સ્વાનંદ કિરકિરેએ ઇશારા માટે બ્રાન્ડ એન્થમ લખ્યુ! અથવા વિખ્યાત ગીતકાર સ્વાનંદ કિરકેરેએ ઇશારાના એન્થમમાં પોતાનો સ્વર આપ્યો.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સ્વાનંદ કિરકિરેએ ઇશારા માટે બ્રાન્ડ એન્થમ લખ્યુ!
અથવા
વિખ્યાત ગીતકાર સ્વાનંદ કિરકેરેએ ઇશારાના એન્થમમાં પોતાનો સ્વર આપ્યો

એક નઝારાસપનો સે હૈમિલનેચલા. એક નજરાયાદોકીગલીમેદા…
~ આ ગીત અનેક લાગણીઓનું મિશ્રણ છે જે જીવનના તબક્કાઓની ઉજવણી કરે છે ~

મુંબઇ, 15 ફેબ્રુઆરી 2021: સંગીતમાં સાંભળનારાઓની અંદર જ દટાઇ ગયેલી લાગણીઓને ફરી વાચા આપવાની અને કોઇની ઊંડી લાગણીઓને જગાડવાની કુદરતી શક્તિ હોય છે. ઇશારાના નવા બ્રાન્ડ ગીત (એન્થમ)ને આજે રજૂ કરવામાં આવ્યુ હતુ જેણે આ તમામ ક્ષમતાઓ ઝડપી લીધી છે અને તેમાં હૃદયને હચમચાવતા સંગીત અને મેલોડીઝ ટ્યૂનનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સ્વાનંદ કિરકીરેએ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે જે ઇશારાના મૂળ ભાવ અને સંવેદના સુંદર રીતે સમાવે છે. આ એન્થમ વીડિયોમાં કેટલાક વિખ્યાત ટીવી અભિનેતાઓ જેમ કે સુપ્રિયા પિલગાંવકર, ગુરુદીપ કોહલી, મહેશ ઠાકુર, શિવાની તોમર, ભૂમિકા ગુરુંગ વગેરેનો સમાવેશ થાય છે.
‘ઇશારા, જિંદગી કા નઝારા’ શિર્ષકવાળુ ઉર્મિકાવ્યની એવી રીતે રચના કરવામાં આવી છે જે અનેક લાગણીઓને માનવીના દિમાગ દ્વારા ઝડપે છે. આ ગીત જે આપણી આસપાસ જોયા છે તેવા હાવભાવના વ્યાપને રજૂ કરે છે – જેમાં પ્રિય વ્યક્તિની સાથે હોવાનો આનંદ, માતા અને તેના બાળકો વચ્ચેનો સંબંધ, પ્રિય વ્યક્તિને ગુમાવવાનું દુઃખ, નવા સંબંધોને અપનાવવા, જે ચીજ આપણને પ્રેરણા આપે છે અને આપણી શક્તિનો મોટામાં મોટો સ્ત્રોત છે તેનો સમાવેશ થાય છે, આ દરેક વસ્તુને જીવનની મોટી અને નાની ક્ષણોની ચિત્રાવલી/ઉજવણીમાં વણી લેવામાં આવી છે. ઇશારા જિંદગીકાનઝારા તમને એવી સ્ટોરીઓની ઝાંખી કરાવશે જે બ્રાન્ડ દ્વારા ઉષ્મા, પ્રેમ અને તાજા દ્રષ્ટિકોણની પૂરતી માત્રા સાથે રજૂ કરનાર છે.
સ્વાનંદ કિરકિરે આ ગીત અંગે અને ચેનલ ઇશારા સાથેની તેમની ભાગીદારી વિશે પોતાના વિચારો રજૂ કરતા કહે છે કે, “હું હંમેશા એવું માનતો આવ્યો છું કે જીવન એ છે જે તમે બનાવો છો અને કેવી રીતે તેની પ્રતીતી કરો છો. ઇશારા એવી ચેનલ છે જે પ્રત્યેક સ્તરે આ વિચારનુ પ્રતિબિંબ પાડે છે, ચાહે તે કન્ટેન્ટ કે ગીત કેમ ન હોય. તેઓ જીવન અને દરેક ક્ષણને ઉજવવામાં માને છે. અમારી પ્રથમ મુલાકાત બાદ મારે તે તેમના માટે કરવાનું હતુ તે હું જાણતો હતો અને જે ગીત હાલમા છે તે ન હોત તો હું ખુશ રહી શકત નહી. ઇશારાના તમામ કલાકારો આ ગીત માટે આગળ આવ્યા છે અને તેને જોવાનો ચોક્કસપણે આનંદ આવશે.”
10 મીડિયામાં ઇશારા 1 માર્ચ 2021થી 5 નવા શો સાથે જીવંત બનશે.

TejGujarati