તા. ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉદ્દગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉજવાતા ઉષા પર્વ અંતર્ગત ઝળહળ થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.
ઉષાપર્વનાં બારમાં વર્ષે ઉદ્દગમ વિમેન એચિવર્સ એવોર્ડ હેઠળ સાહિત્ય ક્ષેત્રે મળેલાં એવોર્ડનો રાજીપો છે.
આ અવસરે હું ઈશ્વર , મારાં માતા- પિતા , મારા પતિ – સંતાનો , પરિવારજનો , મિત્રો અને ભાવકોનો આભાર વ્યક્ત કરું છું .
સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન કરનાર મહિલાઓને પાછલાં બાર વર્ષથી સન્માનિત કરી રહેલાં ઉદ્દગમ ચેરિટેબલ ટ્રસ્ટને પણ ધન્યવાદ.
