સેવાકીય પ્રવૃત્તિ સમાજનાં ઘડતરનો પાયો છે.

ગુજરાત ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં ભણતા એવા વિદ્યાર્થીઓ કે જેઓની આર્થીક સ્થિતી નબળી છે તથા કોલેજની ફી પણ ભરી શકે તેમ નથી તેવા વિદ્યાર્થીઓને સ્વ પૂર્વી દલાલ ટ્રસ્ટ ધ્વારા સ્કોલરશીપ આપીને કોલેજની ફી પરત કરવામાં આવે છે. છેલ્લા ૫ વર્ષથી આ ટ્રસ્ટ ધ્વારા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સામાજીક સંગઠનોની જવાબદારી જરૂરીયાતમંદ લોકોને સહાય પૂરી પાડવાની છે. સમાજમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જેની આર્થીક સ્થિતી સારી નાં હોવાથી ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી. પરંતુ આવા વિદ્યાર્થીઓને પૂરતી મદદ મળી જાય તો તેમનું કુટુંબ તરી જાય છે. આજ રોજ કોલેજનાં વિદ્યાર્થીઓને ફીની સ્કોલરશીપના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આવા સંગઠનોથી સમાજ તંદુરસ્ત બને છે તથા આવી સેવાકીય પ્રવૃતિઓથી માનવતા મન્હેંકી ઉઠે છે.

TejGujarati