 આજે વિશ્વ વન્ય જીવ દિવસ.- માહિતી સંકલન : મિતલ ખેતાણી.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

આજે વિશ્વ વન્ય જીવ દિવસ છે. વિશ્વભરમાં આ દિવસની ઉજવણી દર વર્ષે 3 માર્ચે કરવામાં આવે છે. 20 ડિસેમ્બર, 2013 ના રોજ, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ, તેની 68 મી મહાસભામાં, વિશ્વભરના લોકોને વન્યપ્રાણી સંરક્ષણ માટે જાગૃત કરવા અને વનસ્પતિની લુપ્તપ્રાય જાતિના જાગૃતિ માટે દર વર્ષે ૩ માર્ચે “ વિશ્વ વન્ય જીવન દિવસ ”ની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી.
રાજ્યમાં વન વિસ્તારનું વર્ગીકરણ ખુબ જ અસમાન છે. આણંદ જીલ્લો સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવે છે જયારે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૫૫૯૮.૮૩ ચોરસ કિમી વન વિસ્તાર આવેલો છે. દેશમાં કુલ ભૌગોલીક વિસ્તારના ૪ ટકા વન વિસ્તાર વન્ય પ્રાણી રક્ષિત વિસ્તાર જાહેર થયેલો છે. જેની સામે ગુજરાતમાં ૮.૮ ટકા વિસ્તાર પ્રાણીઓ માટે આરક્ષિત છે.
રાજ્યમાં દુર્લભ પ્રાણીઓનાં સંરક્ષણ કાર્યક્રમ અન્વયે ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો, ૨૩ અભયારણ્યો અને એક કન્ઝર્વેશન રીઝર્વ સહિત ૧૭૩૩૦ ચો.કિમી વિસ્તાર વન્યપ્રાણી રક્ષિત વિસ્તાર છે. રાજ્યમાં સિંહ, દીપડા, રીંછ, ઘુડખર, કાળીયાર, મગર જેવા વન્યજીવોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં ૫૧૩ જાતિના પક્ષીઓ, ૧૧૪ પ્રજાતિઓનાં સરીસૃપ અને ઉભયજીવી જાતો, ૧૧૧ પ્રજાતિના સસ્તન પ્રાણીઓ અને ૭૦૦૦થી વધારે પ્રજાતિઓના કીટકો અને મૃદુકાય જીવો જોવા મળી રહ્યા છે. આજે વન્ય જીવ દિવસ નિમિત્તે વનોની સંખ્યામાં વધારો થાય એ બાબતે પ્રયાસો કરવા જોઈએ જેથી વન્ય પ્રાણીઓનું રક્ષણ થઈ શકે.
– માહિતી સંકલન : મિતલ ખેતાણી ( મો. 9824221999 )

TejGujarati