આજે અમદાવાદમાં એક ભારતીયની નજરે સાન ફ્રાન્સિસ્કોના અદભૂત આર્કિટેક્ચરલની તસવીરો અને તેનું પ્રદર્શન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

અમદાવાદ : શ્રી એન.કે પટેલ એક જાણીતા ટાઉન પ્લાનર છે અને શિક્ષણવિદ અને અમદાવાદના ડેવલોપર છે. જેમને 2015માં સાન ફ્રાન્સિસ્કોની મુલાકાત લીધી હતી એ દરમિયાન લીધેલી ફોટોગ્રાફીની અદભૂત તસવીરોનું એક્ઝિબિશન યોજાયું હતું.

આ તસવીરો સાન ફ્રાન્સિસ્કોની 20મી સદીની ઉત્તમ પ્રકારની આર્કિટેક્ચરલ સ્ટાઇલને દર્શાવે છે. બહારની તસવીરો જોતા જ તમને તેની કલા ઘણું કહી જાય છે. જેમાં ઉત્તમ પ્રકારની સામગ્રીથી કરવામાં આવેલી કોતરણી, સ્કલ્પચર અને આ ઇમારતો પર દોરવામાં આવેલા ભીંત ચિત્રોની રજૂઆત સાન ફ્રાન્સિસ્કોના ઇતિહાસની ભવ્ય વાર્તાઓ કહે છે.

આ ઇમારતોમાં પણ સમૃદ્ધ વારસો અને તેના વૈશ્વિક કક્ષાએ જાણીતા હેરીટેજને જાણી શકાય છે. તેની કારીગરીની વિશેષતાઓ દરેક ભારતીય અને વિશ્વના તમામ લોકોને ઉડીને આંખે વળગે તેવી છે. બ્રિટિશ અને યુરોપિયન શૈલી જેવી પશ્ચિમી સ્થાપત્યની સમૃદ્ધિની પ્રશંસા અહીં સારી રીતે જોવા મળે છે.

એન.કે.પટેલે આ અંગે વધુમાં જણાવ્યું કે આ તસવીરો મને એ સમયની યાદો આપે છે જ્યારે મે વિદ્યાર્થી તરીકે અહીં મારા જીવનના પાંચ વર્ષ ઉત્તમ યાદો સાથે વિતાવ્યા હતા.
સાન ફ્રાન્સિસ્કો જેવા મનોહર શહેરની ભાવના અને સુંદરતાને આ તસવીરોમાં કેપ્ચર કરવામાં સફળ રહ્યો છું. મને એ વાતની ખુશી છે કે અદભૂત સ્થાપત્યોને લોકો સમક્ષ તસવીરોના પ્રદર્શન રૂપે મૂકી રહ્યો છું.

TejGujarati