આજના મુખ્ય સમાચારો* 1️⃣7️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

આજના મુખ્ય સમાચારો*

1️⃣7️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*પત્રકારનો રૂઆબ બતાવી તોડબાજી કરનાર 4ની ધરપકડ*
વડોદરાના સમા-સાવલી રોડ પર મસાજ પાલૅરમાં પ્રેસના નામે ધમકાવીને ખંડણી માંગનાર ત્રણ બોગસ પત્રકારોની સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. જે ફરિયાદના આધારે પોલીસે કુલ ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપી ગુજરાત ન્યૂઝ એજન્સી (GNA) ના શનિ સિંદે, વિસ્ફોટ ન્યુઝના કેયુર બારોટ અને એડવેન્ચર ગુજરાત ન્યુઝના મહમ્મદ સિદ્ધિ મન્સૂરી, દેવાંગ ભાટીયાને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જેમાં આકાશ કહારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે રાકેશ પટેલને કોરોના પોઝિટિવ આવતા SSG ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સમા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમના આઈ કાર્ડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે
********
*માહિતી વિભાગ : ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર*
માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા આગામી ૧૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ યોજાશે તેમ માહિતી અને પ્રસારણ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.નાયબ માહિતી નિયામક (વર્ગ-૧), સહાયક માહિતી નિયામક (વર્ગ-૨), સિનિયર સબ-એડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ (વર્ગ-૩) એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: ૨૨/૦૧/૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવી હતી.
**********
*પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરાશે*
ઉપરોક્ત જાહેરાત સંદર્ભે આગામી તા. ૧૦ એપ્રિલ-૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે નાયબ માહિતી નિયામક (વર્ગ-૧), સહાયક માહિતી નિયામક (વર્ગ-૨, સંપાદન)ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. એ જ રીતે તા. ૧૦ એપ્રિલ-૨૦૨૧ના રોજ બપોરે 03:00 કલાકે સિનિયર સબ-એડિટર (વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3)ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.
******
*16 સભ્યોએ રાજીનામાં ધરી દેતા ભાજપમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત*
વાંકાનેર નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ભાજપના 16 જેટલાં સભ્યોએ રાજીનામાં ધરી દઇ અપક્ષ સરકાર બનાવતા સમગ્ર રાજ્યમાં ભાજપના આંતરિક ગજગ્રાહના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.
********
*રાજયમાં કયાં પડશે વરસાદ?*
રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 19 અને 20 માર્ચ દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે. તો આ સાથે આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ અને દિવમાં હિટવેવની આગાહી કરાઇ છે.
********
*કેટલાક વિસ્તારોમાં સિટી બસ-BRTS બસ સેવા બંધ*
સુરતમાં કોરોનાના વધતા કેસને લઇને SMC દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શહેરમાં સૌથી વધુ કોરોના કેસ જે વિસ્તારમાં આવે છે ત્યાં સિટી બસ-BRTS બસ સેવા આજથી બંધ કરાઇ છે. અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં સિટી બસ સર્વિસ બંધ કરાઇ છે. અડાજણ, પાલ રિંગરોડ વિસ્તારમાં સીટી બસ બંધ કરાઇ છે.
*********
*વિધાનસભા બેઠક માટે 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે*
કેન્દ્રીય ચૂ્ંટણી પંચે પંચમહાલની મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની તારીખો જાહેર કરી છે.ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. જ્યારે 2જી મેના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે 30મી માર્ચ સુધી રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. જ્યારે 3જી એપ્રિલ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. મહત્વપૂર્ણ છે કે મોરવાહડફ બેઠક એસ.ટી કેટેગરી હેઠળ આવે છે. અને ભુપેન્દ્ર ખાંટનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી. ત્યારે 17 એપ્રિલે મોરવાહડફ બેઠક પર સત્તાનો સંગ્રામ જામશે
********
*ભાઈએ કરી સગી બહેનની હત્યા*
કચ્છના મુન્દ્રામાં એક ભાઈએ પોતાની સગી બહેનને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ભાઈએ પોતાની બહેનને આડાસંબંધની શંકાએ રહેંશી નાખી. બહેનનું ખૂન કરીને આ વ્યક્તિ તેની લાશ પાસે છરી સાથે ઉભો રહી ગયો અને પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી નાખી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી આ યુવકની અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે.
*******
*ઊંઝા નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો*
ઊંઝા નગર પાલિકા પર ભાજપનો ભગવો તો લહેરાઇ ગયો. અને હવે નવા હોદ્દેદારોની વરણી પણ કરાશે. પરંતુ પાલિકાનો જંગ જીત્યા બાદ પણ ભાજપના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.અને ભાજપની ચિંતા વધારી છે અપક્ષોએ. નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 36માંથી 19 બેઠકો જીતી. જ્યારે 2 અપક્ષના સભ્યોનો પણ ટેકો હોવાનો દાવો કરાઇ રહ્યો છે. જોકે આ સંજોગોમાં અપક્ષના કદાવર નેતાઓ ભાજપની એક પણ પેનલ તોડી દે તો ભાજપના હાથમાં આવેલી સત્તા જઇ શકે છે. બસ આ જ ડરથી ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધીઓને ટૂર પર મોકલી દેવાયા છે. અને શહેર ભાજપ પ્રમુખે પોતાના હાથમાં કમાન સંભાળી લીધી છે. મહત્વપૂર્ણ છે કે આવતીકાલે ઊંઝા પાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.
*******
*ગિરનાર પર્વતના પગથિયાનું નવીનીકરણ કરવાનો નિર્ણય*
પવિત્ર યાત્રાધામ ગીરનારની કાયાકલ્પ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ગીરનાર પર્વતના પગથિયાનું નવીનીકરણની કામગીરી હાથ ધરાશે. અને પર્વતના પગથિયાના વિસ્તૃતિકરણ માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે યાત્રાધામ વિકાસ મંડળ દ્વારા ગીરનાર પર્વતનું સંચાલન થઇ રહ્યું છે. ત્યારે ગીરનાર પર્વત પર આવેલા અંબાજી ખાતે પણ સુવિધા ઉભી કરાશે. જેના માટે 3.80 કરોડની ફાળવણી પણ કરી દેવાઇ છે.
*********
*દેશના વિવિધ નેશનલ ટોલ પ્લાઝા પર ટોલટેક્સમાં વધારો થશે*
દેશભરના ટ્રાવેલ્સ સંચાલકો તેમજ ટ્રાન્સપોર્ટરની મુશ્કેલીમાં 1 એપ્રિલથી વધારો થશે. 1 એપ્રિલથી દેશના વિવિધ નેશનલ ટોલપ્લાઝા પર ટોલટેક્સની કિંમતમાં વધારો થશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વિવિધ ટોલપલાઝાના ટોલટેક્સમાં 5-7% વધારો કરવાની જાહેરાત કરી છે. ટ્રાવેલ્સ સંચાલકોએ ટોલટેક્સ વધારાને અયોગ્ય ગણાવ્યો છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારને ભાવ વધારો પાછો ખેંચવા રજુઆત કરશે. ટુર ઓપરેટર્સ તેમજ ટ્રાવેલ્સ સંચાલકો પહેલેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવામાં ટોલટેક્સની કિંમતમાં ભાવ વધારો પડ્યા પર પાટા સમાન છે.
********
*ભાજપની સંપૂર્ણ બહુમતી છતા સત્તા ગુમાવવાનો આવ્યો વારો*
વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થતાં પહેલા જ ભાજપમાં ભડકો થયો હતો. પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલાં રાજીનામાંનો દોર રહ્યો હતો. વાંકાનેરપાલિકાના ચૂંટાયેલા ભાજપના 16 સભ્યોએ રાજીનામાં આપ્યા હતા તો સત્તાની ખેંચતાણને કારણે ભાજપને નગરપાલિકાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. વાંકાનેર નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં પાલિકા અપક્ષને ફાળે ગઈ છે. પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે.
*******
*વધુ 26 ભાજપના પ્રમુખોના નામ કરાયા જાહેર*
*26માંથી 17 મહિલા પ્રમુખોનો યાદીમાં સમાવેશ*
આ પ્રમુખોમાંથી 17 મહિલાઓના નામ જાહેર કરાયા છે જ્યારે 9 પુરૂષ પ્રમુખોના નામો જાહેર કરાયા છે. એટલે કે ગઇ કાલની જેમ આજે પણ ગુજરાત ભાજપે આજની આ 21મી સદીમાં મહિલાઓને અગ્રતા આપી મહત્વનું સ્થાન આપ્યું છે. સોમવારના રોજ જાહેર કરાયેલા 20 નામોમાંથી ભાજપે 14 તો મહિલાઓને સ્થાન આપ્યું હતું. ત્યારે આજે પણ ભાજપે મહિલાઓને પ્રમુખ પદે સ્થાન આપી એ સાબિત કરી બતાવ્યું છે કે, હવે મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની ગઇ છે. ત્યારે અહીં જોઇશું કે આખરે ભાજપે કઇ-કઇ નગરપાલિકાની બેઠક પરના પ્રમુખના નામો જાહેર કર્યા છે.
*********
*સુરત એલર્ટ પર : 300 સીટી બસ અને BRTS કરી દીધી બંધ*
બગીચા અને સ્વીમીંગ પુલ પર પણ તાળાં લાગશે સુરતમાં બીઆરટીએસના કુલ 20 રૂટ બંધ કરવામાં આવ્યા સીટી બસના 17 અને બીઆરટીએસ બસના 3 રૂટ બંધ કરવામાં આવ્યા સુરતમાં કુલ 20 રૂટની 300 બસો બંધ કરવામાં આવી સુરતના તમામ બાગ- બગીચાઓ બંધ કરાવવામાં આવ્યા છે. શહેરના કુલ આઠ ઝોનમાં આવેલ બાગ બગીચા બંધ કરવાનો આદેશ કરાયો છે. સુરતમાં વધતા કોરોનાના કેસોને તંત્ર એલર્ટ બન્યું છે. આ સાથે સ્વીમીંગ પુલો પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
********
*4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં કરે પ્રવેશ*
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુ ની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.પેસેંજરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમની અપીલ
મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે
*******
*આરોગ્ય સચિવ જયંતિ રવિ બનશે મુખ્ય સચિવ*
દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં સચિવ કક્ષાએ બદલીઓ થતી હોય છે. ગુજરાતમાં ઘણાં આઈએએસ અધિકારીઓને કેન્દ્રમાં નરેન્દ્રમોદીની સરકાર આવતાં ડેપ્યુટેશન પર લઈ જવાયા છે. ઘણાં રાજ્યોમાં હાલ ચૂંટણી આવી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં બદલીઓનો દોર ચાલુ થશે. ગુજરાતના આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિની બદલી થવાના એંધાણ મળ્યા છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની ગુડબુકમાં રહેલા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પુડુંચેરીના મુખ્ય સચિવ બનશે.
*******
*સુરતમાં શાળા-કોલેજોમાં બે હજારના થયા ટેસ્ટ*
રાજ્યના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં કોરોના કેસ વકરી રહ્યો છે. ત્યારે સુરતમાં 37 જેટલા શાળા-કોલેજોમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જેમાં 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે…તો માસ્ક નહી પહેરનારા 200થી વધુ લોકો પાસેથી બે લાખ 22 હજારનો દંડ વસુલાયો છે.
******
માસ્ક નહી પહેરનારા 200થી વધુ લોકો પાસેથી બે લાખ 22 હજારનો દંડ
સુરત સિટીમાં કોરોનાએ ફરી ગંભીર સ્વરૃપ ધારણ કરતા કેસમાં વધારો થઇ રહ્યો છે. સોમવારે નાનપુરાના 86 વર્ષીય વૃદ્ધનાં મોત સાથે સિટીમાં આજે નવા 240 અને ગ્રામ્યમાં 22 મળી કુલ 262 દર્દી નોંધાયા છે. સિટીમાં વધુ 123 અને ગ્રામ્યમાં 23 મળી 146 દર્દીઓને રજા મળી છે.
*******
*સુરત સિટીમાં કોરોનાએ ફરી ગંભીર સ્વરૃપ ધારણ*
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ નાનપુરાખાતે રહેતા 86 વર્ષીય વૃધ્ધને કોરોના ચિહ્ન દેખાતા ગત તા.9મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો.જયાં સારવાર દરમિયાન તે મોતને ભેટયા હતા. સિટીમાં નવા 240 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 65,રાંદેરમાં 51,સેન્ટ્રલ અનેકતારગામમાં 21-21 તથા ઉધના અને વરાછા એેમાં 19-19 કેસ છે. સીટીમાં 8 વિદ્યાર્થી, ટેક્સટાઇલ-સાડી-જરી-માર્કેટીંગ-કન્ટ્રકશન-કાપડ વ્યવસાયી સહિત 12 વ્યવયાસી, બમરોલીમાં લુમ્સ ફેકટરી,સચીનના કાપડ ફેકટરીધારક, ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ, શિક્ષક,પી.ટી સાયન્સના પ્રોફેસર તથા ઉધનામાં કાપડનાં દુકાનદાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
********
*ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારને ભાજપે ફટકારી શો-કોઝ નોટિસ*
ભાવનગરના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપે શો કોઝ નોટીસ ફટકારી છે. જેમાં તમારી સામે શિસ્તભંગના પગલા કેમ ન લેવાં તે અંગે તાત્કાલીક જવાબ આપવા જણાવાયું છે. અત્રે મહત્વનું છે કે, કાળીયાબીડના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સામે આક્ષેપો કર્યાં હતાં જે મામલે તેમને નોટીસ ફટકારવામાં આવી છે.
********
*અમદાવાદમાં તબીબ દંપતી વેક્સિન લીધા બાદ પણ કોરોના પોઝિટિવ થયું*
ડોકટર દંપતી કોરોના રસી લીધા બાદ કોરોના સંક્રમિત થયા હતા. આંબાવાડી વિસ્તારમાં રહેતા ડૉકટર દંપતીએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતાં. હાલમાં તેમને ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવામા આવ્યાં છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને ખોખરા ડેન્ટલ કોલેજના પ્રોફેસર ડો. બેલાબેન દવે અને તેમના પતિ ડો. દિલીપ દવે જેઓ બાપુનગરમાં ભાગ્યેશ પેથોલોજી લેબોરેટરી ચલાવે છે. બંને કોરોના વોરિયર્સ છે અને તેઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા. ડોઝ લીધાં બાદ બે દિવસ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવતાં તેઓ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવતાં તેઓ ઘરે હોમ ક્વોરન્ટાઇન થયાં છે. તેઓને કોરોનાના કોઈ લક્ષણ જણાતાં નથી અને એકદમ સ્વસ્થ છે. કોરોના વોરિયર્સને બંને ડોઝની રસી આપવામાં આવી હતી. અમદાવાદમાં કોરોનાં રસી લીધા બાદ ડોકટર દંપતી પોઝિટિવ આવતા હવે કોરોના વેકસીન પર સવાલ ઊભા થયા છે. તાજતેરમાં જ જૂનાગઢ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતા. તેમ છતાં બે દિવસ પહેલાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મેડિકલ કોલેજની હોસ્ટેલ ખાલી કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
*********
*આપ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખાંડા ખખડાવે છે*
અમદાવાદ: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તાજેતેરમાં યોજાયેલી ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરીને ત્રીજા મોરચા તરીકે સ્થાન મેળવનારી આમ આદમી પાર્ટીએ સુરતમાં ૨૭ બેઠકો સાથે વિપક્ષનું સ્થાન મેળવીને હવે આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વડોદરામાં યોજાયેલી આપના કાર્યકર્તા સંમેલનમાં વિધાનસભાની ચૂંટણી માટે સંગઠનને વધુ મજબૂત કરવાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીનું વડોદરા ખાતે યાજાયેલા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક શહેરોમાં સંગઠન નબળું છે તો કેટલાક શહેરોમાં સંગઠન મજબૂત છે. હવે અમારું લક્ષ્ય ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવાનું રહેશે. ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત કરવાનું અમારું લક્ષ્ય છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા તે જ રીતે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામ બેઠકો ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. ગુજરાતની પ્રજાને અમે વિકલ્પ આપીશું.
********
*ગાંધીનગરનાગિફ્ટ સિટીમાં 1 લાખ કરોડનું ટર્નઓવર*
વિધાનસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે દેશના રોકાણકારો માટે ગુજરાત હવે ફાયનાન્સિયલ હબ પણ બન્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હાલ એક લાખ કરોડનું ટર્ન ઓવર થઇ રહ્યું છે. અહીં સંખ્યાબંધ નેશનલ અને ઇન્ટરનેશનલ બેન્ક કામ કરે છે. 12 હજાર કરતા વધુ લોકોને ગિફ્ટ સિટીમાં રોજગારી મળી છે. બ્રિક્સ દેશોની ઝોનલ ઓફિસ પણ ગિફ્ટ સિટીમાં ઉભી થઇ રહી છે.
*******
*સી.આર.પાટીલ વાળા વોટ્સએપ ગૃપમાં બિભત્સ ફોટો મુકાતા વિવાદ*
શહેર ભાજપના વોર્ડ ન.19 (આંજણા-ડુંભાલ)ના વોટ્સએપ ગ્રુપમાં સતીષ રાણા નામના કાર્યકરે અશ્લીલ ફોટો મુકતા ગ્રુપના અન્ય ભાજપી સભ્યો ક્ષોભજનક સ્થતિમાં મુકાય ગયા હતા. ગ્રુપમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના મોટા નેતાઓ ઉપરાંત માજી નગરસેવકો અને શહેર ભાજપના હોદ્દેદારો પણ સભ્ય છે.
******
*સુરતના લિંબાયતમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયુ*
સુરતમાં ફરી એકવાર નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. લિંબાયત પરવત વિસ્તારમાં ડુંભાલ રોડ પર આવેલી કૈલાસનગર રો હાઉસ સોસાયટીમાં નકલી ઘીનો વેપલો થતો હોવાની સુમુલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. સુમુલ ડેરીની ફરિયાદના આધારે PCBએ રેડ કરી હતી. જેમાં નકલી ઘીનો 4.20 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. તથા સમગ્ર કૌભાંડ ચલાવનારા એકને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
*??thaend??

TejGujarati