જામનગરની ઋષિકેશ સ્કૂલમાં કોરોના વોરિયર્સ ગણાતા સ્કૂલના સફાઈ કર્મીઓ દ્વારા ધ્વજ ફરકાવી કરવામાં આવ્યું ધ્વજવંદન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત વિશેષ સમાચાર

જામનગરની ઋષિકેશ સ્કૂલમાં કોરોના વોરિયર્સ ગણાતા સ્કૂલના સફાઈ કર્મીઓ દ્વારા ધ્વજ ફરકાવી કરવામાં આવ્યું ધ્વજવંદન.

જામનગર: ભારતના 73માં ગણતંત્ર દિવસ 26 મી જાન્યુઆરી ની દેશભરમાં ઉજવણી કરવામાં આવી. ભારતની શક્તિનો પરચો આપતી પરેડ પણ દિલ્હી ખાતે લોકોએ નિહાળી. હાલ કોરોનાની મહમારીમાં લોકો દ્વારા કોરોનાને નાસ્તેનાબુદ કરવા બાથ ભીડી છે અને જેમાં ભારત સફળતા મેળવી રહ્યું છે. આ કોરોનાની મહામારીમાં મહત્વનો ફાળો ભજવતા કોરોના વોરિયર્સ જેમ કે આરોગ્ય વિભાગના ચિકિત્સકો, નર્સો, સફાઈ કર્મીઓ, પોલીસ કર્મીઓ તેવા તમામ લોકો જે સેવાકીય રીતે જોડાઈ નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે અને પોતાની આગવી ફરજ બજાવી રહ્યા છે તેઓ સલામને હકદાર છે.

જામનગરની ઋષિકેશ વિદ્યાલયમાં 26 મી જાન્યુઆરીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોરોનાની મહામારી ને જોતા ધોરણ 1 થી 8 અને 9 થી 12માં ધોરણ ના બાળકો આ પર્વનો સાક્ષી બનવા ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયા હતા. ખાસ વાત કરીએ તો કોરોનાની મહામારીમાં આચાર્ય પીયૂષભાઈ પરમાર દ્વારા શાળાને સ્વચ્છ રાખી કોવિડ19 સામે અડગ રહેતા સ્કૂલના સફાઈ કર્મીઓ દ્વારા જ ધ્વજવંદન કરાવી એક અનેરી મિસાલ કાયમ કરી છે. સ્કૂલના સફાઈ કર્મીઓ ચમન ભાઈ તેમજ વિનુભાઈ દ્વારા શાળામાં ધ્વજ ફરકાવી ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ઉપસ્થિત સ્કૂલના શિક્ષકો દ્વારા ધ્વજને સલામી આપવામાં આવી હતી. સફાઈ કર્મીઓ દ્વારા કોરોના મહમારીમાં પણ અડગ રહી વિદ્યાર્થી શિક્ષકોનું રક્ષણ બન્યું રહે તે માટે સ્કૂલને પૂર્ણ રીતે સ્વચ્છ રાખવા તેઓ પોતાની ફરજમાં હજાર રહેતા હોય છે જેઓ સ્કૂલના શિક્ષકો માટે વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત કહી શકાય. જેમની મેહનત સફાઈના લીધે આજે સ્કૂલના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોવિડ 19 ની બીમારી સામે પોતાને સુરક્ષિત અનુભવે છે જેમના કાર્ય માટે જેટલો ગર્વ અનુભવીએ તે ઓછો છે. કોરોના વોર્રિયર્સ તરીકે નિસ્વાર્થ અડગ રહી પોતાની ફરજ બજાવતા આ કર્મીઓને સલામ છે.

TejGujarati