ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.એસ.એસ, એન.સી.સી. તથા ગાંધીયન સોસાયટીના નેજા હેઠળ મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોલેજનાં યુવાન મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ જણાયો હતો. લોકશાહી દેશમાં ચૂંટણી તથા મતદાન એ પાયાની વાત છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે પારદર્શક મતદાન એ લોકશાહી દેશની પરંપરાઓ ટકાવવા જરૂરી છે. દેશની પ્રગતી એ સરકારોની પોલીસી ઉપર નિર્ભય હોય છે. તેથી દેશનું સુકાન કોને સોંપવુ એ મતદાતા નક્કી કરે છે. ભારત દેશનું બંધારણ લોકશાહી, સમાજવાદ તથા બિનસાંપ્રદાયીકતાને વરેલું છે. તેની રક્ષા કરવી એ દરેક નાગરીકની ફરજ છે. કોલેજનાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ સંદર્ભ શપથ લીધા હતા કે “હું તટસ્થ રીતે મતદાન કરીશ. દેશનું હીત જળવાય તથા દેશનો વિકાસ થાય એજ મારૂ લક્ષ્ય હશે. કોઈપણ જાતના દબાણ કે લાલચ વગર હું મતદાન કરીશ તથા મારા કુટુંબીજનો પણ એ રીતે મતદાન કરે તેવો પ્રમાણિકતાથી પ્રયાસ કરીશ” કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
