“ચિત્ર થી ચેરીટી -૦૨ ” અમદાવાદમાં આમંત્રણ. જુઓ એક્ઝિબિશનની તસવીરો.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ગત વર્ષે યોજાયેલ ચિત્ર થી ચેરિટી સુધી ૦૧ પ્રદર્શન માં ગુજરાત ના આર્ટિસ્ટ મિત્રો દ્વારા તૈયાર કરેલા પેઇન્ટિંગ ના વેચાણ થકી અનેક જરૂરિયાતમંદ લેપ્રસી હોસ્પિટલ ના દર્દી તથા લોકડાઉન ના સમય એ મુશેકલી માં મુકાયેલ પરિવારોને આર્થિક મદદ કરી હતી પરંતુ આ વર્ષે ગુજરાત બહાર ના ચિત્રકારો પણ જોડાતા આ વર્ષ નું પ્રદર્શન “નેશનલ એક્સહીબિશન” તરીકે ખ્યાતિ મેળવી રહ્યું છે
પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,ગુજરાત, પશ્ચિમ બંગાળ, દિલ્હી ના કલાકારો અમદાવાદ ખાતે પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે

ચિત્ર થી ચેરિટી ૦૨ ના ભાવનગર ખાતે યોજાયેલ પ્રદર્શન થકી ૨ લાખ થી વધુ રકમ ના ચિત્રોનું વેચાણ અને ૮૦,૦૦૦ રૂપિયા થીલસેમિયા થી પીડિત બાળકો માટે એકત્રિત થયા છે.

ભારત ના નામી / અનામી ચિત્રકારો ની કૃતિઓને માણવાનો આ અવસર,આપ સહુને અભિભૂત કરશે

આ પ્રદર્શન માં જે ચિત્ર નું વેચાણ થશે તે ચિત્ર ની કિંમત ના ૩૫% રકમ નિસહાય વ્યક્તિઓ અને કોવિડ-૧૯ દરમિયાન સહુ થી વધુ તકલીફ નો ભોગ બનનાર થેલેસેમિયા ના બાળકો ની જરૂરિયાત માટે વાપરવામાં આવશે, ૬૫% રકમ જે તે ચિત્રકાર ને આપવામાં આવશે

આ પ્રદર્શન ને સફળ બનાવવા માટે ધ હોબી સેન્ટર ના આર્ટિસ્ટ જય બારડ, પાર્થ આચાર્ય, આર્ટિસ્ટ તરુણ કોઠારી, આર્ટિસ્ટ રઘુવીરસિંહ ગોહિલ, કોમલ પારેખ, પરાગ પરમાર આર્ટિસ્ટ પૂર્વી સોલંકી, ધાર્મિકભાઈ ત્રિવેદી જહેમત ઉઠાવી રહ્યા છે

અમદાવાદના કનોરિયા આર્ટ સેન્ટર ખાતે યોજાયેલ આ પ્રદર્શન તારીખ ૧૨/૦૨/૨૦૨૧ ના સવારે ૧૧ કલાકે વિધિવત રીતે ખુલ્લું મુકવામાં આવશે જે ૧૪/૦૨/૨૦૨૧ સુધી ચાલશે

કલાકારો ને એક ઓળખ અને જરૂરિયાતમંદ ની સહાય પૂરું પાડવાના હેતુસર આયોજિત આ પ્રદર્શન માં આપશ્રી આમંત્રિત છો


હોબી સેન્ટર ભાવનગર
આર્ટિસ્ટ જય બારડ
પાર્થ આચાર્ય

TejGujarati