આગિયા – © દેવેન ભટ્ટ.

ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

રોજ રાતે આગિયા આકાશમાં મળતા હતા,
શોધવા શું ફાનસો લઇ સામટા ફરતા હતા?

કોણ જાણે સૂર્યનાં એ બાતમીદારો હતા!
ગુપ્તવેશે રોજ સંતાકૂકડી રમતા હતા.

દૂર કરવું છે તિમિર, એ મંત્રણા કરતા હતા,
સૂર્ય પાસેથી ઉછીનું તેજ લઇ છળતા હતા.

ચાંદ ના આવે છતાં અંધારપટ ન્હોતો થતો,
ઝુંડમાં સઘળાય રાતે સામટા ભમતા હતા.

દીપમાળા જેમ એ વૃક્ષો બધા શણગારતા,
તારલાઓ સંગ ટમટમ એ બધા કરતા હતા.

જીંદગીમાં પણ ઘણા રસ્તે તમસ જોવાય છે,
આગિયાની જેમ મિત્રો રોશની કરતા હતા.

  • © દેવેન ભટ્ટ (૦૫/૦૨/૨૦૨૧)
TejGujarati