ભારતીય પરંપરામાં તમસ નું માહાત્મ્ય કરતા ત્રણ મોટા તહેવારો. નવરાત્રી, શિવરાત્રી અને અમાવસ્યા ની દિવાળી. આમ કેમ હશે? – મેહુલ ભટ્ટ.

ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

***** *સમજવા જેવું* ******
શિવ રાત્રી….
ભારતીય પરંપરામાં તમસ નું માહાત્મ્ય કરતા ત્રણ મોટા તહેવારો.
નવરાત્રી, શિવરાત્રી અને અમાવસ્યા ની દિવાળી.
આમ કેમ હશે?
કદાચ,
અંધકાર , તમસ શાશ્વત છે. જીવનનો સ્થાયી ભાવ છે. મૃત્યુની જેમ જ અનિવાર્ય છે. સ્વયં સ્પષ્ટ છે. એટલે?
પ્રકાશ અવલંબિત છે. તે સોર્સ નો મ્હોતાજ છે. સૂર્ય થી દિવા સુધી કશું પણ…
જ્યારે અંધકાર સ્વયં અસ્તિત્વ છે, જીવનનું પરમ અને અનિવાર્ય સત્ય છે!
માટે?
બીજી વાત શિવ ની…..
શિવ. સંપૂર્ણ સમાજવાદી , કદાચ ડાબેરી કહી શકાય તેવા દેવ. ના વૈભવ, ના દેખાડો, ના સમયના બંધન, ના આડંબર, સદાય ઉપલબ્ધ, અદભુત શક્તિઓ, આવડત, છતાં દૂર એકાંતે વસવાટ, સ્વસ્થ પરિવારમાં સ્થાયી, બહુમુખી પ્રતિભા, વિનાશ થી નૃત્ય સુધી…. અસંખ્ય વિરોધાભાસો નું સહ અસ્તિત્વ જેમ કે સાપ અને ઉંદર… મોર અને સાપ… વિષ છતાં જીવન… પ્રેમ અને તાંડવ… કેટલું ભવ્ય!

જો આ સત્ય હોય તો વંદનીય છે જ…. જો કલ્પન હોય તો પણ મહાન અને અદભુત છે. સાચા અર્થમાં દેવ છે.

મહાશિવરાત્રી એ સૌ જીવોમાં બિરાજેલા શિવ ને વંદન!
?????️????

TejGujarati