આજે મશગૂલ, જૂની સંસ્કૃતિ અને નવા વિચારો ધરાવતા યુવાનો દ્વારા ચાલતું થિયેટર ગ્રુપનું ખૂબ પ્રચલિત નાટક ‘Hunting The Sun’

ગુજરાત ભારત સમાચાર

મશગૂલ, જૂની સંસ્કૃતિ અને નવા વિચારો ધરાવતા યુવાનો દ્વારા ચાલતું થિયેટર ગ્રુપ છે. આ ગ્રુપ કન્ટેન્ટમાં કોમ્પ્રોમાઇઝ્ કર્યા વગર વાત લોકો સુધી પહોંચે તેની કુશળ આવડત ધરાવે છે.
ખૂબ પ્રચલિત નાટક ‘Hunting The Sun’ મશગૂલની જ કલામય કરામત હતી. જાણીતા નાટ્યવિવેચક એસ. ડી. દેસાઈ એ આ નાટક અને તેની યુવાન ટીમને બિરદાવી હતી. મહામારીના આ સમયમાં મશગૂલ બીજું એક વિશિષ્ટ અને રમ્ય નાટક ભેટ આપી રહ્યું છે – ‘ગમતી વાત’.
એક પાત્ર અભિનીત નાટક – ‘ગમતી વાત’ જીવનની વિચિત્ર સમસ્યાઓનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરે છે. આ નાટક અણધાર્યા સુખ અને મીઠા દુઃખનો ઉત્સવ છે; જ્યારે નાટકનો મર્મ એક સરળ અને સાદી વાત છે – કે વાત કહેવી અને વાત સાંભળવી. જીવન વધુ નિખાલસ રીતે જીવવા હિમ્મત આપતી બધાને ગમે એવી વ્હાલી, ગમતી વાત કરે છે આ ‘ગમતી વાત’ !
આવો અને આ નાટકને માણો.

ડાયરેક્ટર – યશ વ્યાસ
એક્ટર – શ્રીતેજ ભટ્ટ
ડિઝાઈનર – તીર્થા ભટ્ટ

તારીખ: 5th, 6th ફેબ્રુઆરી
સ્થળ: સ્ક્રેપયાર્ડ થિએટર, 23, ગુજરાત સોસાયટી, રેડ ક્રોસ બ્લડ બેંક પાસે, પાલડી, અમદાવાદ.
સમય: સાંજે 8.00 વાગે.
ભાષા: ગુજરાતી
ટિકિટ માટે સંપર્ક કરો: 9408029596 / 8780005188

TejGujarati