• “આંતરરાષ્ટ્રીય મહીલા દીન” નિમીતે કરુણા ફાઉન્ડેશન દ્વારા “ગૌ આધારીત અર્થવ્યવસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ” પર રાષ્ટ્રીય વેબીનારનું આયોજન .

ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

કરૂણા ફાઉન્ડેશન દ્વારા “ગૌ આધારીત અર્થવ્યવસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ” પર રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનાર માં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, નારી ફાઉન્ડેશન તરફથી પૂજા શ્રીવાસ્તવ(કાનપુર), ગૌ વંશ મંથન તરફથી મોનીકા અરોરા(દિલ્હી), જન ઉર્જા મંચ તરફથી ડો.નિશિતા દીક્ષિત(હૈદરાબાદ) ઉપસ્થિત રહી વિષયોચિત્ત માર્ગદર્શન આપશે. આ વેબીનાર તા.૦૮/૦૩/૨૦૨૧ ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ગુગલ મીટ લીંક https://meet.google.com/zyc-uuag-dtd પર થી જોડાઈ શકાશે. આ વેબીનારને કરુણા ફાઉન્ડેશનના ફેસબુક પેઇજ https://www.facebook.com/animalhelplinekarunafoundation પર અને ડો. વલ્લભભાઇ કથીરિયાના ફેસબુક પેઇજ https://www.facebook.com/vallabh.kathiria પર લાઈવ નિહાળી શકાશે. સૌને આ વેબીનારમાં જોડવા મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ અપીલ કરી છે.

TejGujarati