સરિતા ,સ્ત્રી, અને સમાજ:
એક સરિતા સાગરમાં ભળે છે, કુદરતનો નિયમ છે,
એક સ્ત્રી સાસરીએ ભળે છે, સમાજનો નિયમ છે.
સરિતા સાગરની ખારાશ પચાવે, કુદરતનો નિયમ છે,
સ્ત્રી સાસરીના રિવાજો પચાવે, સમાજનો નિયમ છે.
સરિતા પાછી પર્વતને ન મળે, કુદરતનો નિયમ છે,
સ્ત્રી સદાય પિયરે ન રહે, સમાજનો નિયમ છે.
સરિતા હંમેશા બે કાંઠે વહે, કુદરતનો નિયમ છે,
સ્ત્રી પણ બે કુટુંબ ઉજાળે, સમાજનો નિયમ છે.
સરિતા તટે શીતળતા મળે, કુદરતનો નિયમ છે,
સ્ત્રી સાન્નિધ્યે સંતોષ મળે, સમાજનો નિયમ છે.
ગાંડીતુર સરિતા ગામ ઉજાડે, કુદરતનો નિયમ છે,
સંસ્કાર વિનાની સ્ત્રી કુટુંબ ઉજાડે, સમાજનો નિયમ છે.
સ્ત્રીને પ્રેમ અને સન્માન બન્ને આપો …
બીના પટેલ …