સાચુકલા પ્રેમીઓને રોજ વેલેન્ટાઈન છે, મૌસમ આ આજની વેરી વેરી ફાઈન છે. – પૂજન મજમુદાર.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

જુઓ તો શરબત ને ચાખો તો વાઈન છે
બોલકણી આંખો માં ગજ્જબ નું શાઇન છે
મૌસમ આ આજ ની વેરી વેરી ફાઈન છે
મૌસમ આ આજ ની વેરી વેરી ફાઈન છે

કોલેજ થી નીકળી ને મુવી માં ઘુસવું
એક જ સવાલ નું અનેકવાર પૂછવું
સાંજ પડે હોટેલ માં કેન્ડલવાળી ડાઈન છે,મૌસમ આ આજની વેરી વેરી ફાઈન છે

બાગ માં છે આજ બધા ફૂલો કઇં સૂના
ગાયબ છે સાથીઓ નવા અને જુના
અરે, ગુલાબ ખરીદવા મસ્ત લાંબી લાઈન છે ,મૌસમ આ આજ ની વેરી વેરી ફાઈન છે

આઈ લવ યુ કહી ને આજ થાય છે પ્રપોઝ
મોબાઈલ ની સેલ્ફી માં મનગમતા પોઝ
દિલ કહી ઉઠે આતો સેન્ટ પરસેન્ટ માઇન છે ,મૌસમ આ આજ ની વેરી વેરી ફાઈન છે

ધરતી ને અંબર નો રંગ આજ લાલ
ઓતપ્રોત હૈયાં થી છલકે છે ગુલાલ
જાણે મસ્તી ના કાગળે મહોબ્બત ની સાઈન છે ,મૌસમ આ આજ ની વેરી વેરી ફાઈન છે

કોઈક ને વળી આ બધું કૌતુક લાગે
સાવ એક જ દિવસ માં શું સુખ લાગે
સાચુકલા પ્રેમીઓ ને રોજ વેલેન્ટાઈન છે,મૌસમ આ આજ ની વેરી વેરી ફાઈન છે

પૂજન મજમુદાર

TejGujarati