વ્રજવાણી ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા “માનસ વ્રજવાણી” નું મંગલ ગાન થઇ રહ્યું છે

ધાર્મિક

વ્રજવાણી ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા “માનસ વ્રજવાણી” નું મંગલ ગાન થઇ રહ્યું છે. રાપર તાલુકાનું આ છેવાડાનું ગામ છે. જ્યાંથી પાકિસ્તાનની. સરહદ માત્ર ૪૦ કિલોમીટર દૂર છે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ અહીં BSFCની બટાલિયન સરહદ સુરક્ષા માટે સતત સાવધાન રહે છે.

પૂજ્ય બાપુની કૂટિયા જ્યાં છે, એ બેલા ગામની ભાગોળે જ આ સૈન્ય દળનો કેમ્પ આવેલો છે. જે સતત સજાગ રહે છે, જેથી આપણે શાંતિથી સૂઇ શકીએ છીએ એવા – હિન્દભૂમિના આ સપુતોના કેમ્પમાં જઇને પૂજ્ય બાપુએ એમની રાષ્ટ્ર ભક્તિ અને દેશપ્રેમની સરાહના કરી હતી. અને એમની નિરંતર સેવા બદલ સાધુવાદ પાઠવ્યા હતા. રાષ્ટ્રના સુરક્ષા દળના જવાનોએ પૂજ્ય બાપુનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બાપુએ સહુને હનુમંત પ્રસાદી રૂપે રામનામી અર્પણ કરી હતી.

જય સિયારામ ?

TejGujarati