એચ.એ.કોલેજમાં મા સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાઈ ગયો.

ઓટોમોબાઇલ ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા આજે વસંતપંચમી નિમિત્તે “સરસ્વતી વંદના” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા વસંતપંચમી નિમિત્તે વિદ્યાની દેવી મા સરસ્વતી ની પ્રાર્થના તથા વક્તવ્યો રજૂ કર્યા હતા. કોલેજનાં પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતુ કે જ્યાં સરસ્વતીનો વાસ હોય છે ત્યાં લક્ષ્મીને રહેવુ ગમે છે. મા સરસ્વતીના આશીર્વાદ તથા પરીશ્રમથી વિદ્યાર્થીઓ ધાર્યું પરિણામ મેળવી શકે છે. આપણા પુરાણોમાં વસંતપંચમીના મહત્વ વીશે ઘણી વાતો ઇતિહાસમાં સમાયેલી છે. આજના યુવાનોને આપણી ભવ્ય સંસ્કૃતિ તથા વારસાથી વાકેફ કરવા જોઈએ. કોલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ મા સરસ્વતીનું પૂજન તથા આરાધના કરી હતી. આજના આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

TejGujarati