શિવ શક્તિ છે. શિવ અલભ્ય આશિર્વાદ છે. – પ્રશાંત ભટ્ટ. કચ્છ.

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

જય મહાદેવ.

આવતી કાલે તાં- ૧૧/૦૩/૨૦૨૧ નાં ગુરુવારના રોજ મહાશિવરાત્રીનો મહાદેવ, ભોળેનાથ,નીલકંઠ શ્રી શિવ ભગવાનનો મહાપર્વ એટલે *શિવરાત્રી.*

આપણા હિંદુ ધર્મમાં શિવરાત્રિનો વર્ષોથી અપાર મહિમા રહ્યો છે. કહેવાય છે કે,શિવ, શંકર ભગવાનનાં આશિર્વાદ પ્રાપ્ત કરવા ઘોર તપસ્યા કરવી પડે અને જો આશિર્વાદ મળી જાય તો કુબેરને જેમ ઘનના ભંડાર ખોલી આપ્યાં તેમ બેડો પાર કરી શકે છે. અને જો ગુસ્સે ભરાય તાંડવ નૃત્ય કરે તો વિનાશ નોતરે છે.

પરંતુ,આવતી કાલે ભક્તોજનોએ ભોલેનાથને રીઝવવા આટલું કરશો તો જરૂર આશિર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.

આવતી કાલે શિવરાત્રી પર્વ નિમિતે પૂરી શ્રદ્ધા સાથે શિવ અભિષેક કરી આટલા લાભ પ્રાપ્ત કરી શકાય છે.

૧) જળ અભિષેક- મનની શાંતિ.
૨) દૂધ,ઘીથી અભિષેક- સંતાન પ્રાપ્તિ.
૩) શેરડીના રસથી અભિષેક- લક્ષ્મી પ્રાપ્તિ.
૪) દર્ભ જળ- નિરોગી આરોગ્ય.
૫) દહીંથી- વેપાર વૃદ્ધિ.
૬) મધથી- આર્થિક વૃદ્ધિ.

આ અભિષેક ૪ પહેરમાં કરવાનો હોય છે.
૧) પહેલો- સાંજે ૬:૨૭ થી ૯:૨૯ સુધી.
૨) બીજો – ૯:૨૯ થી ૧૨:૩૧ રાત્રે સુધી.
૩) ત્રીજો -૧૨:૩૧ થી ૩:૩૨ રાત્રે સુધી.
૪) ચોથો- ૩:૩૨ થી ૬:૩૪ સવાર સુધી.

સાથે રૂદ્ર અભિષેક મંત્ર, મહામૃત્યુંજય મહાજાપ કે ૐ નમઃ શિવાય મંત્ર બોલતાં જઈએ તો વિશેષ અભિષેક સાથે મહાદેવના આશિર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે.

મારા દરેક વાંચકોને મહા શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ.

પ્રશાંત ભટ્ટ.
કચ્છ.

TejGujarati