*સદાબહાર ફાયર બ્રાન્ડ ચીફ ફાયર ઑફિસર : રાજેશ ભટ્ટ* *શંખનાદ : શૈલેશ રાવલ*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

*સદાબહાર ફાયર બ્રાન્ડ ચીફ ફાયર ઑફિસર : રાજેશ ભટ્ટ*

*શંખનાદ : શૈલેશ રાવલ*

*9825072718*

માત્ર 20 વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અગ્નિશામક વિભાગ એટલે કે ફાયરબ્રિગેડ ડિપાર્ટમેન્ટ માં સ્ટેશન ફાયર ઑફિસર તરીકે જોડાયા, સતત 36 વર્ષ સુધી કુદરતી કે માનવ સર્જિત આફતો, આગ, પૂર, ભૂકંપ, કુખ્યાત અમદાવાદી કોમી તોફાનો, અનેક ગમખ્વાર રોડ રેલવે અકસ્માતો જેવા કેટકેટલા ભયાવહ દિવસ-રાત સતત બચાવ કાર્યો કરતા કરતા, હૃદય માં રહેલી માનવસેવાની આગને હંમેશ પ્રજ્વલિત રાખી ને ડિવિઝનલ ફાયર ઑફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર, ઍડિશનલ ચીફ ફાયર ઑફિસર, અને હવે ચીફ ફાયર ઑફિસર, અમદાવાદ ના મુખ્ય હોદ્દા પર પહોંચ્યા છે. તેમની અંદર ધખારા મારતા ‘માનવસેવા પવિત્રાગ્નિ’ ની ગરમી તેમણે સૌમ્ય ચહેરા પર વર્તાવા દીધા વગર ત્રણ પેઢી સુધી અખંડ જીવંત રાખી છે. હા, ફાયરબ્રિગેડ સેવા માં પિતા જયંત ભટ્ટ (સુરત), રાજેશ ભટ્ટ (અમદાવાદ) અને તેમના પગલે દીકરો મિલન ભટ્ટ (ઓએનજીસી કલોલ) કાર્યરત રહી જાણે સવાયા બનવા ની હોડ રચી હોય તેમ લાગે છે. રાજેશ ભટ્ટ કહે છે કે ભારત સરકારે મારા પિતાજી ને દેશ આઝાદી ના પચ્ચીસ વર્ષ ની ઉજવણી ટાણે રાષ્ટ્રપતિ દ્વારા સિલ્વર જ્યુબિલી સન્માન થી નવાજ્યા હતા, પચાસ વર્ષ ની ઉજવણી ટાણે મારા ભાગે પણ આવું રાષ્ટ્રપતિ દ્વારા ગોલ્ડન જ્યુબિલી સન્માન મળ્યું છે, અને મને આશા છે કે પંચોતેર વર્ષે ઉજવણી ટાણે દીકરો પણ જરૂર આવું ઉચ્ચ પ્લૅટિનમ સન્માન મેળવી ફાયર બ્રિગેડ સેવાનું ગૌરવ વધારશે. ખેડા પાસે આવેલા ઉમરેઠ ગામ ના ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર ના લક્ષ્મીશંકર રવિશંકર ભટ્ટ આઝાદી ચળવળ સમયે લડત માં અગ્રેસર, તે દીકરા જયંતભાઈને પણ દેશ સેવાની ચાનક, અંતે અગ્નિશામક દળ માં કાર્યરત થયા. તેમનો યુનિફોર્મ ઋતબો દીકરા રાજેશ અને પૌત્ર મિલન માટે સદૈવ આદર્શ વ્યક્તિત્વ બની રહ્યો.

રાજેશ ભટ્ટ માટે તો અમદાવાદ જ જન્મભૂમિ અને કર્મભૂમિ બની રહી છે. હાયર સેકન્ડરી અભ્યાસ પછી નેશનલ ફાયર સર્વિસ કૉલેજ ડિપ્લોમા અને તે પછી ફાયર એન્જીન્યરીંગ અભ્યાસક્રમ સાથે 1984થી અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ સાથે જોડાયા, તે કહે છે કે આ એક એવું ક્ષેત્ર છે, જેમાં સમાજ ના તમામ શિક્ષણ વિશે જાણકારી જરૂરી છે, હ્યુમન સાયકોલોજી, એન્જીનીયરીંગ, બિલ્ડિંગ કન્સ્ટ્રકશન, શહેરી ભૂગોળ, પ્રજા રહેણીકરણી, ડ્રેનેજ એન્ડ વોટર સપ્લાય સિસ્ટમ, આબોહવા સાથે સાથે નવી ડિજિટલ અભ્યાસ પદ્ધતિ જેવા તમામ પાસા નું જ્ઞાન રાખો અને સતત અપ ડેટ પણ કરતાં રહો, ત્યારે ફાયરબ્રિગેડ ના સફળ બ્રિગેડિયર બની શકો. સીઝન ગમે તે હોય મગજ પર વિપરીત સ્થિતિ માં બરફ રાખવા ની ક્ષમતા ના હોય તેવું વ્યક્તિત્વ આ પ્રૉફેશન ને પૂર્ણ ન્યાય આપી શકે નહીં. ગુજરાત ભૂકંપ 2001 યાદ કરતાં તેમની આંખોના ખૂણા ભીંજાય છે. તે કહે છે સતત બે દિવસ માં અમદાવાદની ધરાશયી ઇમારતોમાંથી વીસેક વ્યક્તિઓને અમારી ટીમ સલામત બહાર કાઢે છે, પણ એ તેર વર્ષ ની બાલિકા, પૃથા દેસાઈ ની મજબૂત મનોદશા હું જીવંતપર્યન્ત નહીં ભૂલી શકું, સંગેમરમર ફ્લેટ ના કાટમાળ નીચે થી આવતો બાળકી નો અવાજ, માથે અંધારું, ટાંચા સાધનો છતાં વીસેક કલાકની જહેમત બાદ કાટમાળ નીચે અમે તેના સુધી પહોંચ્યા ત્યારે તેની હિંમતે જ અમારી હિંમત વધારી હતી. તેની પૂર્ણ સ્વસ્થતા મારા માટે વિસ્મય હતું, એક હાથ બહુ ખરાબ રીતે ફસાયો, છુંદાયો હતો. બે દિવસ પસાર થઈ ચુક્યા હતા, તેનો હાથ કાપ્યા વગર, જીવ બચાવવા નો કોઈ રસ્તો ન હતો. જીવ બચ્યાનો આનંદ તેના પિતા ના આક્રંદી સંવાદે ઓછો કર્યો, બકુલ દેસાઈ ના શબ્દો હજુ તાજા છે, દીકરીને સ્કૂલ માં સારા હસ્તાક્ષર અને ચિત્રકળા માં અનેક એવોર્ડ જે હાથે અપાવ્યા, કુદરતે તે જમણો હાથ શું કામ છીનવી લીધો? પછી તો પૃથા એ માત્ર છ મહિનામાં પૂર્ણ સ્વસ્થતા સાથે ડાબા હાથે લખતાં, ચિત્ર દોરતા શીખી લીધું, તેની ગજબની હિંમત અને આત્મવિશ્વાસ ને ભરોસે તે હમણાં લંડન શહેર માં સાયક્યાટ્રીક ડૉક્ટર તરીકે પસંદગી પામી તે ફોન રીસીવ કરતાં મારો આંખો પરિવાર ગૌરવાન્વિત થયો. પૃથા ની આ બહાદુરીએ મારો આત્મવિશ્વાસ અનેક ઘણો વધાર્યો છે, મને વર્ક ટ્રેસ લાગે ત્યારે હું પૃથા ને યાદ કરું છું, ત્યારે મારી તકલીફો સાવ સરળ બની રહે છે. ગુજરાત બહાર બિહારમાં કોશી હોનારત સમયે સતત બાર દિવસ સુધી પાણી માં ફસાયેલા બારસો થી વધારે નાગરિકોને હેમખેમ સલામત લાવ્યા, તેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ટીમવર્ક ના નવા અધ્યાય શિખ્યો, નૅવિગેટર સિસ્ટમ વગર કર્મચારીઓ ને અપાયેલા ફ્લોરોસન્ટ ડ્રેસ ને લેન્ડમાર્ક બનાવી પાણીમાંથી રસ્તો કરવાની પદ્ધતિ હૈયે હામ હોય તે જ કરી શકે. અમદાવાદ રેસ્ક્યુ સમયે હોલેન્ડ, જાપાન, બ્રિટન, ફ્રાન્સ વગેરે ડિઝાસ્ટર ટીમ એવી પ્રભાવિત બની કે વિશેષ તાલીમ અર્થે વિદેશ જવા આમંત્રણ મળ્યું. છેલ્લા દશક માં ફાયર વિભાગ પાસે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઇમ્પ્લિમેન્ટેશન પછી અદ્યતન સાધનો વધ્યા છે, જે આફત સમયે ખુબ ઉપયોગી છે.

આઠ મહા નગરપાલિકા સાધન સજ્જ બની છે, તે સારી વાત છે પણ હજુ અનેક નગરપાલિકા અને તાલુકા મથકો ના ફાયર સ્ટેશનો સુવિધા માટે તલસે છે, દેશના બજેટ માં ફાયર સેફટી અને ડિઝાસ્ટર વિષયક વધારે બજેટ લોક સુખાકારી માટે પ્રાથમિકતા ઝંખે છે. વિકાસ સાથે અકસ્માત કે હોનારતો વધે તે હકીકત છે. અમદાવાદની વાત કરતાં જણાવે છે કે, સ્ટેન્ડિંગ ફાયર એડવાઈઝરી કાઉન્સિલ (SFEC), દિલ્હી ની ગાઇડ લાઇન પ્રમાણે 550 ચોરસ કિલોમિટર વિસ્તાર પ્રમાણે પંચાવન ફાયર સ્ટેશન ને બદલે 2021 સુધી માત્ર વીસ ફાયર સ્ટેશન છે. દરેક સ્ટેશન ને વધારે અસરકારક બનાવવા ફાયર ચોકીઓ નું માળખું ઉભું કરી દુર્ઘટના ની પ્રથમ વીસ મિનિટ જાનહાની રોકવા વધારે સક્ષમ બને તે પ્રયાસ નવા નગરો માં જરૂરી છે. ફાયરમૅન શક્તિમાન કે સુપરમૅન નથી, તેમના પરિવાર કે સામાજિક જવાબદારી સમજી સૈન્ય કે પોલીસ જવાન જેટલી ઇજ્જત, શાબાશી, પગાર ધોરણ, અન્ય સહજ સુવિધા સાથે શું સમાજ એક ગર્વ સભર સ્મિત કે પ્રોત્સાહન માં થોડી દિલેરી ના વધારી શકે! જેથી આ ફાયર બ્રાન્ડ સંસ્થા વધારે ઉત્તમ પ્રદર્શન કરી શકે. વિદેશી ઉપકરણો જેવા કે હાઇડ્રોલિક સીડી, ઈકોસ્ટીક લિસનિંગ ડિવાઇસ, હાઈરેંજ થર્મલ ઇમેજ કૅમેરા, ન્યૂમેટિક લિફ્ટિંગ બૅગ, હાઇપર બ્લૉઅર, આગ અંદર જાય તેવા રોબોટ ફાયરમૅન, હાઈ વોલ્ટેજ ડીવોટરિંગ પમ્પ (મિનિટ માં 14હજાર લીટર કેપેસિટી) સાથે સાથે ભારતીય ઝનૂન યુક્ત સેવા ભાવના આ બધું નવી પેઢી પાસે છે. નથી તો માત્ર નિયમ પાલન સભાનતા, દરેક નાગરિક પોતની ફરજ ને જે દિવસે હક્ક માનશે તે દિવસે ન્યાયતંત્ર નું કામ ઓછું થશે, અને માનવીનું જીવન સરળ થશે. કાચ મઢેલા મકાનો, કે દેખાદેખી ની અન્ય વણ ઉપયોગી સગવડો અણધાર્યા અકસ્માતો આમન્ત્રે છે. માનવ સર્જિત અકસ્માતો નું પ્રમાણ ઘટાડવા દરેક નાગરિકે સ્વૈચ્છિક ફાયરમૅન બનવા ની જવાબદારી સ્વિકારવી પડશે. અગ્નિશામક વાહન સાયરન ને રિસ્પેક્ટ આપો, 14મી એપ્રિલ 1944 ફાયર ડે ઉજવવાનો હેતુ ફાયર સ્ટેશન અને ફાયરમૅન પ્રત્યે જાગૃતિ લાવી દુર્ઘટના ટાળવા નો છે. ફાયરમૅન સમાજ વચ્ચે રહેતો મરજીવો છે, જે પોતે દર્દ સહી ને તમારું હાસ્ય કાયમ રાખે છે, તે પણ સસ્મિત. ધન્ય છે તેમના પરિવારજનો ને..!

*Evergreen Fire Brand Chief Fire Officer: Rajesh Bhatt*

*Shankhanad: Shailesh Raval*

In just 20 years, he joined the Ahmedabad Municipal Corporation Fire Department as a Station Fire Officer. The Divisional Fire Officer, Deputy Chief Fire Officer, Additional Chief Fire Officer, and now Chief Fire Officer, Ahmedabad have been promoted to the rank of Chief Fire Officer, keeping the fire of human service burning in the heart. He has kept the warmth of ‘Manavaseva Pavitragni’ burning inside him alive for three generations without letting it spread on his gentle face. Yes, it seems that father Jayant Bhatt (Surat), Rajesh Bhatt (Ahmedabad) and his son Milan Bhatt (ONGC Kalol) are working in the fire brigade service. Rajesh Bhatt says that the Government of India honored my father with the Silver Jubilee by the President on the occasion of the 25th anniversary of the country’s independence. I have also received the Golden Jubilee honor from the President on the occasion of the 50th anniversary, and I hope that The celebration of the year will also increase the pride of the fire brigade service by getting such a high platinum honor. Laxmishankar Ravishankar Bhatt of Khedawal Brahmin Parivar of Umreth village near Kheda was a leader in the freedom movement during the freedom movement, his son Jayantbhai also served in the country fire brigade. His uniform has always been the ideal personality for his son Rajesh and grandson Milan.

For Rajesh Bhatt, Ahmedabad is becoming his birthplace and karma bhoomi. Joining the Ahmedabad Fire Department since 1984 with a National Fire Service College Diploma after higher secondary studies and then a fire engineering course, he says this is a field that requires knowledge about all aspects of society education, human psychology, engineering, building construction. Be a successful brigadier of the fire brigade when you have knowledge of all aspects like urban geography, public housing, drainage and water supply system, climate as well as new digital study method and also keep up to date. No matter what the season, a personality who does not have the ability to keep the ice in the opposite position on the brain cannot do full justice to this profession. The corners of his eyes get wet as he remembers the 2001 Gujarat earthquake. “For two days in a row, our team has rescued Visek from the collapsed buildings of Ahmedabad, but I will never forget the strong mood of that thirteen year old girl, Pratha Desai, the voice of a girl coming from under the rubble of a marble flat, dark on my head,” he said. It was his courage that increased our courage when we reached him under the rubble after a twenty-hour struggle, despite the scarcity of equipment. His complete well-being was a surprise to me, one hand very badly trapped, tangled. Two days had passed, without cutting off his hand, there was no way to save his life. The joy of surviving was diminished by the tearful dialogue of her father, Bakul Desai’s words are still fresh, the daughter was given many awards in school for good handwriting and painting. Then in just six months, Pratha learned to write with her left hand, drawing with complete calmness, relying on her tremendous courage and self-confidence, she has just been selected as a psychiatric doctor in the city of London. This bravery of Pratha has boosted my confidence a lot, I remember Pratha when I feel a work trace, my troubles become very simple. Koshi disaster in Bihar outside Gujarat brought more than twelve hundred citizens trapped in the water safely for twelve consecutive days, learned new chapters of disaster management and teamwork, made a landmark of fluorescent dresses given to employees without navigator system and how to get out of the water. Can only. During the Ahmedabad rescue, disaster teams from Holland, Japan, Britain, France etc. were so impressed that they were invited to go abroad for special training. In the last decade, the fire department has developed advanced equipment after disaster management implementation, which is very useful in times of disaster.

Eight municipalities have been equipped, which is a good thing, but many municipalities and talukas are still thirsty for fire stations. Accidents or disasters increase with development. Speaking of Ahmedabad, the Standing Fire Advisory Council (SFEC) said that as per the guideline of Delhi, there are only twenty fire stations by 2021 instead of fifty five fire stations with an area of 550 sq km. Efforts are needed in the new towns to make each station more efficient by setting up fire checkpoints to be more capable of preventing casualties in the first twenty minutes of an accident. Firemen are not powerful or Superman, understand their family or social responsibility as army or police jawan as Ijjat, applause, salary scale, other instinctive facility what society can raise a proud smile or a little courage in encouragement! So that this fire brand organization can perform more excellent. With foreign devices such as hydraulic ladders, acoustic listening devices, high-end thermal image cameras, pneumatic lifting bags, hyper-blowers, fire-fighting robots, high-voltage dewatering pumps (with a capacity of 14,000 liters per minute). Have a new generation. Otherwise, the rule of law alone, the day when every citizen considers his duty a right, the work of the judiciary will be less, and the life of a human being will be easier. Glass-clad houses, or other non-useful facilities of appearance invite unforeseen accidents. To reduce the rate of man-made accidents, every citizen must accept the responsibility of becoming a volunteer fireman. Respect the fire vehicle siren. The purpose of celebrating Fire Day on 14th April 1944 is to create awareness among the fire station and firemen to avoid accidents. A fireman is a diver who lives in the midst of society, who keeps his laughter forever by signing pain, he also smiles. Blessed is his family ..! (Gujarati to English Translation by Google)

*#ફૂલછાબ #શંખનાદ #શૈલેશ_રાવલ #રાજેશ_ભટ્ટ #ચીફ_ફાયર_ઓફિસર #fulchhab #shankhnad #shaileah_raval #rajesh_bhatt #chif_fire_officer*

*Shailesh Raval 9825072718*

TejGujarati