એચ.એ. કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંદર્ભે વર્કશોપ યોજાઈ ગયો.

ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ કોમ્પીટીટીવ એક્ઝામ સંદર્ભે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પૂર્વ અધિકારી શ્રી અશોકસિંહ પરમારે મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે સૌ પ્રથમ આત્મવિશ્વાસ તથા પધ્ધતીસરની મહેનત જરૂરી છે. યુપીએસસી તથા જીપીએસસી પરીક્ષામાં જતા પહેલા સાત વર્ષની મહેનત કરવી જોઈએ. ભાષાશુધ્ધી, લોજીક તથા વિચારોમાં ક્લેરીટી હોવી જોઈએ. અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ જરૂરી છે. અધિકારી બનતા પહેલા તેની માનસીકતા પેદા કરવી જોઈએ. મેનેજેરીઅલ તથા એડમીનીસ્ટ્રેટીવ એબીલીટી હોવી જરૂરી છે. તમારો એપ્ટીટ્યુટ, વિશ્વની હાલની પરિસ્થિતી વીશેનું જ્ઞાન, જનરલ અવેરનેશ તથા પરીક્ષાના સીલેબસનું સંપૂર્ણ જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. જીએલએસ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.ભાલચંદ્ર જોષીએ કહ્યું હતુ કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની ટ્રેઈનીંગ અપાય તેવા સેન્ટરો દરેક શૈક્ષણીક સંસ્થાઓમાં હોવા જોઈએ. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે વિચારો વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતનાં યુવાનો સ્ટેટ લેવલ તથા સેન્ટ્રલ લેવલની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓછી સંખ્યામાં ઉત્તીર્ણ થાય છે તેનું મુખ્ય કારણ આપણે સ્કૂલ લેવલથી આવી પરીક્ષાઓની ટ્રેઈનીંગ આપતા નથી તેમણે વધુમાં કહ્યું હતુ કે ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓમાં સિલેબસ એવો હોવો જોઈએ જેથી વિદ્યાર્થીઓને સીધો લાભ મળી શેક. કોલેજનાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરીને સેશન જીવંત બનાવ્યું હતુ. આ વર્કશોપનું સંચાલન પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ.

TejGujarati