા રૂ.12,58,800 તથા લુંટના પૈસાથી ખરીદેલ જીપ તથા લૂંટમાં વપરાયેલ મારૂતી સ્વિફટ કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ.23,38,800ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
સ્વિફટ ગાડીમાં અજાણ્યા બે આરોપીઓએ આવી ઇકો ગાડીને ઓવરટેક કરી લૂંટ કરી હતી
*******
*રાજ્ય સરકાર હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે*
કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ ગુજરાત સરકારે રવિવાર તારીખ 20મી માર્ચે પણ ગુજરાત ભરમાં આવેલા 2500થી વધુ કેન્દ્રોમાં કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે ગૃહમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે રસી-વેક્સિન આપવાની કામગીરી બંધ રાખવામાં આવે છે.
********
*મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણની વચ્ચે શરદ પવારનું નિવેદન*
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણની વચ્ચે હાલમાં શરદ પવારે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને અનિલ દેશમુખને પદ પરથી હટાવવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યુ હતું કે, દેશમુખ પર લાગેલા આરોપો ગંભીર છે, પણ તેમના રાજીનામા પર મુખ્યમંત્રી વિચાર કરશે. સાથે જ કહ્યુ હતું કે, આ પ્રકરણથી સરકારની છબીમાં કોઈ અસર થશે નહીં.શરદ પવારે પરમવીર સિંહ પર સવાલો ઉભા કર્યા શરદ પવારે કહ્યુ હતું કે, પૂર્વ કમિશ્નર પરમવીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવેલા આરોપો ગંભીર છે. દેશમુખ પર આરોપ લગાવ્યા છે, પણ કોઈ પુરાવા આપ્યા નથી
********
*પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નોકરાણીને ટિકિટ આપી*
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં એક ઉમેદવારની ચર્ચા ચારેબાજૂ થઈ રહી છે. આ ઉમેદવારમાં બીજાના ઘરમાં કચરા-પોતા અને વાસણ ધોવાનું કામ કરે છે. ભાજપે કલિતા માઝીને આઉસ ગ્રામ વિધાનસભા સીટ પર ટિકિટ આપી છે. ત્યારે હવે માઝીએ પોતાના માલિક પાસેથી દોઢ મહિનાનો પ્રચાર માટે રજા લીધી છે. માઝી ગુસકડા શહેરમાં ત્રણ ઘરોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ચૂંટણી સમિતિ ભાજપનું માનવું છે કે, માઝીનું સામાજીક જીવન એ જ અમારા માટે સૌથી મોટી મૂડી છે. ભલે આ મહિલા આર્થિક રીતે નબળી હોય, પણ તેમના ખૂબ જોશ છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે, વડાપ્રધાન મોદી ખુદ આ મહિલા માટે પ્રચાર કરે. જો કે, આ સીટ પર બરાબરની ટક્કર થવાની છે.નોકરાણી લડી રહી છે
********
*સુરતમાં પમીર શાહનો સન્માન*
સુરત ડાયનેમિક વૉરિયર માર્શલ આર્ટસ દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાનું એક વધુ કદમનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ બદલ પમીર શાહને એડવોકેટ બીનાબેન ભગતે સાલ ઓઢાળીને સન્માન કરેલું હતું આ પ્રસંગે એડવોકેટ પ્રીતિ જોષી જીગ્નેશ ગાંધી પૂર્વી સોની વિગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
*??thaend??*

TejGujarati