જીવનનાં તડકે તપી તપીને દાદા નો હાથ પકડીને હારે હારે અહીં સુધીની મજલ કાપ્યાનો આનંદ અને હવે હાથવેંતમાં ભાસતો લીલુડી વાડીનો મીઠો છાંયડો..!! – બ્રેનલ ખત્રી.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

આ બા-દાદા ને હું જાણતો નથી. બે દિવસ પહેલા અમારા રસોડાની બારીમાંથી મેં આ દ્રશ્ય જોયું. દાદા આગળ આગળ અને બા એક હાથે સાડલો અને બીજા હાથે દાદાનો હાથ ઝાલીને રસ્તો પસાર કરી રહ્યા હતા. એવું લાગતું હતું જાણે રંગવિહીન દાદાનો રંગીન પડછાયો..!!!

ફટાફટ ઉપરનાં માળે આવેલ પેન્ટહાઉસ પર પહોંચી લગભગ ફાસ્ટ ફોરવોર્ડમાં જ કેમેરા તૈયાર કરી *આપણી_અગાશીએ* પહોંચી એમની આ જીવનસફર ની એક મીઠી મધુરી પ્રેમભરી પળ કાયમ માટે સાચવી લીધી.

દાદાનો સાદો સફેદ પોશાક, માથે અનુભવની મહોર સમી ચળકાટ, ભવિષ્ય ને જોતી સીધી ટટ્ટાર ચાલ અને સાથે બા નો જીવનને રંગબેરંગી બનાવતા સ્વભાવ ની ચાડી ખાતો લાલ-પીળો-વાદળી રંગોનો પોશાકી જમાવટ….

જીવનનાં તડકે તપી તપીને દાદા નો હાથ પકડીને હારે હારે અહીં સુધીની મજલ કાપ્યાનો આનંદ અને હવે હાથવેંતમાં ભાસતો લીલુડી વાડીનો મીઠો છાંયડો..!!

આમાં એક દી નો નહીં, એક એક પળ નો હિસાબ ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમની સ્યાહી થી જ અલેખાયો હોવો જોઈએ…

TejGujarati