એચ.એ.કોલેજમાં ઓન્ટેપ્રિન્યોરશિપ ઉપર વર્કશોપ યોજાયો

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં ઓન્ટેપ્રિન્યોરશિપ વિષય ઉપર બે દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો છે. આજના પ્રથમ દિવસે અમદાવાદના જાણીતા વક્તા ડૉ. વિનીતા આનંદે મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપ્યું હતું. તેમણે કયું હતું કે વહેપાર એ ગુજરાતીઓના લોહીમાં છે. ગુજરાતના સફળ ઉધોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કરસનદાસ પટેલ, સુધીર મહેતા તથા પંકજ પટેલના ઉદાહરણ આપતા તેમણે કયું હતું કે આ લોકોએ પોતાની આવડત સાથે મહેનત તથા સાહસના લીધે સફળતા મેળવી છે. બજારની માંગ, અભ્યાસ , રીસર્ચ, સ્કીલ તથા રસ વિગેરે બાબતો બિઝનેશમેન માટે ખુબજ જરૂરી હોય છે. સફળતા મેળવવી એ કોઈની મોનોપોલી નથી પરંતુ પૂરતી તક મળવાથી સિધ્ધી પ્રાપ્ત કરી શકાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કયું હતું કે કોમર્સ કોલેજોમાં વિદ્યાર્થીકાળથીજ સફળ બિઝનેશમેન બનવા શું કરવું જોઈએ તેની ટ્રેઈનીંગ આપવી જોઈએ. સરકાર તરફથી મળતી મદદ, બિઝનેસ શરૂ કરવાની પ્રોસેસ, ફાઈનાન્સ, માર્કેટીંગની બાબતો વિગેરે રસપૂર્વક માહિતી આપી હતી. કોઇપણ બિઝનેસમાં ટૂંકા સમયમાં સફળતા મળતી નથી, આજના ગળાકાપ હરીફાઈના યુગમાં કોઇપણ બિઝનેશમેનને જો નિષ્ફળતા મળે તો નાશીપાસ થઇ જય છે તથા હિમંત હારી જાય છે. પરંતુ બિઝનેશનો પ્રથમ નિયમ છે સ્ટેડી રહી આગળ વધવું. કોલેજના 200 થી વધારે વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. આવતીકાલે અમદાવાદના ખુબજ સફળ બિઝનેશમેન નદીમ જાફરી કોઇપણ બિઝનેશમાં સફળતા મેળવવાની ટીપ્સ આપશે.

તતેજગુજરાતી. 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •