આજના મુખ્ય સમાચારો*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આજના મુખ્ય સમાચારો. – વિનોદ મેઘાણી.

1️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે*
ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે છે. સીઆર પાટીલ આજથી બે દિવસના દિલ્હી પ્રવાસે ગયા છે. સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં ભાગ લેશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ સંસદના બજેટ સત્રમાં સીઆર પાટીલ ભાગ નહોતા લઈ શક્યા. પીએમના 12 માર્ચના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અને કાર્યક્રમને લઈ મુલાકાત કરશે.
*********
*કોરોનાનો ફફડાટ; સુરત બન્યું નંબર વન*
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થતા આજદિન સુધીમાં કુલ 4418 જેટલા દર્દીના મોત થઇ ચૂક્યા છે. હાલમાં 43 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3338 જેટલી થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 147, અમદાવાદમાં 126, જ્યારે વડોદરામાં 93 જ્યારે રાજકોટમાં 58 કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય તંત્રની ચિંતા વધી ગઇ છે. સુરતમાં SOPનું પાલન નહીં કરનાર શાળા કોલેજને બંધ કરવામાં આવશે. ગૃહિણી વધારે કોરોના પોઝિટિવ નોંધાઈ રહી છે. પહેલા 70% પુરુષો અને 30% મહિલાઓ પોઝિટિવ હતા. શાળા કોલેજમાં ટેસ્ટિંગ કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે.
**********
*સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર સેવા આપવા તૈયાર નથી: નીતિન પટેલ*
કોરોના મહામારીએ હજારો દર્દીઓ સહિત સેવા આપતા તબીબ સ્ટાફને પણ પોતાના ભરડામાં લઈને પોતાના શિકાર બનાવ્યા છે. અને કદાચ આ જ કારણથી હવે કોઈ ડૉક્ટર સરકારી હોસ્પિટલમાં સેવા આપવા તૈયાર થતા નથી. સરકારી હોસ્પિટલમાં ડોકટરની અછત યક્ષ પ્રશ્ન છે. ખુદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્વીકાર્યું છે
*******
*ASI પરિક્ષિતસિંહ જાડેજા સામે ફરીયાદ નોંધાઇ*
પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ASI સામે ACBમાં ફરીયાદ નોંધાઇ છે. એએસઆઇ સામે આવક કરતા વધુ સંપત્તિની ફરીયાદ થઇ છે. એક કરોડ કરતા વધુ સંપત્તિ મામલે પરિક્ષિતસિંહ જાડેજા સામે ફરીયાદ થઇ છે. આવક કરતા એક કરોડથી વધુ સંપત્તિ અને રોકાણ કર્યુ હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. પરિક્ષિતસિંહ જાડેજા રાપર પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવે છે.
*******
*12મીએ મોદી-શાહ જોવા મળશે એક મંચ પર*
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે ગૃહ પ્રધાન અમિત શાહ પણ અમદાવાદના મહેમાન બનશે 1 દિવસીય પ્રવાસમાં મોદી-શાહ ગાંધી આશ્રમની મુલાકાત લેશે વડાપ્રધાન ૨૧ દીવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ૧૨મી માર્ચે સવાર દાંડીયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીએ કાઢેલી દાંડીયાત્રાને ગ્લોબલ સ્વરૂપ આપશે.
*****
*20 વર્ષની દીકરીના ચાર બોયફ્રેન્ડ્સ*
દીકરી પિતાની સૌથી લાડકવાયી હોય છે, પરંતુ જ્યારે પિતાને પોતાની જ દીકરીના ચારિત્ર્ય પર સવાલ, શંકા અને ખરાબ શબ્દો સાંભળવા મળે છે ત્યારે બહુ જ વ્યથિત થઇ જતાં હોય છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પિતાની 20 વર્ષની દીકરીને તેના જ બોયફ્રેન્ડે મેસેજ અને ફોન રેકોડિંગ મોકલ્યાં હતા વ્હોટ્સએપ ચેટના સ્ક્રીન શોટ મોકલ્યા હતા જે જોતા જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ચાર બોયફ્રેન્ડ્સ હોવાનું જાણવા મળ્યું હતું. દીકરી એકસાથે આટલા યુવકો સાથે સંબંધમાં હોવાથી તેઓ ખૂબજ વ્યથિત અને ડરી ગયા હતા
********
*મંત્રી કુંવરજી બાવળીયા સહિત 10 ધારાસભ્યોની ફરિયાદ*
રાજયમાં થતા સરકારી કાર્યક્રમોમાં જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યોનો પ્રોટોકોલ જાળવવામાં આવતો નહીં હોવાનો ધડાકો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં થયો છે. પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકારી તંત્ર અને અધિકારીઓ દ્વારા વિરોધ પક્ષના ધારાસભ્યોને તો સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ જ અપાતા નથી તે તો ઠીક છે. પરંતુ અધિકારીઓ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યોને પણ ગણકારતા નહીં હોવાની ફરિયાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) સમક્ષ થઇ છે. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા તથા અન્ય આઠ જેટલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. અધિકારીઓ ધારાસભ્યોને માન નથી આપતા
**********
*ધોરાજીમાં જિ.પં.ના પૂર્વ ઉપ-પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી*
ભાજપની ભવ્ય જીતથી કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, ત્યારે કોંગ્રેસના ઘણા કાર્યકરો ભાજપમાં જોડાઈને પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરતા તેમને કોંગ્રેસના કાર્યકરે છરી બતાવી જાનથી મારી નાખવાની ઢકી આપતા આ મામલે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે
******
*MLAની દાદાગીરી હું કહું એટલે ઊભા રહેવાનું નહિં તો સસ્પેન્ડ થશો*
અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસ કર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી આ ઉપરાંત આસપાસ ઉભેલા લોકોને પણ કહ્યું ધુઓને સાલાઓને હું બેઠો છું
*********
*અધિકારીઓ કામ માટે ફોન ઉપાડતા નથી*
હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ગૃહમાં પ્રશ્નોત્તરીકાળમાં આઉટ સોર્સિંગના કર્મચારીઓના શોષણ મુદ્દે ચાલતી ચર્ચામાં કોંગ્રેસના સભ્યો પેટા પ્રશ્નો ઉપસ્થિત કરવા વારંવાર અધ્યક્ષને રજૂઆત કરતા હતા ત્યારે કોંગ્રેસના પ્રવીણ મુછડિયાએ અધ્યક્ષને બોલવા દેવા માટે વિનંતી કરી હતી (મારે પણ બોલવું છે), તેમની આ માંગણી સામે અધ્યક્ષે સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે તમે બહાર જઈને બોલો. સ્પીકરના આ આદેશ બાદ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય હસી પડ્યા હતા અને ભારે હોબાળા વચ્ચે ગૃહમાં હાસ્ય રેલાયું હતું. જ્યારે બાયડ કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલે ગેલેરીમાં પોતાનો મુદ્દો ઉગ્રતાથી ઉપસ્થિત કરતા સરકારનું ધ્યાન દોર્યું હતું કે તમારા જિલ્લાના અધિકારીઓ ધરાસભ્યોના ફોન પણ ઉપાડતા નથી ત્યારે મને આ ગેલેરીમાંથી કુદવાનું મન થાય છે. કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલની આ વાત સાંભળીને અધ્યક્ષે તેમને બેસી જવાનો આદેશ કરતા ગૃહમાં સન્નાટો છવાઈ ગયો હતો
*********
*નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસની દંડાવાળી*
વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 12 માર્ચથી ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે 5 T20 મેચની શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ મેચની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે લોકો ટેસ્ટ મેચ સ્ટેડિયમમાં જોવામાં ઓછો રસ દાખવતા હોય છે, પરંતુ T20 મેચ જોવા માટે લોકો વધારે રસ દર્શાવે છે. લોકોએ આ T20 મેચની સિરીઝને પગલે અગાઉથી જ ઓનલાઇન ટિકિટોનું બુકિંગ શરૂ કરી દીધું છે. જોકે આ વખતે ટિકિટના ભાવ 500 રૂ થી લઈને 10 હજાર સુધીના રાખવામાં આવ્યા છે. આ પ્રમાણેના ભાવવધારાને કારણે લોકો સસ્તી ટિકિટ ખરીદવા માટે ઓનલાઇન બુકિંગ કરાવી રહ્યા છે, પરંતુ લોકોને ઓનલાઇન ટિકિટ બુક કરાવ્યા બાદ પણ ફિઝિકલ ટિકિટ લેવા માટે સ્ટેડિયમે જવું પડશે.
*******
*જૂનાગઢ સ્થા‍યી સમિતિની બેઠકમાં બજેટ મંજુર કરાયુ*
જૂનાગઢ મહાનગર પાલીકાનું વર્ષ 2021-22નું કુલ રૂ.384.32 કરોડનું અને 62.30 લાખની પુરાંતવાળુ બજેટ ના કર વધારો, ના વેરા વધારો અમારો સંકલ્પ માત્ર સેવા વધારોના સુત્ર સાથે ભાજપ શાસિત જૂનાગઢ મનપાની સ્ટે્ન્ડીં ગ કમિટીએ રજુ કર્યુ છે. બજેટમાં કોઇપણ વેરામાં વધારો નથી કરાયાની સાથે નવી અદ્યતન સીએનજી સીટી બસો લેવા અને મારૂ નગર જૂનાગઢ બને સુસ્વ ચ્છજ અને હરીયાળુ નગર તેવા સંકલ્પક સાથે બજેટ રજુ કરાયુ હતુ.
**********
*જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાનું 2.40 લાખ નું મંગળસૂત્ર ગઠિયો ફરાર*
હૈદરાબાદથી પરિવાર પ્રવાસ અર્થે જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. રાત્રિના સમયે મહિલા સૂઇ જતા તકનો લાભ ઉઠાવી અજાણ્યો ગઠિયો થેલામાં મૂકેલું 2.40 લાખની મત્તા ભરેલુ પર્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. મંગળસૂત્ર ગળામાંથી કાઢી પર્સમાં મૂક્યુ હતું
********
*ચોરી:પાટણ શહેરમાં રાત્રિના સમયે ઘરમાંથી મોબાઈલની ચોરી કરતો શખ્સ ઝડપાયો*
પાટણ એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસના માણસો વોચમાં રહી રવિવારે બપોરે પાટણ બજારમાંથી ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા આવેલ લાલાભાઈ નાગરભાઈ પ્રજાપતિને ઝડપી પાડયો હતો તેની પાસેથી મોબાઈલ 8 નંગ મળી આવ્યા હતા આ અંગે પોલીસ પૂછપરછમાં તેને મોબાઇલ ની ચોરી રાત્રી દરમિયાન જુદી જુદી સોસાયટીઓમાં જઈને કરી હોવાની કબૂલાત કરી હતી
*******
*સોલા ડબલ મર્ડર કેસ:, પિતાની કડકમાં કડક સજા થાય તેવી માંગ*
અમદાવાદના સોલામાં સિનિયર સીટીઝન હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપી ભરતના પિતાએ કબૂલાત કરી હતી કે, ભરત રૂપિયા આપીને ગામડે જવા રવાના થઈ ગયો હતો હત્યા કરનાર આરોપીના પિતાએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી
******
*24 કલાક વીજળી ગામડાઓ સુધી પહોંચાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય*
રાજ્યમાં આગામી બે વર્ષમાં તમામ ગામડાઓને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે, પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે ૩૫ હજાર કરોડના ખર્ચે આ યોજના હેઠળ ૪ હજાર ગામોને વીજળી પૂરી પાડવામાં આવી છે.
******
*રાજકોટ એઇમ્સમાં 22 બ્લોકમાંથી 21ના પ્લાન મંજૂર થયા*
રાજકોટના જામનગર રોડ પર 15 કિ.મી. દૂર પરાપીપળીયા-ખંઢેરી નજીક એઇમ્સટ હોસ્પિપટલ બની રહી છે. હાલ બાંધકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રૂડા કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 7 માળના મુખ્યમ બિલ્ડીંેગ સહિત અન્યમ બિલ્ડીંતગોમાં કુલ 22 જેટલા જુદા જુદા બ્લોાક બનશે. 22માંથી 21 બ્લોકના પ્લાોન મંજૂર થઈ ગયા છે. અગાઉ બે બિલ્ડીંુગ એકેડેમીક બિલ્ડીંીગ અને મેઈન હોસ્પિબટલ બિલ્ડીં ગના પ્લાાનમાં ક્વેરી નીકળી હતી. જેમાં એકેડેમીક બિલ્ડીંનગના પ્લાોનમાં ક્વેરી સોલ્વ થતા તે પણ આજે મંજૂર થઈ જશે. જ્યાીરે મેઈન બીલ્ડીંલગના પ્લારનમાં ક્વેરી સોલ્વ કરી તમામ 22 બ્લોીકમાં કામગીરી ધમધમતી થઈ જશે.
******
*મોરારીબાપુએ લીધી કોરોનાની રસી*
જાણીતા કથાકાર મોરારીબાપુએ કોરોનાની રસી લીધી છે. સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે મોરારીબાપુએ કોરોનાની રસી લીધી હતી. મોરારી બાપુએ દરેક લોકોને કોરોના વૅક્સીન લેવા અપીલ કરી છે. આ સાથે કે તેમણે અપીલ કરી કે ડર રાખ્યા વગર લોકોએ વૅક્સીન જરૂરથી લેવી જોઈએ
**********
*વડોદરા ડેપો પર વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો*
બસમાં બેસવા બાબતે આણંદથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓની કંડક્ટર સાથે તકરાર થતા મામલો બિચક્યો હતો. ઘટનાની જાણ થતા જ સયાજીગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીઓએ કલાકો સુધી બસને રોકી રાખી હતી. વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાથી આણંદ જતી બસોની ફ્રિકવન્સી વધારવી જોઈએ જેથી તેમને અપડાઉનમાં સરળતા રહે. આ અંગે અગાઉ એસટી વિભાગના અધિકારીઓને રજૂઆતો કરી હોવા છતા એસટી તંત્રએ ન સાંભળતા તેઓ રોષે ભરાયા હતા અને એસટી બસ સ્ટેન્ડમાં હોબાળો મચાવી દીધો હતો
*******
*કોરોનાના આંકડા છુપાવાતા હોવાની વિગત વિધાનસભામાં ખુલી*
છુપાવતા હોવાનું પૂરવાર થયું છે 3 તારીખના સરકારના જવાબમાં અમદાવાદ કુલ 53728 દર્દીની સંખ્યા હતી જ્યારે સરકારે આપેલા જવાબમાં માત્ર ખાનગી હોસ્પિટલમાં સરકારી બેડમાં સારવાર લીધેલા દર્દીની સંખ્યા 59993 છે. જેથી કોંગ્રેસનો આરોપ છે કે પહેલેથી જ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં આંકડા છૂપાવી રહી છે.
*****
*ડીસા સંઘના પૂર્વ ચેરમેન સામે ફરિયાદ, 1.80 કરોડની ઉચાપતનો આરોપ*
ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન સામે ફરિયાદ નોંધાઇ છે. પૂર્વ ચેરમેન દશરથ દેસાઈ સામે ફરિયાદ થઇ છે. જિલ્લા રજીસ્ટ્રારની તપાસ દરમિયાન આ ઉચાપત સામે આવી હતી. ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ છે.
*******
*એન્જીનિયર્સ વિભાગમાં 2881 જગ્યા પર ભરતી કરવામાં આવશે*
રાજ્ય સરકારના ઊર્જા વિભાગમાં જુદી-જુદી વીજકંપનીઓમાં કુલ 2 હજાર 881 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. અને પરિણામો આજે જાહેર કરાયા છે તેમને નોકરીના પ્રમાણપત્રો આપવામાં આવશે તેવો સૌરભ પટેલે દાવો કર્યો છે. સાથે જ 103 એન્જિનિયર્સની પણ ભરતી કરવામાં આવશે.
******
*કોના શિરે હશે મેયરનો તાજ?*
*જાણો કોનું નામ છે રેસમાં આગળ સત્તાવાર જાહેરાત આજે*
અમદાવાદ મહાનગરપાલિકામાં ભવ્ય જીત બાદ મેયર પદનો તાજ કોને પહેરાવાશે ? આ માટે કેટલાક નામ ચર્ચામાં છે. અમદાવાદનું મેયર પદ SC અનામત હોવાથી ત્રણ નામ હાલમાં ચર્ચામાં છે. અમદાવાદના મેયર પદ માટે ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમારનું નામ રેસમાં છે. આ ઉપરાંત જોધપુર વોર્ડના અરવિંદ પરમાર કે નવરંગપુરા વોર્ડના હેમંત પરમાર પણ મેયર પદની રેસમાં છે. અમદાવાદના મેયર પદના નામ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ પણ અત્યંત મહત્વનું મનાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે થલતેજ વોર્ડના હિતેશ બારોટ, ઘાટલોડિયા વોર્ડના જતીન પટેલ કે પાલડી વોર્ડના જૈનિક વકીલનું નામ ચર્ચામાં છે. આ ત્રણ નેતાઓ પૈકી કોઈ એકને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું મોભાદાર પદ મળે તેવી શક્યતા સૌથી વધારે છે.
*****
*વિવિધ પદો માટે ભાજપના કોર્પોરેટરે ભર્યા ફોર્મ*
અમદાવાદ મહાનગર પાલિકામાં મેયર સહિત અનેક હોદ્દેદારોના નામની જાહેરાત બુધવારે મળનારી સામાન્ય સભામાં કરવામાં આવશે. જો કે આ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યો માટે ભાજપના કોર્પોરેટરે ફોર્મ ભર્યા હતા
******
*વધુ એક કોલ સેન્ટર ઝડપાયું31 શખ્સો ની ધરપકડ*
અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્દોરમાંથી ગેરકાયદેસર ચાલતા વધુ એક કોલ સેન્ટરને પકડી પાડ્યું છે. શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને ઊંચા વળતરની લાલચે આ ગેંગ છેતરપિંડી કરતી હતી. એપીએમસીના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. તેમની પાસેથી પણ ૧૮ લાખ રૂપિયાની રકમ પડાવી હતી.સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા મધ્યપ્રદેશની ગેંગને ઝડપી પાડી હતી.
********
*મહિલા પર સાસરી પક્ષ દ્વારા કરવામાં આવેલી હિંસા માટે જવાબદાર પતિ: સુપ્રીમ*
પત્ની પર હિંસાના આરોપી વ્યક્તિને સુપ્રીમ કોર્ટે ધરપકડ પહેલા જામીન આપવાથી ઇનકાર કરી દીધું છે. કોર્ટે સોમવારે કહ્યું કે જો સાસરામાં મહિલાઓ પર હિંસા થાય છે તો ઘા માટે મુખ્યરૂપથી પતિ જવાબદાર હોય છે, ભલે હિંસા એના સબંધીઓ કરે. કોર્ટે જે વ્યક્તિની અરજી પર સુનાવણી કરી, એ એના ત્રીજા લગ્ન અને મહિલાની બીજી. લગ્નના વર્ષ પછી 2018માં તેમને એક બાળક થયું હતું. ગયા વર્ષે જૂનમાં મહિલાએ લુધિયાણા પોલીસમાં પતિ અને સાસરા પક્ષવાળાની ફરિયાદ નોંધાવી હતી.

*??thaend??*

TejGujarati