*લેટ્સફ્લિક્સ દ્વારા ગુજરાતનું પ્રથમ, પોતાનું આગવું ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ થશે*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ, 16 ફેબ્રુઆરી, 2021 – ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અને ઈમ્પેક્ટ ઈન્વેસ્ટર- દ્રુમી ભટ્ટ, ઉદ્યોગપતિ અને ફિલાન્થ્રોપિસ્ટ- નરેન્દ્ર ફિરોદિયા તેમજ સિરિયલ આંત્રપ્રેન્યોર અને ઈન્ડિયા નેટવર્કના ફાઉન્ડર- રાહુલ નાર્વેકરે સાથે મળીને ગુજરાતના પ્રથમ અને પોતાનું આગવું ઓટીટી પ્લેટફોર્મ લેટ્સફ્લિક્સ (Letsflix) લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

લેટ્સફ્લિક્સની પ્રી-લોન્ચ ઈવેન્ટ મંગળવારે તા. 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈનમાં યોજાઈ હતી. કીર્તિદાન ગઢવી, અરવિંદ વેગડા, દેવાંગ પટેલ, આર્જવ ત્રિવેદી, મૌલિક નાયક જેવા મનોરંજન ઉદ્યોગજગતનાં મહાનુભાવો અને અન્ય વિવિધ અગ્રણીઓએ આ સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહીને પ્રસંગને શોભાવ્યો હતો.

આ પ્રસંગે બોલતાં, પ્રમોટર મિસ. દ્રુમી ભટ્ટે કહ્યું હતું, “ગુજરાતના પ્રથમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ લેટ્સફ્લિક્સને લોન્ચ કરતાં અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. ગુજરાત પાસે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે અને તેણે મ્યુઝિક તેમજ થિયેટર જગતમાં ઘણાં અગ્રીમ હરોળનાં કલાકારોનું સર્જન કર્યું છે. અમે લેટ્સફ્લિક્સ પ્લેટફોર્મ થકી ઉચ્ચ ગુણવત્તાવાળાં ગુજરાતી મનોરંજનને વિશ્વમાં વસતા તમામ ગુજરાતીભાષી વ્યક્તિ પાસે લઈ જવા માગીએ છીએ.”

આ યુનિક પ્લેટફોર્મ ઓટીટી અંગે વાત કરતાં પ્રમોટર શ્રી રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે,” લેટ્સફ્લિક્સ ગુજરાતી ભાષા ઉપરાંત આપણી કચ્છી અને કાઠિયાવાડી બોલીમાં પણ મનોરંજન ઓફર કરશે. તે ઉપરાંત સમગ્ર ગુજરાતના ખૂણેખૂણે જે ટેલેન્ટ પડેલી છે તેને પ્લેટફોર્મ પૂરું પાડશે. લેટ્સફ્લિક્સ ગુજરાતીની કન્ટેન્ટ વૈવિધ્યપૂર્ણ રહેશે જેમાં શોર્ટ ફિલ્મો, બ્લોક બસ્ટર મૂવીસ, વેબ સિરિઝ, સ્ટેન્ડ અપ કોમેડીથી માંડીના ડાયરો અને ભવાઈનો સમાવેશ થાય છે. ઓરિજિનલ કન્ટેન્ટ સાથે તમામ ગુજરાતી દર્શકોના ટેસ્ટને અનુરૂપ વર્લ્ડ ક્લાસ પ્રોડક્શન ક્વોલિટી સાથે આ મનોરંજન પૂરું પડાશે.”

લેટ્સફ્લિક્સ ચાર ભારતીય ભાષાઓ- મરાઠી, બાંગ્લા, ગુજરાતી અને ભોજપુરીમાં આગામી કેટલાક મહિનાઓમાં વર્લ્ડ ક્લાસ ક્વોલિટી કન્ટેન્ટ સાથે પ્રાદેશિક ઓટીટી માર્કેટ સ્ટ્રીમિંગ કેપ્ચર કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં તે કોન્ટેન્ટ રિસર્ચ અને બ્રાન્ડ સ્ટ્રેટેજી ફેઝમાં છે અને વિવિધ ભાષાઓમાં કન્ટેન્ટને એકત્ર અને સંકલિત કરવાનું કામ કરી રહ્યું છે. લેટ્સફ્લિક્સ મનોરંજન જગતના તમામ લોકો સાથે કામ કરવા ઉત્સુક છે અને પાર્ટનરશીપ અને એલાયન્સ માટે સહુનો આમંત્રે છે.

લેટ્સફ્લિક્સના ફાઉન્ડર્સ એવાં દ્રુમી ભટ્ટ એક જાણીતાં ફિલાન્થ્રોપિસ્ટ છે જેઓ મહિલા આંત્રપ્રિન્યોરશીપને પ્રોત્સાહન આપતાં સ્ટાર્ટ અપ્સમાં ઈન્વેસ્ટર, મેન્ટર અને ગ્લોબલ સ્ટ્રેટેજી પ્રોફેશનલ તરીકેની નામના ધરાવે છે. નરેન્દ્ર ફિરોદિયા ઉદ્યોગપતિ, ઈન્વેસ્ટર અને પોઝિટિવિસ્ટ છે. ટેલિકોમ, રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, ફિલ્મ પ્રોડક્શન, ઓટોમોબાઈલ ડિલરશિપ, મિડિયા, IT અને સ્પોર્ટસ ટેલેન્ટ મેનેજમેન્ટમાં તેમણે પોતાની કામિયાબી પુરવાર કરી છે. રાહુલ નાર્વેકર ઈન્વેસ્ટર અને વૈશ્વિક પ્રવાસી છે અને તેમણે વૈશ્વિક કક્ષાએ સ્ટાર્ટ અપ આંત્રપિન્યોર તરીકે નામના કરી છે.

TejGujarati