ઘરમાં નાનો પણ બધા કે એને મોટો…? મેચ્યોરિટી નો માસ્ટર અને હંમેશા હસતો રમતો…? આખો દિવસ ટેક ન્યુઝ જોયા કરે અને આપે આઈડિયા કે આવું કરી શકાય….. ?‍? – દીપિકા ખુમાણ. પારસ ખુમાણ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ઘરમાં નાનો પણ બધા કે એને મોટો…?

મેચ્યોરિટી નો માસ્ટર અને હંમેશા હસતો રમતો…?

આખો દિવસ ટેક ન્યુઝ જોયા કરે અને આપે આઈડિયા કે આવું કરી શકાય….. ?‍?

ફિટનેસ અને એને દૂર દૂર સુધી ક્યાંય છેડો ના અડે…

બટર વાળું વડાપાવ રાતે 11 વાગે લાવે અને પોતે ખાય અને ખવડાવે અને પછી કે કે કાલે વધારે સાઇકલ ચલાવજે…?

ઉંઘ આવે તોય અમને મૂવી જોવા જગાડે અને કાયદેસર જાગવુંય પડે કેમ કે એક્ઝામ હોય એમ પૂછે..

Annabelle અને conjuring જેવા મૂવી આંખો ખોલીને જોવડાવે અને એમાં નિયમ બનાવે કે ટીવી રૂમમાં લાઈટ બંધ રહેશે……થોડું મોડીફાઈ હું કરું કે હોરર મૂવીમાં અંદર ના રૂમ ની લાઈટ ચાલુ રાખવાની…

મૂડ ના હોય , થાક હોય તો મોઢા પરથી જાણી લે અને પછી કે રૂમમાંથી બહાર આય એક મસ્ત વસ્તુ બતાવું…..(ઇન્સ્ટન્ટ ઊભું કરેલું હોય આ )

આવું તો કંઈ કેટલુંય છે….

કોરોના માં સૌથી વધુ મારી માટે ડરતો કે મને ક્યાંક કોરોના ના થાય અને આમ ખીજાવે પણ ખરો… નામ પણ પાડેલું…બહારથી આવું એટલે દોડતો આવે અને ગેટ ખોલીને કે કે એ કોરોના આયો… સેનીટાઈઝર કરો ..બધું એ જ સેનિટાઈઝ કરે કોણ જાણે એમાં શું મજા આવે પણ એ કામ પણ મોજ થી કરે… વિથ સોંગ “ભાગ કોરોના ભાગ”પોઝિટિવિટી એવી આપે કે તને તો થાય જ નહિ

“કોરોના ને તું થાય એવી છે” (બહાદુર કહેવું હોય પણ કહી ના શકે નહિતર હું ફોર્મમાં ફરું કે વાહ આજે પારસ એ વખાણ કર્યા મારા….)

જીવનનો એક યાદગાર પ્રસંગ જેમાં અમને બંનેને પહેલી વાર એકબીજા ની વેલ્યુ સમજાઈ..

ભાવનગર જવા રેલવે સ્ટેશન મોડા પહોંચ્યા એટલે ચાલુ ટ્રેનમાં પાપાએ મને અને સમાનને ચડાવી દીધો પછી મમ્મી અને પારસ ચડવા ગયા ત્યાં ટ્રેન ની સ્પીડ વધી ગઈ. બધા સ્ટેશન પર રહી ગયા ખાલી હું અને 3 જેટલી બેગ ટ્રેનમાં .

સ્ટેશન પર ટ્રેન આગળ જતી ગઈ એમ એમ પારસ દોડ્વા લાગ્યો..

પારસ પડી ના જાય એટલે એને પકડવા મમ્મી પણ દોડી..

હું વિચારતી કે કે ટ્રેન ના ડબ્બામાં થી ઉતરી જાઉં કે ઉભી રહું…?

કઈ ખબર નહોતી પડતી પણ અચાનક ધીમે.ધીમે પારસ દેખાવા નો બંધ થઈ ગયો ..એનો રડવાનો અવાજ પણ બંધ થઈ ગયો…

એ ખાલી છેલ્લે એટલું બોલ્યો કે મારી બેન જતી રહી….

ટ્રેન એ રેલવે સ્ટેશન છોડી દીધું હતું ..અંધારું થઈ ગયું….

કોચ નું બારણું ખુલ્લું હતું હું થોડીક અંદર ટોયલેટ હોય ત્યાં આવી …સમાન થોડોક ખસેડ્યો અને ત્યાં જ ઉભી રહી

હું ટ્રેન મા અંદર ટોયલેટ પાસે જ હતી મને થાક લાગેલો એમ થતું કે બેગ પર બેસી જાઉ પણ ખબર નહિ એવું થયું કે અચાનક પપ્પા લેવા આવશે તો મને અવાજ નઈ સંભળાય એટલે ગેટ અને ટોયલેટ વચ્ચે અવાજ સંભળાય એમ ઊભી રહી.

એક ફેમીલી માં બેન હતા એ વોશરૂમ જવા આવ્યા ત્યારે એમની નજર ગઈ. કપડાં પરથી સારા ઘરની છોકરી છે એમ વિચારીને પૂછ્યું હશે કે શું થયું કેમ ? એકલી ઉભી છે પણ હું કઈ બોલી નઈ…

મને આ બધું યાદ છે સાચે હું કઈ જ બોલતી નહોતી. જાણે અવાજ જતો રહેલો હોય એટલી હેબતાઈ ગઈ હતી .આમ પણ મને શીખવાડ્યું હતું કે કોઈની આપેલી વસ્તુ નઈ ખાવાની, મમ્મી પપ્પા જોડે હોય તો જ બોલવાનું પણ મારી પાસે કોઈ રસ્તો નહોતો તોય મૈ ડરી ડરીને ગળું સુકાઈ એટલું બેને આપેલું પાણી પીધું…બેન માંડ માંડ પોતાની સીટ પાસે લઈ ગયા તો પણ હું સીટ પાસે ગઈ નઈ અને એટલું જ કીધું કે પપ્પા મમ્મી લેવા આવશે. પછી એમને એમની છોકરી બતાવી ને કીધું કે જો આ મારી દીકરી છે. તારી મમ્મી કોણ છે ક્યાં રહે છે એટલે મને થોડો confidence આવ્યો અને હું રડવા લાગી પછી ત્યાં એમને મને બેસાડી અને મે પણ કીધું કે આવું થયું છે…પાપા જન્સતામાં કામ કરે છે ( મને એવું બોલતા નહોતું આવડતું કે એ ન્યુઝ પેપર કહેવાય અને જર્નલિસ્ટ જેવો વર્ડ પણ ખબર નહોતો)

વાત વાતમાં અચાનક જંગલ માં ટ્રેન રોકાઈ ગઈ.

એ સમયે ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હશે કે એક વાર કોઈ ટ્રેન એ સ્ટેશન છોડી દીધા પછી 10 મિનિટ પછી રસ્તામાં ક્યાંય જંગલમાં રોકાઈ હશે…પાપા એ રેલવે અધિકારી અને પીઆર ઓ ને ફોન કરીને ટ્રેન રોકાવી હતી…પણ એમાં પાપા કંઇક કહે એ પહેલાં સ્ટેશન પર પારસ એ જઈ ને સ્ટેશન માસ્ટર ને કીધું કે મારી બેન એકલી ગઈ …

ટ્રેન રોકો…. એ એકલી છે ત્યાં….સ્ટેશન માસ્તર સેન્ટિમેન્ટ સમજી ગયા…( આ બધું મને મમ્મી એ કીધું )

મને પણ એટલો confidence હતો કે પપ્પા કઈ પણ કરીને મને લેવા આવશે અને અચાનક મારા નામ નો અવાજ આયો. હું જ્યાં બેસી હતી ત્યાંથી દોડીને બારણાં પાસે ગઈ. પેલા બેન પાછળ પાછળ આવ્યા. ટોર્ચ લઈને પાપા અને પોલીસવાળા જંગલ વાળા રસ્તા પર રેલ ના પાટા પાસે ટોર્ચ મારતાં આવેલા…. મૈ પણ બૂમ પાડી કે પપ્પા અહી છું. બધાએ પેલા બેન અને ફેમીલી ને thank u કહ્યું અને મને લઈ ગયા…

પાપાને ગળે લાગીને મૈ પહેલા કીધું કે પારસ ક્યાં ગયો ?

પાપા એ કીધું આપણી સીટ પાસે છે…ટિકિટમાં 2 બારી વાળી સીટ લીધી તી તો તને યાદ કરે છે ( અમે નાના હતા ત્યારે ટ્રેન માં બારી પાસે બેસવા જગડતા એટલે પાપા બે ટિકિટ વિન્ડો સીટ જ લેતા….)

અમારી સીટ પાસે ગઈ ત્યારે એ દૂર થી દોડીને આયો અને ગળે વળગી ગયો અને રોવા લાગ્યો. કઈ બોલતો જ નહોતો ખાલી રડ રડ કરે મૈ કીધું કે રડવાનું શું અહી જ તો હતી બીજા ડબ્બા માં પાપા જોડે. પછી શાંત પડ્યો

(એકચ્યુલી ઉલ્લુ બનાવેલો ) એ ના રડ્યો હોત અને પપ્પા જર્નલિસ્ટ ના હોત તો ટ્રેન રોકાત નહિ અને કદાચ કોઈ અનહોની વચ્ચે હું પારસ ને ફરી ના મળી શકત…

Hidden truth

( એ દિવસે મૈ ઓરેન્જ ફ્રોક પહેરેલું અને પારસ એ ટીશર્ટ અને હાફ બરમુડો સ્ટાઈલ કંઇક હતુ….અમે બંને એ એ દિવસ પછી એ કપડાં પહેર્યા જ નહિ… અમારા મનમાં ફરી અલગ થઈ જવાનો ડર આવી ગયેલો આ વાત અમે ખાલી એકબીજાને કિધી છે એ પણ વર્ષો પછી મમ્મી પાપાને નથી ખબર કે અમે કેમ એ કપડાં નહોતા પહેરતા….)

હું આમ તો ક્યારેય વ્યક્ત નથી કરતી પણ આજે બર્થડે પર દિલથી લખવાનું મન થઇ આવ્યું…

Thank you so much for everything my Lovely brother

Happy Birthday My Best Brother of the world

“તસવીર ફરી એક વાર મુંબઈ તરફ જતી કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનમાંથી લીધેલી છે”

ફોર અ ચેન્જ અમે વિન્ડો સીટ માટે જગડ્યા નથી હું જ બેસી ગઈ છું કારણ કે ટ્રેનમાં સુવા આવે એ લોકો વિન્ડો સીટ પર બેસવાનો અધિકાર ગુમાવી દેતા હોય છે.???

TejGujarati