લોકલ ફોર વોકલનો કાર્યક્રમ યોજાયો.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

સંજીવ સનાતનીએ આઇ.ટી ક્ષેત્રની લાખોની આવક છોડીને સનાતન ધર્મ અને સંસ્કૃતિની ઋષિ પરંપરા જાગૃતિ માટે પ્રચાર પ્રસાર અને આત્મનિર્ભર ભારત અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર કાર્યક્રમ કરી રહેલ છે.

જન આરોગ્યને હાનિકારક સાબુ,શેમ્પુ,ફેશ વોશ,વિવિધ ક્રીમ,ટાઇલ્સ ક્લીનર વગેરે તથા ખોરાકમાં લેવામાં આવતું મીઠુ,ખાંડ,રીફાઈન તેલ,રસાયણો યુક્ત ફળો,શાકભાજી,અનાજ વગેરેથી થઈ રહેલા કેન્સર,ચામડી,લીવર,હાડકાના સાંધાના દુઃખાવા,બી.પી. ડાયાબિટીશ વગેરે જેવા અનેક રોગો સામે રક્ષણ મેળવવા ઋષિ પરંપરા અનુસાર માત્ર સાધારણ બદલાવ કરીને પંચાવન જેટલા ઉત્પાદનો પોતાના ઘરે જ કેવી રીતે બનાવી શકાય ? તે અંગેનુ પ્રાયોગિક નિદર્શન કરીને સૌને અભિભૂત કરી દીધાં હતાં.

આ ઉપરાંત માત્ર સાધારણ જન જાગૃતિ દ્રારા સ્વરોજગાર ઇચ્છતી બહેનો/યુવાનોને જરુરી કાચો માલ પૂરો પાડીને તેમનાં દ્રારા ઉત્પાદન થયેલ માલ ઘેર બેઠા વેચી શકાય તે જાતે જ વેચીને બાકીનાં તમામ ઉત્પાદનને તેઓએ ખરીદવાની ખાતરી પણ આપી હતી.

સંજીવભાઈના જણાવ્યા અનુસાર ઘરકામ કરવાની સાથે સાથે માસિક 10 થી 15 હજાર કે તેથી વધુ માસિક આવક મેળવીને બહેનો સ્વમાનભેર આત્મનિર્ભર બની સકશે.

ગૌ-સેવા કરી રહેલા આશિષભાઇ ભટ્ટ કે જેઓ રખડતી અને દૂધ ના આપતી હોય તેવી ગાયો માટે ગૌ-શાળા સ્થાપીને એમની સેવાઓ કરી રહેલ છે.તેઓ એ ગૌ – મૂત્રનું જીવનમાં મહત્વ સમજાવી ઠેર ઠેર રખડતી પ્લાસ્ટિક મિણીયા કાગળ વગેરે ખાતી આપણી દેશી ગાયો માટે ગૌ-શાળાઓની સ્થાપનાઓ કરવા અને તે દ્રારા આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારના મૂલ્યોનું જતન અને સંવર્ધન ઉપર ગૌમાતાનો પ્રભાવ અંગે ઉમદા વિચાર પણ રજુ કર્યાં હતાં.

આ કાર્યક્રમના સફળ આયોજન બદ્દલ સંજીવ સનાતનીએ બ્રહ્મસેના ગુજરાત કન્વીનર બાલકૃષ્ણ રાવલનું ફુલહાર કરી સ્વાગત કર્યું હતુ.

સંસ્થા વતિ સંસ્થા અગ્રણી અરુણકુમાર રાવલે મહેમાનોનુ પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કર્યું હતુ.

બાલકૃષ્ણ રાવલે ઓલ બ્રાહ્મીન ડેવલોપમેન્ટ ફેડરેશન બ્રહ્મસેના ગુજરાત વતિ અમદાવાદથી પધારેલ સંજીવભાઇ સનાતની,વિપુલભાઈ દવે તથા આણંદથી પધારેલ ગૌ-સેવક આશિષભાઇ ભટ્ટનો તથા ઉપસ્થિત રહેલ 35 થી વધુ બહેનનો યુવા કાર્યકર કાજરેકર સહિત બ્રહ્મસેના સહયોગી પરિવારના સૌ કોઈનો આભાર માન્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •