*પ્રેમ ને અનોખા અંદાજમાં પ્રદર્શિત કરતા ગુજરાતી સોન્ગ મોસમનું લોન્ચ કરવામાં આવ્યું*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

*અમદાવાદ, 9મી ફેબ્રુઆરી-2021:* લાગણી, વર્તન અને સ્નેહની તીવ્ર લાગણીઓ, રક્ષણાત્મકતા, હૂંફ અને બીજી વ્યક્તિ પ્રત્યે આદર સાથે સંકળાયેલ માન્યતાઓનું મિશ્રણ એટલે પ્રેમ અને એજ પ્રેમ ને ખુબજ અનોખા અંદાજ માં દર્શાવતા ગીત મોસમ નું લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત બધાજ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

*આ સોન્ગ ના કંપોઝર, સિંગર અભિષેક સોની એ જણાવ્યું કે* આ સોંગ ગુજરાતી સંગીતમાં એક નવો જ ટ્રેન્ડ સેટ કરશે. આ ગીત થકી ગુજરાતી ગીતો માં એક નવી મોસમ જોવા મળશે અને લોકો ને આ સોન્ગ ખુબજ વધારે પસંદ આવશે એની અમને ખાતરી છે. મોસમ’ એ ગાઢ પ્રેમને વ્યક્ત કરવા માટેનો એક સાંકેતિક શબ્દ છે. આ જ શબ્દ ‘મોસમ’ આ સોંગના લીરિસિસ્ટ તેજસ દવેને સંપૂર્ણ સોંગ લખવા માટે મજબૂર કરે છે. સોંગ માં સિંગર ક્રિશાની ગઢવીએ પણ સાથે આપ્યો છે. સાથે જ આ સોંગના ડાયરેક્ટર નિસાર મન્સૂરીનું કહેવું છે કે સોંગની વિશેષતા એ છે કે અંતરામાં ‘મોસમ’ શબ્દને લીરિસિસ્ટ અને કંપોઝરે અલગ રીતે વ્યક્ત કર્યો છે. જેના કારણે સમગ્ર સોંગ એક સરસ ‘સ્ટોરી’ નું સ્વરૂપ ધારણ કરે છે.આ ‘મોસમ’ સોંગ અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે.

આ સોંગની સ્ટાર કાસ્ટ માયરા દોશી અને કંપોઝર અભિષેક સોનીનું કાસ્ટીંગ પણ આ સોંગની સ્ટોરી પ્રમાણે પરફેક્ટ થયું છે. સોંગના કો-પ્રોડ્યુસર સાહેબ મલિક, મનિષ ધાનિજ, રોનક રાજકોટવાલા અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર વિકી મહેતાએ કહ્યું કે સ્ટોરીની ડિમાન્ડ મુજબ સમગ્ર વીડિયોમાં દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સમગ્ર સોંગનું મ્યુઝિક પ્રોગ્રામિંગ દર્શન શાહે કર્યું છે. આ સોંગ સાથે જોડાયેલ તમામ ટીમ મેમ્બરનું માનવું છે કે ગુજરાતી સંગીતમાં આ ‘મોસમ’ સોંગ એક અલગ જ ટ્રેન્ડ સેટ કરશે.

TejGujarati