એચ.એ. કોલેજને એકેડેમીક એકસલન્સ માટે નેશનલ એવોર્ડ મળ્યો.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને ન્યુદિલ્હી સ્થિત ટોપગેલન્ટ ઇન્ડીયા રીસર્ચ ગૃપ ધ્વારા હાયર એજ્યુકેશન સેક્ટરમાં “મોસ્ટ ટ્રસ્ટેડ કોમર્સ કોલેજ ફોર એકેડેમીક એકસલન્સ – ૨૦૨૧” નામનો નેશનલ એવોર્ડ એનાયત થયો છે. દિલ્હીની હોટેલ સંગ્રીલામાં આયોજીત એવોર્ડ સેરેમનીમાં કેન્દ્ર સરકારના મિનીસ્ટર ફાગનસિંહ કુલસ્ટે તથા જાણીતી ફીલ્મ એક્ટ્રેસ મંદીરા બેદી ધ્વારા કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. પ્રિ.વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે જીએલએસનાં એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીરભાઈ નાણાવટીના સહયોગ તથા કોલેજ સંચાલનમાં સક્રીય ભૂમિકાથી એકેડેમીક એકસલન્સ ઉભી કરી શક્યા છીએ. આ સર્વેમાં કોલેજના રીઝલ્ટ, સામાજીક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટીવીટીઝ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ ધ્યાનમાં લેવાય છે. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતું કે કોલેજનાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓની મહેનતને કારણે એવોર્ડ મળ્યો છે. સામાજીક સંગઠનો ધ્વારા જ્યારે સન્માન મળે છે ત્યારે વધુ મહેનત તથા કમીટમેન્ટથી વધુ કામ કરવાની પ્રેરણા મળે છે. એચ.એ. કોલેજને અગાઉ દેશની સૌથી વધુ વિશ્વનીય કોમર્સ કોલેજનો એવોર્ડ પણ મળેલ હતો. આ એવોર્ડ મળવાથી કોલેજનાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી થઇ છે.

TejGujarati