જય હિંદ,
વર્ષોથી રૂઢિચુસ્ત આપણો દેશ પુરુષ પ્રધાન દેશ માનવામાં આવ્યો છે. અને મહિલાઓનાં સમાન અધિકાર અને સન્માન ન આપી અવગણના કરતો પુરુષ સાથે આજે ખભે ખભા મિલાવી દેશનાં સન્માનની રક્ષા કરતી મહિલાઓ આગળ વધતી રહી છે. આજે કોઈ કામનાં ક્ષેત્ર બાકી નહીં હોય જ્યાં મહિલા દેશ માટે યોગદાન ન આપી શકી હોય. તેમ છતાં આજે પણ પુરુષો જૂની પરંપરાને સ્વીકારી અને મહિલાને સન્માન કે સમાન અધિકાર આપવા ક્યાંક માનસિક નાનમ અનુભવતા તેમનાં હક્ક અધિકાર અને સન્માન આપવા કરતાં આપણો અહમ્ ઘવાય તેવાં તર્ક વિતર્કો ઊભા કરી હોનહાર દેશ અને આપણી પેઢીને આગળ વધારતી મહિલાને નિર્બળ માની તેમનું સન્માન અને સમાન અધિકાર આપતાં ખચકાય કમજોર સાબિત કરીએ છીએ.
પરંતુ,આજે નારી,મહિલા ચંદ્ર ઉપર ભ્રમણ કરનારી,જાબાઝ અધિકારી કે અન્ય ક્ષેત્રોમાં દેશની રક્ષા કાજે આગળ વધી રહી છે.
સર્વે દેશવાસી મહિલાઓને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ,શુભેચ્છાઓ.
નારી તું નારાયણી.
પ્રશાંત ભટ્ટ.
કચ્છ.