ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ ગાયોની આર્થિક, સ્વાસ્થ્ય અને પર્યાવરણીય મહત્વતાને લોકો સુધી પહોચવામાં સફળ નિવડયું છે . દૂધ સિવાય ગાયનું છાણ તેમજ ગોમૂત્ર પણ પર્યાવરણ માટે અનુકુળ છે જેનો ઉપયોગ વ્યવહારુ જીવનમાં પૈસા કમાવા માટે થઈ શકે છે જેનાથી આર્થિક રીતે ઘણી પ્રગતિ થશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગોમય ગણેશ, કામધેનુ દીપાવલી, કામધેનુ દેવ દીપાવલી સેમીનાર, વેબિનાર તેમજ પ્રશિક્ષણ ના માધ્યમથી ગાયનું છાણ અને ગોમૂત્રની આર્થીક અને સામાજિક ઉપયોગીતા લોકો સુધી પહોચાડવામાં સફળ નીવડયું છે.
વિદ્યાર્થીઓ, યુવા પેઢી તેમજ અન્ય તમામ સુધી ગાયોના મહત્વને સમજાવવા માટે, રાષ્ટ્રીય કામધેનુ આયોગ “ કામધેનું ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા ” નું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગે રાષ્ટ્રીય સ્તરે વેબીનાર નું આયોજન કરેલ. જેમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા એ ગાયોનું માનવીના જીવનમાં અને પર્યાવરણમાં શું મહત્વ છે અને કામધેનું ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા શા માટે આપવી જોઈએ તેના વિશે ચર્ચા કરી હતી. અમિતાભ ભટ્ટનાગરે કામધેનું ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા ના નીતિ-નિયમો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. કામધેનું ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવી છે. પ્રાથમિક( ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ ), માધ્યમિક ( ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ ), કોલેજ ( કોલેજના વિદ્યાર્થીઓ માટે ) , સામાન્ય લોકો માટે રેહશે. પરીક્ષા ૧૦૦ માર્કની રેહશે. જેમાં ૧ કલાકનો સમય ફાળવવામાં આવશે. હિન્દી, અંગ્રેજી તેમજ અન્ય ૧૨ ભાષાઓમાં આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં MCQ પ્રકારના બહુવિક્લ્પીય પ્રશ્નો હશે અને નિ:શુલ્ક રહશે. પરીક્ષાનું પરિણામ તરત જ જાહેર કરવામાં આવશે અને ભાગ લેનાર દરેક ને પ્રમાણપત્ર આપવામાં આવશે.અને પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર આપીને તેમણે ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. પરીક્ષાના રજીસ્ટ્રેશન માટે રાષ્ટ્રીય કામધેનું આયોગની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. kamdhenu.gov.in /kamdhenu.blog અને તેના પર જ પાઠ્યક્રમ તેમજ અન્ય સાહિત્ય અને સંદર્ભ પુસ્તકો ઉપલબ્ધ રહશે. આ પરીક્ષાની સફળતા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, રાજ્યના શિક્ષણ મંત્રીઓ, બધા જ રાજ્યોના ગૌ સેવા સંગઠન અધ્યક્ષ, બધા રાજ્યોના જીલ્લા શિક્ષણ અધિકારી, બધી શાળાઓના આચાર્યો, પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા, બિનસરકારી સંગઠનોને જોડવામાં આવશે.યોજાયેલ આ વેબીનાર નું સંચાલન મિતલ ખેતાણી એ કર્યું હતું. આ વેબીનાર માં પુરીશ કુમાર, અમર કુમાર, સુનીલ કાનપરીયા,વિજય પાટીલ, સી. એચ. પદમા, સૂર્યકલાજી, ડૉ. નિશીતા, માધવ હેબર, નારાયણ પ્રસાદ, અશોક જૈન, મંગલ અકોલે સહિતના અનેક ગૌ ભક્તો સમગ્ર રાષ્ટ્રમાંથી જોડાયા હતા.
