અનોખો ક્રિકેટ પ્રેમી. 1983 ની મોટેરા સ્ટેડિયમમાં પહેલી રમાયેલી ટેસ્ટ મેચની ટિકિટ*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગુજરાતીમાં કહેવત છે કે સંગર્યો સાપ પણ કામનો આજ કહેવત મુજબ મૂળ સૌરાષ્ટ્રના ૬૮ વર્ષની ઉંમરના ભરતભાઈ કેશવલાલ શેઠ 42 વર્ષથી હિંમતનગરમાં રહેછે મોઢેરા સ્ટેડિયમ ના નિર્માણ બાત પ્રથમ ટેસ્ટ મેચ જોવા માટે ભરતભાઈ સ્ટેડિયમમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી પહોંચ્યા હતા 1983 ની એ મેચની ટિકિટો આજે પણ જીવના જેમ સાચવી છે. મોટેરા સ્ટેડિયમ બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનતા તેઓ ફરી સ્ટેડિયમની મુલાકાતે પહોચ્યા અને સ્ટેડિયમ જોઇ દંગ રહી ગયા.. એટલુ જ નહી તેમની સચવાયેલી 1983 ની ટિકિટ પર સુનિલ ગવાસ્કરે ઓટોગ્રાફ આપી તેમના ક્રિકેટ પ્રેમને બિરદાવ્યો.

TejGujarati