*મેજર વેલકમ ટુ ગુજરાત: કેવડિયા ખાતે 42મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં મેજર અશોક ધ્યાનચંદ મુખ્ય મહેમાન પદે હાજર રહેશે.*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે 42 માં રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપનું તારીખ ૨૧ થી ૨૬ માર્ચ સુધી આયોજન થયેલ છે. જેમાં ૨૮ રાજ્ય અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશની ફૂટબોલ મહિલા ટીમ વચ્ચે મુકાબલો થનાર છે. આ ચેમ્પિયનશિપ થકી ભારતીય મહિલાઓને વિશ્વસ્તરે ફૂટબોલ ક્ષેત્રે આગળ ધપાવવા માટેનો અનેરો પ્રયાસ લોકસભાના પ્રોટેમ સ્પીકર તેમજ અમદાવાદના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદ ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી સોલંકી દ્વારા થઇ રહ્યો છે. ભારતીય ખેલ જગતના ભીષ્મપિતામહ અને હોકીના શ્રેષ્ઠ ખેલાડી દિવંગત પદ્મ ભુષણ એવોર્ડ મેળવનાર મેજર ધ્યાનચંદના સુપુત્ર મેજર અશોક ધ્યાનચંદ મુખ્ય મહેમાન પદે હાજર રહેનાર છે.તેઓની વિશેષ ઉપસ્થિતિ ફૂટબોલ મહિલા ખેલાડીઓનો ઉત્સાહ વધારશે.

મેજર અશોક ધ્યાનચંદ પણ તેમના પિતાશ્રી ધ્યાનચંદજીની માફક હોકીના ખુબ જ સારા ખેલાડી રહી ચૂક્યા છે તેમજ આજે પણ ભારતીય રમત જગત અને તેમના વંશ પરંપરાગત રમત અંગેના જ્ઞાનનો લાભ આપી રહ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે મેજર અશોક ધ્યાનચંદ ગુજરાતમાં સર્વપ્રથમ વખત જ આવી રહ્યા છે.

TejGujarati