સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદ ખાતે દિવ્યાંગ સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો.

સમાચાર

તા.૭/૩/૨૦૨૦ ને રવિવારના દીને સામાજિક અધિકારીતા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપિત સમેકિત ક્ષેત્રિય કૌશલ વિકાસ, પુનર્વસન કેન્દ્ર – ઓઢવ, અમદાવાદ નાં સહયોગ થી સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદ માં દિવ્યાંગ સાધન સહાય નિદાન કેમ્પ અનુસૂચિ જાતિ ના દિવ્યાંગ લાભાર્થી માટે નો હતો. આ કેમ્પ માં અમદાવાદથી શ્રી રાજેન્દ્ર કુમાર ચેચાની,શ્રી પરવેશ રાઠોડ અને શ્રી પૂર્વ વ્યાસ સાહેબ દિવ્યાંગ નિદાન માટે આવ્યા હતાં.આ નિદાન કેમ્પ માં આજે શારીરિક દિવ્યાંગ કુલ – ૩૦ , શ્રવણ બધિર – ૬ અને મનોદિવ્યાંગ – ૧૧ એમ કુલ – ૪૭ દિવ્યાંગો આ નિદાન કેમ્પમાં હાજર રહ્યા હતા. આ કેમ્પનું આયોજન શ્રી રાજેન્દ્ર પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.હવે થોડા દિવસોમાં સાધન સહાય વિતરણનું કાર્ય કરવામાં આવશે. આ કેમ્પ ને સાર્થક બનાવવા માટે શાળાના ટ્રસ્ટી શ્રી વિનોદ દાદા, કમિટી મેમ્બર, પ્રિન્સીપાલ શ્રી હર્ષદ ભાઈ તેમજ સ્ટાફ મિત્રોએ ખૂબજ સુંદર આયોજન કર્યું હતું…

TejGujarati