– રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા ”કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા” યોજાશે – સમગ્ર વિશ્વનાં સૌ વ્યકિતઓ અને વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

પ્રેસનોટ

  • રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા ”કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા” યોજાશે
  • સમગ્ર વિશ્વનાં સૌ વ્યકિતઓ અને વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
  • ૧ કરોડ લોકો,વિધાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે.
  • સૌને આ અભિયાનમાં ભાગ લેવા અપીલ–ડો. વલ્લભભાઈ કથીરિયા

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગે દેશી કુળની ગાયના સંવર્ધન અને વિકાસની દિશામાં દેશને વધુ એક ડગલુ આગળ લઈ જવા માટે ”કામધેનુ ગૌ–વિજ્ઞાન પ્રચાર–પ્રસાર પરીક્ષા”નું આયોજન કર્યું છે. યુવા વિદ્યાર્થીઓ તેમજ પ્રત્યેક નાગરીકોમાં સ્વદેશી ગાય વિશે જાગૃતિ આવે તે માટે ગૌ વિજ્ઞાન વિશે સ્ટડી મટીરીયલ તૈયાર કરી તે વિષે પરીક્ષા યોજવાનું નવતર પગલું આયોગે ભર્યું છે. આયોગની આ પહેલને પગલે લોકોમાં ગાય વિશે ઉત્સુકતા વધશે અને ગાય દૂધ આપતી બંધ થાય પછી પણ તેના દ્રારા મળતી આત્મનિર્ભરતાની તકો વિશે તેઓ માહિતગાર થશે, તેમ રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું છે. કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર–પ્રસાર પરીક્ષા સમગ્ર દેશમાં રપ મી ફેબુ્રઆરી, ર૦ર૧ ના રોજ ઓનલાઈન લેવાશે, આ પરીક્ષા વિશેની સુચિત માહિતી રાષ્ટ્રીય કામધેનું આયોગની સતાવાર વેબસાઈટ ઉપર મૂકવામાં આવી રહી છે. તે માટે http://kamdhenu.gov.in / http://kamdhenu.blog ઉપરથી પણ માહિતી મેળવી શકાય છે.

ડો. કથીરિયાએ ઉમેર્યુ હતું કે પરીક્ષા ચાર કેટેગરીમાં યોજાશે–પ્રાયમરી લેવલ (આઠમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ) સેકન્ડરી લેવલ (૯ થી ૧ર માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ) ત્રીજી કેટેગરી કોલેજ (કોલેજના વિદ્યાર્થીઓ) અને ચોથી કેટેગરીમાં આમ જન સમાજના લોકો પરીક્ષા આપી શકશે. ૧૦૦ માર્કના પેપરનો સમય એક કલાક હશે અને પરીક્ષા અંગ્રેજી તેમજ હિન્દી ઉપરાંત, ગુજરાતી અને મરાઠી સહિત ૧ર પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે. પરીક્ષા આપવા માટે કોઈ ફી ભરવાની નથી પરીક્ષામા વૈકલ્પિક પ્રશ્નો પૂછાયેલા હશે, જેમાં ટીક–માર્ક દ્રારા (એમસીકયુ) સાચો જવાબ જણાવવાનો રહેશે. પરીક્ષાનું સ્ટડી મટીરીયલ્સ અને ગાયને લગતાં સંદર્ભ પુસ્તકો તેમજ અન્ય સાહિત્ય આયોગની વેબસાઈટ ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી પરીક્ષાર્થીને તૈયારી કરવામાં સરળતા રહે. વેબસાઈટ ઉપર બ્લોગ્સ, વિડીયો અને અન્ય પસંદ કરાયેલું મટીરીયલ અપલોડ કરાશે. આ મેગા ઈવેન્ટને સફળ બનાવવા વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો, ગૌસેવકો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરીકો સક્રિયપણે કાર્યરત છે. પ્રશ્નો એ રીતે ગોઠવવામાં આવશે, જેથી ઓનલાઈન પરીક્ષા દરમ્યાન ગેરરીતિની સંભાવના રહેશે નહી. પરીક્ષાનું પરીણામ આયોગની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. તમામ પરીક્ષાર્થીને પ્રમાણપત્ર મળશે. ઉંચા ગુણ સાથે સફળ થનાર પરીક્ષાર્થીને ઈનામ અને પ્રમાણપત્ર અપાશે. આ પરીક્ષાના આયોજનમાં મદદરૂપ થનારા તમામને પ્રશસ્તિ પત્ર અપાશે. પરીક્ષા માટે નોંધણી કરવાની લિન્ક આયોગની વેબસાઈટ http://kamdhenu.gov.in અને http://kamdhenu.blog ઉપર મૂકી હોવાનું ડો. કથીરિયાએ જણાવ્યું હતું.

ભવિષ્યમાં આ પરીક્ષા દર વર્ષે લેવાની યોજના હોવાનું જણાવતા ડો. કથીરિયાએ ઉમેર્યું હતું કે કામધેનુ ગૌ–વિજ્ઞાન પરીક્ષા ફકત ખેડૂતો કે ગોપાલકોમાં જે નહીં પરંતુ શિક્ષિત યુવાનો, મહિલાઓ અને ઉદ્યોગ સાહસિકો સહિત સામાન્ય લોકોમાં પણ દેશી ગાયનાં ઉછેર માટે રસ પેદા કરવામાં અને તેમને પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જેના પગલે તેના અનેક લાભ મેળવી શકાશે અને દેશનાં આર્થિક વિકાસનો ચાલક બનશે. તેનાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, ગ્રીન ઈન્ડિયા, ડીજીટલ ઈન્ડિયા, કિલન ઈન્ડિયા, હેલ્ધી ઈન્ડિયા અને મેઈક ઈન ઈન્ડિયા અભિયાનના ઉદૃશેો પણ પૂરા થશે.સમગ્ર વિશ્વમાંથી૧ કરોડ લોકો,વિધાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. ‘કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર–પ્રસાર પરીક્ષા’ ની સફળતા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્યના શિક્ષણ મંત્રીઓ, વિવિધ સંસ્થાઓ, બધા રાજ્યોના જિલ્લા શિક્ષણાધિકારીઓ,આચાર્યો શિક્ષકો, મીડિયા ,વિવિધ સરકારી તંત્રો અને બિનસરકારી સંગઠનો વિગેરે તમામનો સહકાર મળ્યો છે અને સૌને આ વિશાળ અભિયાનમાં સામેલ થવા વિનંતી કરાઇ છે. રજીસ્ટ્રેશન માટે વૈશ્વિક સ્તરે વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ર૪ દેશોના લોકોએ આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે વર્ષ–ર૦૧૯માં, એટલે કે બે વર્ષ અગાઉ ગાય અને તેના વંશના જતન, સંરક્ષણ અને વિકાસ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરી અને પશુધન વિકાસ કાર્યક્રમો માટે દિશા–નિર્દેશો આપ્યા. આયોગે, નાના અને સીમાંત ખેડૂતો, મહિલાઓ અને યુવા ઉદ્યોગસાહસીકો માટે આજીવિકા સર્જન કરવા ઉપર વધુ ભાર આપવાના ઉદેશથી પશુધનને લગતી યોજનાઓના અમલીકરણ માટે નિર્દેશો આપવા અને નીતિઓ ઘડવા માટેનું મજબૂત સતા ધરાવતું કાયમી માળખું છે. આયોગે તાજેતરમાં ”ગોમય ગણેશ અભિયાન”, ”કામધેનુ દિપાવલી અભિયાન”, ”કામધેનુ દેવ દિપાવલી”, વગેરે કાર્યક્રમો ઉપરાંત ગાયના છાણ અને ગૌમૂત્રના અન્ય અત્યંત અસરકારક ઉપયોગી વિશે શ્રેણીબધ્ધ સેમીનારો અને વેબીનારોનું આયોજન કર્યું હતું. તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ”કામધેનુ ચેર” અથવા ”કામધેનુ સ્ટડી સેન્ટર” કે ”કામધેનુ રિસર્ચ સેન્ટર”ની સ્થાપના કરવાની આયોગની પહેલને પણ સમગ્ર દેશમાંથી પ્રતિસાદ મળી રહયો છે.

પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથિરીયા અને આયોગની ટીમ દ્રારા વિશ્વભરમાં ભારતની દેશી કૂળની ગાય દ્વારા પ્રાપ્ત થતાં આરોગ્ય, આધ્યાત્મિક, આર્થિક,પર્યાવરણ, કૃષિ, ઉર્જા સહિતનાં અનેક ક્ષેત્રોનાં લાભો અંગે સૌને માહિતી મળે, સૌ જાગૃત બને, ગૌશાળાઓમાં પણ ‘ગૌ ટુરિઝમ’ ડેવલોપ થાય, ગાય આધારિત ઉદ્યોગોની સ્થાપના થકી ૠષિ–કૃષિ સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીનાં માધ્યમથી ખેડૂતોની આવક બમણી કરવાનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન પણ ઝડપથી સાકાર થાય થાય તે માટે અવિરત પ્રયત્નો થઈ રહયાં છે. સમગ્ર ભારતમાં ગૌશાળા–પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌચર વિકાસ, ગૌ આધારીત આરોગ્ય, પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, દેશીકૂળના ગૌ સંવર્ધનને પ્રોત્સાહન સહિતના અનેકો વિચારો સાથે રાષ્ટ્રીય કામધેનુ આયોગ સમગ્ર રાષ્ટ્રમાં કાર્યરત છે.રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા આયોજીત ”કામધેનુ ગૌ–વિજ્ઞાન પ્રચાર–પ્રસાર પરીક્ષા” ની માહિતી આપવા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં નીતિનભાઈ ભારદ્વાજ,કમલેશભાઈ મીરાણી,શ્રીમતી બીનાબેન આચાર્ય ,રાજુભાઈ ધ્રુવ,ગોવિંદભાઈ પટેલ,લાખાભાઈ સાગઠિયા,અરવિંદભાઈ રૈયાણી,મનસુખભાઇ ખાચરિયા,અરુણભાઈ નિર્મળ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા આયોજીત ”કામધેનુ ગૌ–વિજ્ઞાન પ્રચાર–પ્રસાર પરીક્ષા” અંગે વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો. ૯૮ર૪રર૧૯૯૯,અમરકુમાર મો. ૯૮૯૮૪પ૭૭પ૭, સુનીલ કાનપરીયા મો.૯૭ર૪૦ ૬૬પ૧૧, તેજસ ચોટલીયા મો.૯૦૬૭ર૧૧૯૩૧, રમેશભાઈ ઠકકર મો.૯૯૦૯૯૭૧૧૧૬,ડો.પ્રવીણ નિમાવત મો.૯૪ર૬ર પ૦પ૦૩, ધિરેન્દ્ર કાનાબાર મો.૯૮રપ૦૭૭૩૦૬ , પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦૩૦૩૯૩ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

TejGujarati