“વિશ્વ મહિલા દિન” ની પ્રજાલોજી” 🌹 🌹🌹 🌹🌹 🌹🌹 🌹

ઓટોમોબાઇલ ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે
સુ.શ્રી. સોફિયા ખરેચા સ્થાપિત “આત્મનિર્ભર ગૃપ” દ્વારા EXHIBITION, હાઉઝી તથા “કોરોના એન્જલ” એવોર્ડ સમારોહ યોજવામાં આવેલ
❤️❤️🙏❤️❤️

ગુલમહોર મોલ, સેટેલાઇટ ખાતે આજે ૩૫ કરતાં પણ વધારે વિવિધ ક્ષેત્રની મહિલાઓને “કોરોના એન્જલ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.
કોરોનાના કપરા સમય દરમ્યાન પોતાની સમાજ ઉપયોગી પ્રવુતિ દ્વારા સમાજને મદદરૂપ થનાર વિવિધ ક્ષેત્ર જેવા જે મેડિકલ, પોલીસ, સમાજ સેવા પોતાનું યોગદાન આપનાર મહિલાઓને “કોરોના એન્જલ” તરીકે સુ શ્રી સોફિયા ખેરીચા તથા આત્મનિર્ભર ગૃપ દ્વારા સન્માનિત કરવામાં આવેલ.
જાણીતા મહિલારત્ન એવા માં મંજરી જોશી (ઝાયડસ), પારુલ ઠક્કર (ફેશન આઈકોન), પાર્થિવી અધ્યારૂ શાહ (સાહિત્ય), પૂર્વી નિર્માત્રી & પ્રજા (પ્રકાશ જાડાવાલા), પિન્કી સાધુ (મહિલા સાહસિક), ફાલ્ગુની જાની એસ્ટ્રોલોજર, ડિમ્પલ શાહ, પ્રિયંકા બસુ (ગાયિકા), મીનુ શર્મા (ગાયિકા) કિન્નરી નાયક (અભિનેત્રી), હેમા મહેતા (અભિનેત્રી), પાયલ જોશી (મહિલા સાહસિક), જયશ્રી શાહ (સામાજિક સેવા), ગોપી પંડ્યા (મેડિકલ) સહિત અનેક ક્ષેત્રની વિવિધ મહિલા રત્નોનું “કોરોના એન્જલ” એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવેલ.
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
આત્મનિર્ભર ગ્રુપ દ્વારા આયોજિત આજના આ Exhibition તથા હાઉઝી માં માટે ઉપસ્થિત તમામ બહેનોનુ સ્વાગત કરતા સોફીયા ખેરિચા એ જણાવ્યું હતું કે, આજે international woman’s Day નિમિતે આપણે આપણા સમાજમાં કોરોના ના કપરા સમય દરમ્યાન જે મહિલાઓએ વિવિધ ક્ષેત્રમા વિશિષ્ઠ કામગીરી કરેલ છે તેમને આજે “કોરોના એંજલ” ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Exhibition તથા હાઉઝી માટે સ્પોન્સરશિપ તથા સહયોગ આપનાર તમામ શુભેચ્છકોને પણ આવકારતા સોફિયા ખરેચાએ વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગ્રુપની રચના એ માટે જ કરવામાં આવી છે કે, જેથી તમામ બહેનો પોતાની જાત ઉપર જ સ્વાવલમ્બી બને અને અન્ય કોઇ ઉપર નિર્ભર ના બને. આ પ્રકારે આયોજિત કરાયેલ એક્ષિબિશન મા પોતાની બનાવેલી વિવિધ ચીજ વસ્તુઓને ખરિદ વેચાણ દ્વારા એક સારી તક ઉભી કરી શકાય છે. અને મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે આત્મનિર્ભરતા માટેનો આ એક નમ્ર પ્રયાસ છે.
ઉપસ્થિત મહિલા સભ્યોને “વિશ્વ મહિલા દિન” ની શુભેચ્છા પાઠવતાં સુ શ્રી સોફિયા ખારેચએ હાકલ કરી હતી કે,
“ખુદિ કો કર બુલંદ ઇતના કિ,
તકદિર લિખને સે પહેલે,
ખુદ ખુદા પુછે,
અય બંદે તેરી રજા ક્યા હૈ”
એ નોંધનીય છે કે, આત્મનિર્ભર ગૃપ દ્વારા યોજવામાં આવેલ એકઝીબીશન મારફત મહિલાઓ દ્વારા ૩૫ કરતાં પણ વધુ સ્ટોલ દ્વારા વિવિધ ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ કરવામાં આવેલ.
આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ “હાઉઝી” હતી જેને ઉપસ્થિત સહુ સભ્યોએ મન મૂકીને રમી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના જાણીતા સિંગર નિરજ ગજ્જર દ્વારા ઉપસ્થિત મહિલા સભ્યોની ફરમાઈશ ના આશરે મનપસંદ ગીતો રજૂ કરી સૌના દિલ જીતી લીધેલ.
ફરી એકવાર સૌને
“વિશ્વ મહિલા દિન” ની પ્રજાલોજી”
https://m.facebook.com/story.php?story_fbid=10158966185929801&id=579714800&sfnsn=wiwspwa

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •