જામનગરમાં પૂર્વ મંત્રી સહિત આખો પરિવાર થયો કોરોના સંક્રમિત. કોવિડ હોસ્પિટલમાં કરાયા દાખલ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર હેલ્થ

જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ ના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી સહિતનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા નેતા વસુબેન સહિત પતિ નરેન્દ્રભાઈ, પુત્ર દક્ષભાઈ અને તેમના પત્ની અભિબેન ત્રિવેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ લોકોને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

TejGujarati