ઝાકળ. – © દેવેન ભટ્ટ

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ઝાકળ

પાંદડી પર જન્મ લે ઝાકળ ભલે પરભાતથી,
રોજ જન્મી રોજ વિખરાતી રહે છે ઠાઠથી.

મોજ કરતી ફૂલ સંગાથે સવારે વ્હાલથી,
આભને પણ બાથમાં આખું સમાવે પ્યારથી.

અલ્પજીવી પણ લસરતી તાનમાં ઉન્માદથી,
ફૂલનાં શીરે મુગટ થાતી સુશોભિત શાનથી.

એમ ઝગમગ થાય છે કિરણો પ્રભાતે આનથી,
જેમ ઝાકળમાળ દોરે રંગધનુષો તાનથી.

ભૃંગને રસપાન કરવા નોતરે એ માનથી,
ગુંજતો એ આવતો, રસપાન કરતો ગાનથી.

  • © દેવેન ભટ્ટ (૦૧/૦૨/૨૦૨૧).
TejGujarati